પરમાણુ હથિયાર, કાકાની હત્યા... ડોનાલ્ડ ટ્રમ્પે ખોલ્યા કિમ જોંગ ઉનના ઘણા 'રાઝ'


આ પુસ્તક ટ્રમ્પના તે 18 ઇન્ટરવ્યૂ પર આધારિત છે, જે અમેરિકાના રાષ્ટ્રપતિએ વુડવર્ડને ડિસેમ્બરથી જુલાઈ વચ્ચે આપ્યા છે. આ પુસ્તકના કેટલાક અંશ ધ વોશિંગટન પોસ્ટને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

પરમાણુ હથિયાર, કાકાની હત્યા... ડોનાલ્ડ ટ્રમ્પે ખોલ્યા કિમ જોંગ ઉનના ઘણા 'રાઝ'

હાઇલાઇટ્સઃ

  • કિંમ જોંગ ઉનને લઈને પુસ્તક રેજમાં છપાયેલી ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીઓ ચર્ચાનો વિષય બની
  • ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર બોબ વુડવર્ડનું પુસ્તક રેજ 15 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે
  • વુડવર્ડે આ પુસ્તકના કેટલાક ભાગ અને ટ્રમ્પના ઇન્ટરવ્યૂના અંશો બુધવારે જાહેર કર્યાં

વોશિંગટનઃ કોરોના વાયરસ સંક્રમણનો ખતરો, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન અને એક રહસ્યમય અમેરિકી હથિયારને લઈને પુસ્તક 'રેજ'મા છપાયેલી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીઓ ચર્ચાનો વિષય બની ગઈ છે. ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર બોબ વુડવર્ડનું પુસ્તક 'રેજ' 15 સપ્ટેમ્બરથી દુકાનો પર ઉપલબ્ધ થશે. વુડવર્ડે આ પુસ્તકના કેટલાક અંશ અને ટ્રમ્પના ઈન્ટરવ્યૂના કેટલાક ભાગ બુધવારે જારી કર્યાં છે. 

આ પુસ્તક ટ્રમ્પના તે 18 ઇન્ટરવ્યૂ પર આધારિત છે, જે અમેરિકાના રાષ્ટ્રપતિએ વુડવર્ડને ડિસેમ્બરથી જુલાઈ વચ્ચે આપ્યા છે. આ પુસ્તકના કેટલાક અંશ ધ વોશિંગટન પોસ્ટને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. વુડવર્ડ 'ધ વોશિંગટન પોસ્ટ'ના એડિટર છે. વુડવર્ડે લખ્યુ છે કે ટ્રમ્પે તેમને જણાવ્યું કે, તેઓ જ્યારે 2018મા સિંગાપુરમાં ઉત્તર કોરિયાના નેતાને પ્રથમવાર મળ્યા, તો તેઓ તેનાથી પ્રભાવિત થયા હતા. 

ઓક્સફોર્ડની કોરોના વેક્સિનની ટ્રાયલ રોકવામાં આવી, WHOએ આપ્યું મહત્વનું નિવેદન 

પુસ્તક અનુસાર, ટ્રમ્પે કહ્યુ કે, કિમે મને બધુ જણાવ્યું અને કિમે તે પણ જણાવ્યું કે, તેણે પોતાના સંબંધીઓની કઈ રીતે હત્યા કરી હતી. ટ્રમ્પે વુડવર્ડને કહ્યુ કે, સીઆઈએને આ વિશે કોઈ જાણકારી નથી કે પ્યોંગયાંગનો કઈ રીતે સામનો કરવાનો છે. ટ્રમ્પે કિમની સાથે પોતાની ત્રણ બેઠકોને લઈને ટીકાઓને નકારી હતી. તેમણે ઉત્તર કોરિયા વિશે કહ્યું હતું કે, તેઓ પોતાના પરમાણુ હથિયારોને ઘરની જેમ પ્રેમ કરે છે અને તે તેને ન વેચી શકે. 

ટ્રમ્પને ફેબ્રુઆરીમાં ખબર હતી, કોરોના વાયરસ ખુબ ઘાતક
વુડવર્ડે રાષ્ટ્રપતિને પૂછ્યુ કે શું એક શ્વેત વ્યક્તિના રૂપમાં કાળા અમેરિકીઓના ગુસ્સા અને દુખને સારી રીતે સમજવા તેની જવાબદારી છે. તેના જવાબમાં ટ્રમ્પે ઉત્તર આપ્યો, નહીં મને નથી લાગતું. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, શું અમેરિકામાં રંગભેદ છે, રાષ્ટ્રપતિએ કહ્યુ, મને લાગે છે કે તે દરેક જગ્યાએ છે, પરંતુ ઘણા સ્થાનોની તુલનામાં અહીં ઓછો છે. 

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે 2017મા વધી રહેલા તણાવ વચ્ચે ટ્રમ્પે વુડવર્ડને કહ્યુ હતુ, 'મેં એક પરમાણુ હથિયાર- એક હથિયાર સિસ્ટમ બનાવી છે, જે આ દેશની પાસે પહેલા ક્યારેય નહતી. અમારી પાસે એવું હથિયાર છે, જે તમે ક્યારેય જોયું કે સાંભળ્યું નથી. અમારી પાસે એવી વસ્તુ છે, જેના વિશે (રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર) અને (ચીનના રાષ્ટ્રપતિ) શી જિનપિંગે ક્યારેય સાંભળ્યું નથી.'

પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે તે સ્વીકાર કર્યો કે તેમણે ઘાતક કોરોના વાયરસ સંક્રમણના ખતરાને જાહેરમાં એટલા માટે મહત્વ ન આપ્યું કારણ કે તેઓ લોકોમાં ડર પેદા કરવા ઈચ્છતા નહતા. પુસ્તક અનુસાર ટ્રમ્પે માર્ચમાં વુડવર્ડને કહ્યુ હતુ, 'હું હંમેશા તેને ઓછું મહત્વ આપવા ઈચ્છુ છું. હું હજુ પણ તેને મહત્વ આપવા ઈચ્છતો નથી, કારણ કે હું ડર પેદા કરવા ઈચ્છતો નથી.' ટ્રમ્પે સાત ફેબ્રુઆરીએ એક અન્ય ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, કોરોના વાયરસ ખુબ ઘાતક ફ્લૂ છે અને તે હવાથી પણ ફેલાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news