ટ્રમ્પના પુત્રએ કાશ્મીરને પાકમાં દેખાડ્યું, ભારતને ગણાવ્યો બાઇડેન સમર્થક દેશ
US Elections 2020 Latest Updates: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રએ ભારતનો વિવાદિત નક્શો ટ્વીટ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે ટ્વીટ કરી ટ્રમ્પ સમર્થક અને બાઇડેન સમર્થક દેશોને લાલ અને બ્લૂ રંગમાં દેખાડ્યા છે.
Trending Photos
વોશિંગટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રએ ભારતનો વિવાદિત નક્શો ટ્વીટ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે ટ્વીટ કરી ટ્રમ્પ સમર્થક અને બાઇડેન સમર્થક દેશોને લાલ અને બ્લૂ રંગમાં દેખાડ્યા છે. જેમાં તેણે કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ ગણાવી દીધો છે. એટલું જ નહીં તેણે ભારતને પણ બાઇડેનના પ્રભાવ વાળો દેશ ગણાવી દીધો છે.
ભારતને ગણાવ્યો બાઇડેનના પ્રભાવ વાળો દેશ
ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાનના દિવસે વિશ્વના માનચિત્રને ટ્વીટ કર્યું. તેમાં લાલ રંગમાં ટ્રમ્પ સમર્થિત દેશોને દેખાડવામાં આવ્યા છે. જ્યારે બ્લુ રંગમાં બાઇડેનનું સમર્થન કરતા દેશોને દેખાડવામાં આવ્યા છે. તેણે દુનિયાના ચાર દેશોને છોડીને વિશ્વના બધા દેશોને ટ્રમ્પનું સમર્થન કરનારા ગણાવી દીધા છે. ટ્રમ્પ જૂનિયરે જે દેશોને બાઇડેનના સમર્થક ગણાવ્યા છે તેમાં ભારત, ચીન, મેક્સિકો અને લાબેરિયા સામેલ છે.
Okay, finally got around to making my electoral map prediction. #2020Election #VOTE pic.twitter.com/STmDSuQTMb
— Donald Trump Jr. (@DonaldJTrumpJr) November 3, 2020
પાકિસ્તાન- ઈરાન- રશિયાને ગણાવ્યા પોતાના સમર્થક
ટ્રમ્પ જૂનિયરે પાકિસ્તાન, ઈરાન અને રશિયા સુધીને પોતાના સમર્થક દેશ ગણાવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે તેમના આ ટ્વીટને લઈને વિવાદ વધી શકે છે. કારણ કે અમેરિકી ચૂંટણીમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના મતદાતા ટ્રમ્પનું સમર્થન કરી રહ્યાં છે.
ફ્રાન્સમાં એક દિવસમાં 53 હજાર કેસ, WHOએ કહ્યું- સમય બરબાદ ન કરે દેશ
ટ્રમ્પે ગણાવ્યું હતું ભારતને ગંદુ
ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીની અંતિમ ડીબેટ દરમિયાન ચીન, ભારત અને રશિયા વિશે કહ્યું ગતું કે આ દેશ પોતાની ગંદી હવાઓનું ધ્યાન રાખઈ રહ્યાં નથી. ગુરૂવારે ટેનેસીના નેશવિલમાં બાઇડન સાથે અંતિમ ડીબેટ દરમિયાન ટ્રમ્પે કહ્યુ હતુ કે, ચીનને જુઓ કેટલું ખરાબ છે. રશિયાને જુઓ. ભારતને જુઓ. ત્યાંની હવા ગંદી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે