નાની ચલણી નોટનાં બદલે મોટી ચલણી નોટનું કૌભાંડ, અનેક વેપારીઓ બન્યા છે ભોગ
Trending Photos
અમદાવાદ : નાની ચલણી નોટની જગ્યાએ મોટી ચલણી નોટના નામે ઠગાઈ 10 ટકા કમિશનની લાલચે વેપારીના 16 લાખ લૂંટ્યા હતા. અમદાવાદની સરખેજ પોલીસે એક એવા આરોપીને ઝડપી પાડ્યો છે. જેણે પોતાના સાગરીતો સાથે મળી દિલ્લીના વેપારી સાથે 16 લાખની છેતરપિંડી આચરી છે. આ ગેંગે ગુજરાતમાં અનેક લોકોને ચૂનો લગાવ્યો છે. પોલીસે આ ટોળકીના એક શખ્સને ઝડપી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદી વેપારી સતીષકુમાર ગર્ગનો રેડિમેડ ગારમેન્ટનો ધંધો છે. દિલ્લી ખાતે નજીકના વિસ્તારમાં જ દુકાન ધરાવતા અશોક કુમાર તનેજા ફ્રૂટ જ્યુસની દુકાન ચલાવે છે.
સતીષ ગર્ગ અને અશોક કુમાર તનેજાને એક મહિના પહેલા પરિચય થયો હતો. અશોક તનેજાએ તેના ઓળખીતા અમદાવાદના ઈમરાન પઠાણ અને કચ્છના સુરેશ મોતા અંગે વાત કરી. સુરેશ મોતા નાની ચલણી નોટ આપી તેના બદલામાં મોટી ચલણી નોટ આપવાથી 10 ટકા કમિશન આપવાનું કામ કરતાં હોવાનું જણાવ્યું, જેથી વેપારી સતીષ ગર્ગ તેની વાતમાં આવી ગયા અને અમદાવાદ આવી ઈમરાન થકી 10 ટકા કમિશનથી નાની ચલણી નોટના બદલામાં મોટી ચલણી નોટ બદલવાનું નક્કી કર્યું.
સતીષકુમાર પોતાની સાથે આઠ લાખ રૂપિયા અને અન્ય વેપારી અશોકકુમાર તનેજા તથા રાજકુમાર ગાંધી પાસેથી પણ આઠ લાખ રૂપિયા લઈ ઠગ ટોળકીને મળ્યા હતાં. ટોળકી પૈસા બદલવાના બહાને રોકડ ભરેલી બેગ લઈને કારમાં રફ્ફૂચક્કર થઈ ગઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ટોળકી ઘણાં વર્ષોથી સક્રિય છે. તેઓની બે પ્રકારની મોડસ ઓપરેન્ડી છે. આ ટોળકીના સાગરીતો ગુજરાતના જુદા જુદા શહેરો અને જિલ્લાઓમાં ફેલાયેલા છે. આ ટોળકી રાજકોટ અને અમદાવાદમાં અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું તાપાસમાં ખૂલ્યું છે. સરખેજ પોલીસે એક શખ્સની ધરપકડ કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે