શું એલિયને બચાવ્યો હતો ટ્રમ્પનો જીવ? હુમલા સ્થળે દેખાયેલા UFO ને લઈને મોટો ખુલાસો થયો

Donald Trump Assassination Attempt : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હુમલા સમયે તેમની નજીક એક વસ્તુ હવામાં ઉડતી જોવા મળી હતી, હવે આ અંગે નવી થિયરી સામે આવી છે 

શું એલિયને બચાવ્યો હતો ટ્રમ્પનો જીવ? હુમલા સ્થળે દેખાયેલા UFO ને લઈને મોટો ખુલાસો થયો

America News : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પેંસિલ્વેનિયાની એક રેલી દરમિયાન જીવલેણ હુમલો થયો હતો. જેમાં તેઓ માંડ માંડ બચ્યા હતા. હવે આ ઘટનાને લઈને એલિયનવાળી થિયરી સામે આવી છે. 13 એપ્રિલ, એટલે કે હુમલાના દિવસે પેંસિલ્વેનિયાની રેલીના વીડિયો ફુટેજ સામે આવ્યા છે, જેમાં યુએફઓ જેવી વસ્તુ આકાશમાં ઉડતી દેખાઈ રહી છે. હવે તેને લઈને નવી થિયરી સામે આવી છે, જેમાં કહેવાઈ રહ્યુ છે કે એલિયને ટ્રમ્પનો જીવ બચાવ્યો હતો. 

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ટ્રમ્પ પર ગોળી ચલાવનારે થોડા સમય પહેલા હવામાં ઉડી રહેલા અમેરિકાના ઝંડાની આસપાસ એક ડિસ્ક જેવી ચીજ ફરી રહી હતી. જાણે સિક્રેટ સર્વિસના લોકો ટ્રમ્પનો જીવ બચાવવા મંચ પર પહોંચ્યા, ત્યારે ત્યાં એક વસ્તુ નજર આવી હતી, ટ્રમ્પની રેલીમાં હંમેશા UFO હોય છે. 

સોશિયલ મીડિયા યુઝર્સ હવામાં દેખાઈ રહેલા યુએફઓને 'Guardian Angels' કહી રહ્યાં છે, તેમનું કહેવું છે કે, યુએફઓએ ટ્રમ્પનો ગોળીઓથી જીવ બચાવ્યો. ટ્રમ્પે પણ હુમલાના થોડા દિવસો બાદ કહ્યું હતું કે, તેમને ઈશ્વરે આ હુમલાથી બચાવ્યા છે. 

Donald Trump: कैनेडी मर्डर की डिटेल खंगाली फिर ट्रंप पर चलाई गोली,  FBI का चौंकाने वाला दावा

સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર એક યુઝરે લખ્યું કે, ટ્રમ્પની રેલીમાં હંમેશા યુએફઓફ હોય છે, જે તેમની સુરક્ષા કરે છે. હવામાં ઉડી રહેલા વસ્તુ ડ્રોન છે, પરંતુ કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ટ્રમ્પ સુરક્ષા આપતી સિક્રેટ સર્વિસ એજન્સી એ દરમિયાન કોઈ પ્રકારના ડ્રોનનો ઉપયોગ કરતી નથી. 

યુએફઓ એક્સપર્ટ અલેઝાંદ્રો રોજાસે બ્રિટિશ અખબાર ડેઈલી મેલ સાથે વાત કરતા જણાવ્યું કે, જે ચીજને લોકો યુએફઓ માની રહ્યા છે, તે હકીકતમાં ડ્રોન છે, અથવા પક્ષી પણ હોઈ શકે છે. તેમણે કહ્યું કે, હવામાં દેખાઈ રહેલી વસ્તુ તેજીથી ફરી રહી છે. જ્યારે તમે ઝુમ કરીને જોશો તો તે ઝાંખું જોવા મળશે. જેનાથી તેનો યોગ્ય આકાર જાણવો મુશ્કેલ છે. આ પ્રકારની ઈવેન્ટને કવર કરવા માટે હંમેશા ડ્રોનનો ઉપયોગ કરવામા આવે છે. એવુ પણ કહેવાય છે કે, શુટરે આ વિસ્તારમાં ડ્રોન પણ ઉડાડ્યુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news