સિંગાપોર પહોંચીને કિમ જોંગ ઉને આઇસક્રીમ ખાધી, ડોનાલ્ડ ટ્રંપે કહ્યું-'સારો ફોટો પાડજો'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને કામકાજની વાત કરતાં બપોરનું ભોજન કર્યું જેમાં તેમના માટે પશ્વિમી અને એશિયાઇ વ્યંજન પીરસવામાં આવ્યા જેમાં કોરિયન સ્ટફ્ડ કુકુંબર (ખીરા) અને બીફને લઇને હાગેન દાજની આઇસક્રિમ સામેલ હતી. સિંગાપોરના સેંટોસા દ્વીપ પર કાપેલા હોટલમાં દ્રીપક્ષીય બેઠક બાદ ટ્રંપ અને કિમ પોતાના સહયોગી સાથે લંચ પર મળ્યા. 
સિંગાપોર પહોંચીને કિમ જોંગ ઉને આઇસક્રીમ ખાધી, ડોનાલ્ડ ટ્રંપે કહ્યું-'સારો ફોટો પાડજો'

સિંગાપોર: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને કામકાજની વાત કરતાં બપોરનું ભોજન કર્યું જેમાં તેમના માટે પશ્વિમી અને એશિયાઇ વ્યંજન પીરસવામાં આવ્યા જેમાં કોરિયન સ્ટફ્ડ કુકુંબર (ખીરા) અને બીફને લઇને હાગેન દાજની આઇસક્રિમ સામેલ હતી. સિંગાપોરના સેંટોસા દ્વીપ પર કાપેલા હોટલમાં દ્રીપક્ષીય બેઠક બાદ ટ્રંપ અને કિમ પોતાના સહયોગી સાથે લંચ પર મળ્યા. 

બંને નેતાઓએ જેવો રૂમમાં પ્રવેશ કર્યો, તેમનો ફોટો પાડવામાં આવ્યો. આ અવસર પર ટ્રંપે મજાકીયા અંદાજમાં કહ્યું કે તે 'સુંદર તસવીર' ઇચ્છે છે, જેમાં તે સારા દેખાતા હોય.

બંને નેતા અને તેમના પ્રતિનિધિમંડળ એક લાંબા મેજ પર એકબીજાની સામે બેસી ગયા. મેજને લીલા અને સફેદ ફૂલો વડે શણગારવામાં આવી હતી. લંચ પહેલાં બંનેને સ્ટાર્ટર પીરસવામાં આવ્યું. તેમાં પ્રોનના કોકટેલ સાથે એવોકાડો સલાડ, ગ્રીન મેંગો કેરાબૂ જેમાં મધ અને લીંબૂની ડ્રેસિંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓક્ટોપસ તથા ઓસિઓન (કોરિયન સ્ટફ્ડ કુકુંબર) જેવા વ્યંજન પીરસવામાં આવ્યા હતા. 

ટ્રંપ અને કિમ વચ્ચે આ મુલાકાત સિંગાપોરના લોકપ્રિય પર્યટન સ્થળ સેંટોસાના લક્સરી હોટલ કાપેલા સિંગાપોરમાં થઇ. અમેરિકા અને ઉત્તર કોરિયાઇ ધ્વજો સામે બંને એકબીજાની તરફ આગળ વધ્યા અને દ્વઢતાથી એકબીજાના હાથ પકડ્યા. બંને નેતાઓએ લગભગ 12 સેકન્ડ સુધી હાથ મિલાવ્યો. આ દરમિયાન તેમણે એકબીજાને કેટલાક શબ્દો કહ્યા અને ત્યારબાદ હોટલની લાઇબ્રેરીમાં જતા રહ્યા.

મહીનાઓ લાંબી કૂટનીતિક ખેંચતાણ અને વાતચીત બાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત છે. વાર્તા શરૂ થતાં પહેલાં પોતાની સંક્ષિપ્ત ટિપ્પણીમાં રાષ્ટ્રપતિ ટ્રંપે આશા વ્યક્ત કરી હતી કે આ ઐતિહાસિક શિખર વાર્તાને જોરદાર સફળતાવાળી રહેશે. ઉત્તર કોરિયાઇ નેતાની બાજુમાં બેસીને ટ્રંપે કહ્યું 'આગળ આપણા સંબંધો ખૂબ શાનદાર રહેશે.' 

ઉત્તર કોરિયાઇ તાનાશાહે કહ્યું કે સિંગાપોરમાં આજે યોજાઇ રહેલી બેઠક માટે માર્ગમાં ઘણા વિઘ્નો આવ્યા હતા. તેમણે અનુવાદકના માધ્યમથી સંવાદદાતાઓને જણાવ્યું કે 'અમે તે વિઘ્નોને પાર કર્યા અને આજે અમે અહીં છીએ.' હાથ મિલાવ્યા પછી બંને નેતા હોટલમાં જતા રહ્યા. સ્થાનિક સમયાનુસાઅર સવારે નવ વાગ્યાને છ મિનિટ પર તે રૂમમાં ગયા તેમણે એકેલામાં લગભગ 45 મિનિટ સુધી મુલાકાત કરી. આ દરમિયાન અનુવાદક ટ્રંપની બાજુમાં બેસ્યા હતા.

વાતચીત વિશે પૂછવામાં આવતાં ટ્રંપે કહ્યું કે 'ખૂબ ખૂબ સરસ. શાનદાર સંબંધો.' કિમને ત્રણ વખત પૂછવામાં આવ્યું કે શું તે પરમાણુ હથિયાર છોડી દેશે. તેની પ્રતિક્રિયામાં તે ફક્ત હસ્યા. ટ્રંપ અને કિમ બંનેને સંક્ષિપ્ત ટિપ્પણી કરી. ટ્રંપે કહ્યું કે તે માને છે કે તે અને કિમ 'મોટી સમસ્યા, મોટી દુવિધાને દૂર કરી લેશે.' અને સાથે કામ કરીને તેનું ધ્યાન રાખશે. 

કિમે કહ્યું કે 'આગળ પડકારો આવશે પરંતુ અમે ટ્રંપની સાથે કામ કરીશું. અમે આ શિખર વાર્તાને લઇને બધા પ્રકારની અટકળો અને સંદેહોને પાર લઇ જઇશું અને મારું માનવું છે કે શાંતિ માટે આ સારું છું. આ વાર્તાને અમેરિકા અને ઉત્તર કોરિયા તરફથી સાત-સાત સંવાદદાતા સત્તાવાર રીતે કવર કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news