ઓ બાપરે! બોમ્બનો ગોળો પ્રાઈવેટ પાર્ટમાં ફસાઈ ગયો, ગભરાયેલા ડોક્ટરોએ તાબડતોબ કર્યું આ કામ

French Hospital evacuated after man showed bomb: પોતાના ઘરની સફાઈ દરમિયાન એક એક્સ સર્વિસમેનના પ્રાઈવેટ પાર્ટમાં ખુબ જ ખતરનાક બોમ્બ ફસાઈ ગયો. દર્દથી પરેશાન અને ગભરાયેલો આ વ્યક્તિ જ્યારે હોસ્પિટલ પહોંચ્યો તો તેની હાલત જોઈને ત્યાં હાજર ડોક્ટરોની ટીમ પણ ચોંકી ગઈ

ઓ બાપરે! બોમ્બનો ગોળો પ્રાઈવેટ પાર્ટમાં ફસાઈ ગયો, ગભરાયેલા ડોક્ટરોએ તાબડતોબ કર્યું આ કામ

French Hospital evacuated after man showed bomb: પોતાના ઘરની સફાઈ દરમિયાન એક એક્સ સર્વિસમેનના પ્રાઈવેટ પાર્ટમાં ખુબ જ ખતરનાક બોમ્બ ફસાઈ ગયો. દર્દથી પરેશાન અને ગભરાયેલો આ વ્યક્તિ જ્યારે હોસ્પિટલ પહોંચ્યો તો તેની હાલત જોઈને ત્યાં હાજર ડોક્ટરોની ટીમ પણ ચોંકી ગઈ. પૂર્વ સૈનિકના પ્રાઈવેટ પાર્ટમાં જે બોમ્બ ફસાયેલો હતો તે પહેલા વિશ્વ યુદ્ધ દરમિયાન બનાવવામાં આવેલો હતો. 

ખાલી કરાવી નાખી હોસ્પિટલ
આ વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાં આઠ ઈંચનો બોમ્બ ફસાયેલો જોઈને તરત જ ઈમરજન્સી સાયરન વગાડવાની સાથે સાથે હોસ્પિટલ ખાલી કરાવવામાં આવી. આ દરમિયાન હોસ્પિટલ મેનેજમેન્ટે બોમ્બ સ્ક્વોડની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી. ત્યારબાદ ડોક્ટરોની મદદથી જ્યારે બોમ્બનો ગોળો પ્રાઈવેટ પાર્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો તો ત્યારબાદ એક્સપર્ટ્સે તેને સમયસર અને યોગ્ય ઠેકાણે લઈ જઈને ડિફ્યૂઝ કરી નાખ્યો. 

કઈ રીતે ઘટી આ ઘટના?
યુકેની ન્યૂઝ વેબસાઈટ ડેઈલી મેઈલમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ કાઢવામાં આવેલો બોમ્બ રોયલ આર્ટિલરી દ્વારા પહેલા વિશ્વ યુદ્ધમાં ઉપયોગમાં લેવાયો હતો. ત્યારબાદ તેને નોર્થ આફ્રિકામાં બ્રિટિશ ટેંકોએ પણ ઉપયોગમાં લીધા. આ કેટેગરીના બોમ્બના ગોળા લગભગ 57 mm ગોળાકાર અને 8 થી 10 ઈંચ લાંબા હતા. પીડિત વ્યક્તિએ જણાવ્યું કે સફાઈ દરમિયાન વ્યક્તિએ આ સેલ તેને કોર્નરમાં ઊભો રાખીને મૂક્યો હતો પરંતુ અચાનક તે વ્યક્તિ લપસ્યો અને સીધો તેના ઉપર જ જઈને પડ્યો. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

હોસ્પિટલના એક પ્રવક્તાએ કહ્યું કે, શનિવારે રાતે 9 વાગ્યાથી 11.30 વાગયા વચ્ચે એક વ્યક્તિ ઈમરજન્સીમાં પહોંચ્યો.  તેની સ્થિતિને અમે ખુબ જ સાવધાનીથી હેન્ડલ કરી. આ દરમિયાન એન્ડ બોમ્બ સ્ક્વોડ અને ડોક્ટરોઓ એક વિપરિત સ્થિતિમાં ખુબ જ સારી રીતે પોતાનું કામ પૂરું કર્યું. હાલ આ અકસ્માતનો ભોગ બનેલા ફૌજીની સ્થિતિ આઉટ ઓફ ડેન્જર છે. તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. જો કે ડોક્ટરોનું કહેવું છે કે પીડિત વ્યક્તિને સંપૂર્ણ રીતે સાજા થવામાં હજુ થોડો સમય જશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news