Year Ender 2022: મંદીના માહોલમાં પણ આ ફિલ્મોએ કરી ધૂમ કમાણી! સાઉથ સિનેમાએ આપી શાનદાર ફિલ્મો

Year Ender 2022: બોલિવૂડ માટે આ વર્ષ મુશ્કેલ રહ્યું છે. 2022ની ફિલ્મો પર નજર કરીએ તો મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી હતી. ‘બચ્ચન પાંડે’થી લઈને ‘લાલ સિંહ ચઢ્ઢા’ મોટી સ્ટારકાસ્ટ હોવા છતાં કંઈ ખાસ બતાવી શકી નથી. આ યાદીમાં, અમે તમને 2022ની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મો વિશે જણાવીશું. આમાં હિન્દીમાં ડબ થયેલી દક્ષિણની ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.

Year Ender 2022: મંદીના માહોલમાં પણ આ ફિલ્મોએ કરી ધૂમ કમાણી! સાઉથ સિનેમાએ આપી શાનદાર ફિલ્મો

Year Ender 2022: છેલ્લાં બે થી અઢી વર્ષ કોરોનાના કહેરને કારણે તમામ ધંધા-રોજગારને મોટો ફટકો પડ્યો છે. એમાંય ફિલ્મ-સિનેમાના ક્ષેત્રમાં તો લોકડાઉનને કારણે એક પ્રકારે તાળાબંધી જ થઈ ગઈ હતી. ધીરે ધીરે સ્થિતિમાં સુધારો આવ્યો અને ગાડી હવે પટરી પર આવી રહી છે. ત્યાં તો ફરી એકવાર કોરોનાની દહેશત ઉભી થઈ છે. જોકે, આવી સ્થિતિની વચ્ચે પણ કેટલીક એવી ફિલ્મો હતી જેણે મંદીના માહોલમાં પણ બોક્સ ઓફિસ પર ધૂમ કલેક્શન કરીને મનમુકીને કમાણી કરી. ત્યારે વર્ષના અંતે જોઈએ કઈ ફિલ્મોએ વર્ષ 2022માં સૌથી વધારે કમાણી કરી. યાદી જોશો તો અંદાજો આવી જશે કે બોલીવુડ પર હવે સાઉથ સિનેમા ભારે પડી રહ્યું છે.

બોલિવૂડ માટે આ વર્ષ મુશ્કેલ રહ્યું છે. 2022ની ફિલ્મો પર નજર કરીએ તો મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી હતી. ‘બચ્ચન પાંડે’થી લઈને ‘લાલ સિંહ ચઢ્ઢા’ મોટી સ્ટારકાસ્ટ હોવા છતાં કંઈ ખાસ બતાવી શકી નથી. આ યાદીમાં, અમે તમને 2022ની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મો વિશે જણાવીશું. આમાં હિન્દીમાં ડબ થયેલી દક્ષિણની ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.

KGF ચેપ્ટર-2:
પ્રશાંત નીલની ફિલ્મ KGF ચેપ્ટર 2 આજે પણ ટોચ પર છે. તે કન્નડ ફિલ્મ ઉદ્યોગ માટે 2018ની K.G.F: ચેપ્ટર 1 પછી બીજી હિટ હતી. તે 100 કરોડના બજેટમાં બનેલી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. પહેલા જ દિવસે ફિલ્મે 53.95 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 1000 કરોડથી વધુની કમાણી કરી હતી. તે 2022ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.

કલાકારો: યશ, સંજય દત્ત, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી
ભાષા: કન્નડ
બજેટઃ રૂ. 100 કરોડ
ડોમેસ્ટિક ગ્રોસ: રૂ. 1000 કરોડ
વર્લ્ડવાઇડ ગ્રોસ: રૂ. 1200 – 1250 કરોડ

RRR (હિન્દી):
એસએસ રાજામૌલી એ ‘બાહુબલી’ સિરીઝ પછી ‘RRR’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મથી દર્શકોનું મનોરંજન કર્યું. આ ફિલ્મને એટલી પસંદ કરવામાં આવી હતી કે તેણે વિશ્વભરમાં 1000 કરોડથી વધુની કમાણી કરી હતી. ફિલ્મનું કુલ બજેટ 550 કરોડ હતું. જો કે, તેની પ્રથમ દિવસની ઓપનિંગ 20 કરોડની આસપાસ રહી હતી. સ્થાનિક બોક્સ ઓફિસ પર ફિલ્મે શાનદાર બિઝનેસ કર્યો હતો.

કલાકારો: રામ ચરણ, એન.ટી. રામારાવ જુનિયર, અજય દેવગણ, આલિયા ભટ્ટ, રે સ્ટીવનસન
ભાષા: તેલુગુ
બજેટઃ રૂ. 550 કરોડ
ડોમેસ્ટિક ગ્રોસ: રૂ. 902 કરોડ
વર્લ્ડવાઇડ ગ્રોસ: રૂ. 1100 – 1150 કરોડ

વિક્રમ:
વિક્રમ એ એક એક્શન થ્રિલર ફિલ્મ છે જે 2022માં બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી.વિક્રમ (Vikram) ફિલ્મમાં કમલ કર્ણનનું પાત્ર ભજવી રહ્યો છે. જ્યારે તેનો પુત્ર ગેંગનો શિકાર બની જાય છે, ત્યારે તે બદલો લેવાના મિશન પર નીકળે છે. બદલો લેવાની બીજી વાર્તા ટૂંક સમયમાં કર્ણન દ્વારા રચવામાં આવેલા મિશનમાં ફેરવાઈ જાય છે, જેને પાછળથી એજન્ટ વિક્રમ તરીકે રજૂ કરવામાં આવે છે.

કલાકારો: કમલ હાસન, વિજય સેતુપતિ, ફહાદ ફાસિલ, શિવાની નારાયણન
ભાષા: તમિલ
બજેટઃ રૂ. 115 કરોડ
ડોમેસ્ટિક ગ્રોસ: રૂ. 255 કરોડ
વર્લ્ડવાઇડ ગ્રોસ: રૂ 420 – 500 કરોડ

Ponniyin Selvan: I
Ponniyin Selvan: I ની વાર્તા વંદિયાથેવનની આસપાસ ફરે છે, જે એક યુવાન છોકરો છે જે રાજા અને રાજકુમારીને ક્રાઉન પ્રિન્સ આદિત્ય કરીકલન તરફથી સંદેશ પહોંચાડવા માટે ચોલા ભૂમિ તરફ પ્રયાણ કરે છે. આ વાર્તા વંદિયાથેવનની ચોલા દેશની મુલાકાત અને શ્રીલંકામાં યુવાન રાજકુમાર અરુલમોઝીવર્મનની યાત્રાની મુલાકાત વચ્ચે બનેલી તમામ ષડયંત્ર અને ઘટનાઓને દર્શાવે છે.

કલાકારો: વિક્રમ, ઐશ્વર્યા રાય બચ્ચન, જયમ રવિ, કાર્તિ
ભાષા: તમિલ
બજેટઃ રૂ. 500 કરોડ
ડોમેસ્ટિક ગ્રોસ: રૂ. 234 કરોડ
વર્લ્ડવાઇડ ગ્રોસ: રૂ. 423 કરોડ

બ્રહ્માસ્ત્ર: ભાગ એક – શિવા:
અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ રિલીઝ પહેલા બોયકોટના દાયરામાં હતી. પરંતુ ફિલ્મ તેના રિલીઝના પહેલા જ દિવસે યોગ્ય કલેક્શન મેળવીને થોડા જ દિવસોમાં 100 કરોડના ક્લબમાં સરળતાથી સામેલ થઇ ગઇ હતી. ‘બ્રહ્માસ્ત્ર’ની પહેલા દિવસની કમાણી 36 કરોડ હતી. આ ફિલ્મ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ પણ બની છે. ‘બ્રહ્માસ્ત્ર’નું કુલ કલેક્શન લગભગ 255 કરોડ હતું.

કલાકારો: રણબીર કપૂર, મૌની રોય, આલિયા ભટ્ટ
ભાષા: હિન્દી
બજેટઃ રૂ 410 કરોડ
ડોમેસ્ટિક ગ્રોસ: રૂ. 255 કરોડ
વર્લ્ડવાઇડ ગ્રોસ: રૂ. 425 કરોડ

કાંતારા:
કાંતારા એટલે રહસ્યમય જંગલ. આ એક કન્નડ ફિલ્મ છે, જેનું લેખન અને દિગ્દર્શન ઋષભ શેટ્ટી દ્વારા કરવામાં આવ્યું છે. તે આ ફિલ્મનો મુખ્ય અભિનેતા પણ છે. ‘કંતારા’ના નિર્માતા હોમ્બલે ફિલ્મ્સના વિજય કિરગન્દૂર છે. આ એ જ હોમ્બલે ફિલ્મ્સ છે, જેણે KGF બનાવી હતી.

કલાકારો: રિષભ શેટ્ટી, સપ્તમી ગૌડા, અચ્યુત કુમાર, કિશોર કુમાર જી.
ભાષા: કન્નડ
બજેટઃ રૂ. 16 કરોડ
બોક્સ ઓફિસઃ 404.3 કરોડ

ધ કાશ્મીર ફાઇલ્સ:
વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ તેની રિલીઝ પહેલા અને પછીની સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક હતી. ફિલ્મે ત્રણ કરોડની કમાણીથી ધીમી શરૂઆત કરી હતી. તેણે સ્થાનિક બોક્સ ઓફિસ પર 253 કરોડનો બિઝનેસ કર્યો હતો.

કલાકારો: અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પલ્લવી જોશી
ભાષા: હિન્દી
બજેટઃ રૂ. 20 કરોડ
ડોમેસ્ટિક ગ્રોસ: રૂ. 253 કરોડ
વર્લ્ડવાઇડ ગ્રોસ: રૂ. 340 કરોડ

દ્રશ્યમ-2:
દ્રશ્યમ 2 એ અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત ક્રાઈમ થ્રિલર ડ્રામા બોલિવૂડ ફિલ્મ છે. આ ફિલ્મ 2015માં આવેલી ફિલ્મ દ્રશ્યમનો બીજો ભાગ છે. આ ફિલ્મમાં અજય દેવગન ફરી એકવાર લીડ રોલમાં જોવા મળ્યો છે. આ ફિલ્મમાં અજય ઉપરાંત તબ્બુ, શ્રેયા સરન અને ઈશિતા દત્તા પણ જોવા મળી છે.

કલાકારો: અજય દેવગન, તબ્બુ, અક્ષય ખન્ના, શ્રિયા સરન, ઈશિતા દત્તા, સૌરભ શુક્લા, મૃણાલ
ભાષા: હિન્દી
બજેટઃ રૂ. 50 કરોડ
બોક્સ ઓફિસઃ 300 કરોડ (ફિલ્મ હજુ પણ થિયેટર્સમાં છે)

ભૂલ ભુલૈયા-2:
‘વેલકમ’ અને ‘રેડી’ જેવી ફિલ્મોથી દર્શકોનું મનોરંજન કરનાર અનીસ બઝમીએ કાર્તિક આર્યન સાથે ‘ભૂલ ભુલૈયા 2’ બનાવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. રૂહ બાબાની કલાત્મકતા અને મંજુલિકાનો ડરામણો અવતાર બધાને ગમ્યો. જોકે ફિલ્મની શરૂઆત થોડી ધીમી હતી. ફિલ્મે પહેલા દિવસે 14.11 કરોડનો બિઝનેસ કર્યો હતો. સ્થાનિક બોક્સ ઓફિસ પર ફિલ્મનું કલેક્શન સારું રહ્યું હતું.

કલાકાર: કાર્તિક આર્યન, કિયારા અડવાણી, તબ્બુ
ભાષા: હિન્દી
બજેટઃ રૂ. 70 કરોડ
ડોમેસ્ટિક ગ્રોસ: રૂ. 220 કરોડ
વર્લ્ડવાઇડ ગ્રોસ: રૂ. 266 કરોડ

Raw (Beast):
બીસ્ટ ફિલ્મ એ ચેન્નાઈના એક મોટા શોપિંગ મોલને આતંકવાદીઓ દ્વારા હાઇજેક કરવાની વાર્તા છે, જે પછી આખા શહેરમાં સનસનાટી ફેલાઈ જાય છે અને સામાન્ય લોકો અને રાજકારણીઓમાં પણ ભયનો વાતાવરણ છે કારણ કે મંત્રીનો પરિવાર પણ અંદર હોય છે. પરંતુ વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે જાહેર થાય છે કે RAWનો સૌથી ખતરનાક અને ભયજનક વિભાગોમાંનો એક વીર રાઘવ પણ ભૂલથી તે જ મોલમાં ફસાયેલો છે.

કલાકારો: વિજય, પૂજા હેગડે, સેલવારાઘવન
ભાષા: તમિલ
બજેટઃ રૂ. 150 કરોડ
ડોમેસ્ટિક ગ્રોસ: રૂ. 140 કરોડ
વર્લ્ડવાઇડ ગ્રોસ: રૂ. 236 – 250 કરોડ

ગંગુબાઈ કાઠિયાવાડી:
સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ગંગુબાઈ કાઠિયાવાડી એક બાયોપિક ડ્રામા છે. ફિલ્મની વાર્તા કમાઠીપુરાની ગંગુબાઈના જીવન પર આધારિત છે, જેને તેના પ્રેમી અથવા પતિએ માત્ર રૂ. 1000માં વેચી દીધી હતી અને પછી તે સેક્સ વર્કર બની ગઈ હતી.

કલાકારો: આલિયા ભટ્ટ, શાંતનુ મહેશ્વરી, વિજય રાઝ, અજય દેવગન
ભાષા: હિન્દી
બજેટઃ રૂ. 125 કરોડ
ડોમેસ્ટિક ગ્રોસ: રૂ. 129 કરોડ
વર્લ્ડવાઇડ ગ્રોસ: રૂ. 210 કરોડ (અંદાજે)

સરકારુ વારી પાતા:
‘સરકારુ વારી પાતા’ બેંક લોન કૌભાંડો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને કેવી રીતે સરકાર તેના પોતાના લોકોને નિરાશ કરે છે. જેમણે બેંકમાંથી લોન લીધી છે, જો તેઓ સમયસર ચુકવણી કરવામાં નિષ્ફળ જાય છે, તો સરકાર તેમની સામે આંખ આડા કાન કેવી રીતે કરી શકે. આ ફિલ્મ ગંભીર સંદેશ આપે છે.

કલાકાર: મહેશ બાબુ, કીર્તિ સુરેશ, સમુતિરકાની
ભાષા: તેલુગુ
બજેટઃ રૂ. 60 કરોડ
સ્થાનિક ગ્રોસઃ રૂ. 140 કરોડ
વર્લ્ડવાઇડ ગ્રોસ: રૂ. 180 – 230 કરોડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news