હાઈ લા... શું માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ઘટી ગઈ? જાણો શું છે તેની પાછળ કારણ 

2015માં આવેલા ભૂકંપ (Earthquake)  સહિતના કારણોથી માઉન્ટ એવરેસ્ટ (Mount Everest) ની ઊંચાઈ ઘટી હોવાની આશંકા છે. જેથી માઉન્ટ એવરેસ્ટની ચોટી સુધી માપણી કરી નેપાલ-અને ચીન સંયુક્ત રીત નવા આંકડા જાહેર કરશે.

હાઈ લા... શું માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ઘટી ગઈ? જાણો શું છે તેની પાછળ કારણ 

નવી દિલ્હી: 2015માં આવેલા ભૂકંપ (Earthquake)  સહિતના કારણોથી માઉન્ટ એવરેસ્ટ (Mount Everest) ની ઊંચાઈ ઘટી હોવાની આશંકા છે. જેથી માઉન્ટ એવરેસ્ટની ચોટી સુધી માપણી કરી નેપાલ-અને ચીન સંયુક્ત રીત નવા આંકડા જાહેર કરશે. સર્વે ઓફ ઈન્ડિયાએ 1954માં માપણી કરી હતી. જેમાં માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8 હજાર 848 મીટર હતી. જો કે 2015માં આવેલ વિનાશક ભૂકંપથી માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈમાં ફેરફાર થયો હોવાની આશંકા છે. જેથી તળીયેથી માઉન્ટ એવરેસ્ટના શીખર સુધી ફરી માપણી કરવાની નેપાળ શરૂઆત કરી..

એવરેસ્ટની 8,848 મીટર ઊંચાઈ પર વિવાદ
માઉન્ટ એવરેસ્ટની વર્તમાન ઊંચાઈ 8,848 મીટર છે. જે ભારતે 1954માં જાહેર કરી હતી. પરંતુ આ આંકડાને લઈ હંમેશા વિવાદ થતો રહ્યો છે. જેથી વિવાદ પર પૂર્ણવિરામ મુકવા નેપાલ સરકારે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપવા એક ટીમ રવાના કરી હતી..જેનું નેતૃત્વ સરવેકર્તા ખીમ લાલ ગૌતમ કરી રહ્યા છે અને તેમની મદદ માટે ત્રણ પર્વતારોહક સાથે છે. આ માપણી 2 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો. જેમાં દોઢ વર્ષથી 81 સભ્યોની ટીમ એવરેસ્ટના વિસ્તારની જમીનની સચોટ માપણી કરી રહી છે.

માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈના નવા આંકડા થશે જાહેર
ચીનની એજન્સી શિન્હુઆના મતે 1975મા ચીને માઉન્ટ એવરેસ્ટને માપવામાં આવ્યું હતું. જેમાં સમુદ્રથી શીખર સુધી માઉન્ટ એવરેસ્ટની 8,848.13 મીટર જાહેર કરાઈ હતી. જો કે હવે ઊંચાઈના નવા આંકડા જાહેર કરવા ભૂમ પ્રબંધન, સહયોગી અને ગરીબી મંત્રાલયના અધિકારીઓની પસંદગી કરાઈ છે..કાઠમંડૂ પોસ્ટના દાવા મુજબ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ જાહેર કરવા બેઠકમાં અધિકારીઓની પસંદગી કરાઈ હતી..

નેપાળમાં ભૂંકપ બાદ ઊંચાઈ પર વિવાદ વધ્યો 
2015માં આવેલા વિનાશક ભૂકંપ બાદ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈને અંગે વિવાદ શરૂ થયો હતો. કેમ વૈજ્ઞાનિકોના મતે ભૂકંપમાં માઉન્ટ એવરેસ્ટની પણ ઊંચાઈ ઘટી છે. તેમણે કહ્યું હતું કે એવરસ્ટ નેપાળમાં છે પરંતુ અમે તેને ક્યારે માપ્યો નથી. સાથે ઊંચાઈને લઈ ચાલી રહેલા વિવાદોને પણ પૂર્ણ કરવા માંગીએ છીએ..જેથી અમે આંતરાષ્ટ્રીય નિયમો અનુસાર માપણીનું અભિયાન શરૂ કર્યું.

કેવી રીતે માપવામાં આવે છે ઊંચાઈ?
માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈના નવા આંકડા જાહેર થવાના છે..ત્યારે તમારા મનમા પણ એ સવાલ થતો હશે કે કેવી રીતે પહાળોની માપણી થતી હશે. પહેલા ટ્રિગ્નોમેટ્રીના માધ્યમથી ટ્રાયંગલની ઊંચાઈ માપવામાં આવતી હતી. જેમાં પહાળના શીખર અને જમીન પર પસંદ કરાયેલા સ્થળની વચ્ચેના કાટકોણના આધારે ઊંચાઈ માપવામાં આવતી હતી. જો કે હવે વૈજ્ઞાનિકો પહાળના શીખર પર GPS સિસ્ટમ લગાવે છે અને ત્યાર બાદ સૈટૈલાઈટથી મળતી માહિતી મુજબ અંદાજ લગાવવામાં આવે છે. અરાવલ્લીના પડાળોની સરખામણીએ એવરેસ્ટ અલગ પડાળ છે. એટલે તે સ્થિર પણ નથી અને તેની નિચેની ટેક્ટોનિક પ્લેટ સતત ફરતી રહે છે. જેથી માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈમાં કોઈ ફેરફાર થાય તો પણ આશ્ચર્યની વાત નથી..

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news