રાશિદ લતીફ, નિજ્જર અને હવે દાઉદ મલિક, જાણો વિદેશમાં ભારતના કેટલા દુશ્મન થઈ ગયા ઢેર
Pakistan Terrorists: છેલ્લા એક વર્ષમાં વિદેશી ધરતી પર ભારતના ઘણા દુશ્મનનો અજાણ્યા હુમલાખોરોએ ખાત્મો કરી દીધો છે. તાજેતરમાં દાઉદ મલિકને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. જાણો અત્યાર સુધી ભારતના કયાં-કયાં દુશ્મનો વિદેશની ધરતી પર ઢેર થઈ ચુક્યા છે.
Trending Photos
India Most Wanted Terrorists: વિદેશી ધરતી પર ભારતના મોસ્ટ વોન્ટેડ દુશ્મનનો સતત ખાત્મો થઈ રહ્યો છે. લશ્કરથી લઈને ખાલિસ્તાની આતંકીઓને અજાણ્યા હુમલાખારોએ ઢેર કર્યો છે. આ તે ગુનેગારો છે, જે ભારત માટે લાંબા સમયથી માથાનો દુખાવો બનેલા છે. નવો મામલો દાઉદ મલિકનો. ભારતના આ મોસ્ટ વોન્ટેડ દુશ્મન પાકિસ્તાનના ઉત્તરી વજીરિસ્તાનમાં માર્યો ગયો છે. દાઉદ મલિક મોસ્ટ વોન્ટેડ આતંકી મૌલાના મસૂદ અઝહરનો નજીકનો હતો. આવો જાણીએ અત્યાર સુધી ક્યાં ભારતના વોન્ટેડ આતંકીઓનો ખાત્મો થઈ ચુક્યો છે.
સિયાલકોટમાં શાહિદ લતીફ ઢેર
વર્ષ 2016માં ભારતના પઠાણકોટમાં આતંકવાદી હુમલો થયો હતો. તેનો માસ્ટરમાઇન્ડ હતો જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી શાહિદ લતીફ. તે એનઆઈએના વોન્ટેડ લિસ્ટમાં હતો. પાકિસ્તાનના સિયાલકોટમાં તેની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.
કેનેડામાં માર્યો ગયો હરદીપ સિંહ નિજ્જર
વર્ષ 2020માં ભારતે હરદીપ સિંહ નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. જૂનમાં કેનેડામાં બે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી તેની હત્યા કરી હતી. એજન્સીઓ પ્રમાણે નિજ્જર ખાલિસ્તાન ટાઇગર ફોર્સ (કેટીએફ) માટે રિક્રૂટમેન્ટ કરવા સિવાય તેને ટ્રેનિંગ આપવાનું કામ કરતો હતો.
પીઓકેમાં રિયાઝ અહમદનું મોત
રિયાઝ અહમદ લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર હતો. જાન્યુઆરી 2023માં ડાંગરી આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ તે હતો. 1 જાન્યુઆરીએ રાજૌરીમાં આતંકી હુમલામાં 7 લોકોના મોત થયા હતા અને 14 લોકોને ઈજા થઈ હતી. પીઓકેના રાવલકોટમાં રિયાઝ અહમદની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી.
રાવલપિંડીમાં બશીર અહમદ પીર ઢેર
બશીર અહમદ પીર હિઝ્બુલ મુઝાહિદ્દીનનો કમાન્ડર હતો અને તે જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે આતંકીઓની ભરતી કરતો હતો. તેને આ વર્ષની શરૂઆતમાં અજાણ્યા હુમલાખોરોએ ઠાર કરી દીધો હતો.
કચારીમાં માર્યો ગયો સૈયદ ખાલિદ રઝા
પાકિસ્તાનના આતંકી સંગઠન અલ-બદરનો કમાન્ડર હતો સૈયર ખાલિદ રઝા. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેની પણ અજાણ્યા લોકોએ હત્યા કરી હતી.
મિસ્ત્રી જહૂર ઇબ્રાહિમ
મિસ્ત્રી જહૂર ઇબ્રાહિમ ઈન્ડિયન એરલાયન્સની ફ્લાઇટ આઈસી 814નો મુખ્ય હાઇજેકર હતો. બાઇક પર સવાર થઈને આવેલા હુમલાખોરોએ પાકિસ્તાનના કરાચીમાં તેનો ખાત્મો કર્યો હતો.
લાહોરમાં ઢેર પરમજીત સિંહ પંજવડ
ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના નેતા અને ભારતના દુશ્મન પરમજીત સિંહ પંજવાડની આ વર્ષે મે મહિનામાં બે અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. તે શીખોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે