Covid 19 Symptoms: નખોમાં જોવા મળી રહ્યાં છે આ લક્ષણ, તો સમજો Corona Positive થઈ ચુક્યા છો તમે
કોરોના સંક્રમણ (Coronavirus) નો સામનો કરી રહેલા લોકોમાં અલગ-અલગ પ્રકારના લક્ષણ (Covid 19 Symptoms) જોવા મળી રહ્યાં છે. નવા અભ્યાસ અનુસાર કોવિડ સંક્રમણથી સાજા થઈ ચુકેલા લોકોના નખ (Covid Nails) પર એક લાઇન ઉભરી આવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ દુનિયા કોરોના સંક્રમણ (Coronavirus) થી સંઘર્ષ કરી રહી છે. ભારતના અલગ-અલગ રાજ્યોમાં કોરોના વાયરસ (Coronavirus In India) ની બીજી, ત્રીજી અને ચોથી લહેર ચાલી રહી છે. તેવામાં બધા લોકો ઘરની અંદર રહીને પોતાનું ધ્યાન રાખી રહ્યાં છે. તેમાં કોઈ બે મત નથી કે કોરોનાના લક્ષણ (Covid 19 Symptoms) પણ ખુબ ઝડપથી બદલી રહ્યાં છે.
ધ્યાનથી જુઓ તમારા નખ
જે સિમ્પ્ટમ્સ સ્ટડી એપ (Zoe Symptom Study App) ના મુખ્ય પ્રોફેસર ટિમ સ્પેક્ટર (Professor Tim Spector) એ ટ્વિટર પર એક પોસ્ટ લખીને નખ (Fingernails) પર ધ્યાન આપવા માટે કહ્યું છે. તેમણે ટ્વીટ કરીને પૂછ્યુ કે શું તમારા નખ અલગ જોવા મળી રહ્યાં છે? હકીકતમાં એક સ્ટડી પ્રમાણે, હવે કોવિડ નેલ્સ (Covid Nails) જોઈને કોરોનાની સ્થિતિને સમજી શકાય છે. જે લોકોને ક્યારેય કોરોના સંક્રમણ થઈ ચુક્યું છે, તેમાંથી ઘણા લોકોના નખ પર એક લાઇન ઉભી જોવા મળે છે.
Do your nails look odd? COVID nails are increasingly being recognised as the nails recover after infection and the growth recovers leaving a clear line. Can occur without skin rashes and appears harmless pic.twitter.com/Q1Lfdrc9Dc
— Tim Spector (@timspector) May 3, 2021
થોડા સમય પર જોવા મળશે આ લક્ષણ
પ્રોફેસર ટિમ સ્પેક્ટરે લખ્યુ- કોવિડ સંક્રમણ થયા બાદ નખ ઠીક થઈ જાય છે. આ રિકવરી (Post Covid Recovery) માં નખ પર એક લાઇન બની જાય છે. તે તમારી ત્વચા કે નખની આસપાસ કોઈ નુકસાન પહોંચતુ નથી. તેમણે તે પણ કહ્યું કે, નખનો ગ્રોથ સામાન્ય રીતે 6 મહિનાના ગાળા પર થાય છે. તેથી નખોમાં તે લક્ષણ જોવામાં થોડો સમય લાગી શકે છે.
Corona ટેસ્ટિંગની નવી ગાઇડલાઇન જાહેર, RT-PCR ટેસ્ટ પર ICMRએ કહી મોટી વાત
ગંભીર મામલામાં અલગ છે લક્ષણ
સામાન્ય રીતે નખોના રંગ કે બનાવટમાં કોઈપણ ફેરફાર કેલ્શિયમ કે વિટામિનની (Vitamin Deficiency) કમીને કારણે જોવા મળે છે. પરંતુ પ્રોફેસર ટિમ અનુસાર, આ ફેરફાર કોવિડ સંક્રમણને કારણે પણ થાય છે. જો કોઈ દર્દી સંક્રમણ ગંભીર અવસ્થામાં થાય છે તો નખના શેપમાં પણ ફેરફાર થઈ શકે છે. ડાયાબિટીસ, થાઇરોઇડ, કે આયરનની કમી થવા પર પણ નખોમાં ફેરફાર આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે