કોરોનાથી અચાનક મોતનો આંકડો વધતા WHO પરેશાન, કરી આ ચોંકાવનારી ભવિષ્યવાણી

દુનિયાભરમાં કોરોનાના સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ મહામારીથી મરનારાઓની સંખ્યા 44000 પાર ગઈ છે. બમણી ઝડપથી વધી રહેલા કોરોનાના દર્દીઓએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની ચિંતામાં વધારો કર્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બુધવારે કહ્યું કે કોરોના વાયરસ મહામારી વૈશ્વિક સ્તરે ફેલાતા અને હાલમાં ઝડપથી વધી રહેલા કેસોને લઈને તે ચિંતિત છે.
કોરોનાથી અચાનક મોતનો આંકડો વધતા WHO પરેશાન, કરી આ ચોંકાવનારી ભવિષ્યવાણી

જીનેવા: દુનિયાભરમાં કોરોનાના સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ મહામારીથી મરનારાઓની સંખ્યા 44000 પાર ગઈ છે. બમણી ઝડપથી વધી રહેલા કોરોનાના દર્દીઓએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની ચિંતામાં વધારો કર્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બુધવારે કહ્યું કે કોરોના વાયરસ મહામારી વૈશ્વિક સ્તરે ફેલાતા અને હાલમાં ઝડપથી વધી રહેલા કેસોને લઈને તે ચિંતિત છે.

WHOના પ્રમુખ ડેટરોસ એડહાનોમ ધેબ્રેયાસસે કહ્યું કે ગત સપ્તાહે મૃતકોની સંખ્યા બમણી કરતા વધુ થઈ. આગામી થોડા દિવસોમાં સંક્રમિત લોકોની સંખ્યા 10 લાખ અને મૃતકોની સંખ્યા 50,000 થઈ શકે છે. 

સ્પેનમાં એક જ દિવસમાં સામે આવ્યાં 9222 કેસ
સ્પેનના સ્વાસ્થ્ય અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે દેશમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા 94,417 થઈ છે. મંગળવારે અહીં 9222 કેસ સામે આવ્યાં જે રવિવાર અને સોમવારમાં આવેલા કેસોની સંખ્યા કરતા ઘણા વધુ છે. કોરોનાના કારણે 8189 લોકોના મોત થઈ ચૂક્યા છે. 

કોરોના પીડિતો માટે મૌન
ચીન સિવાયના 200 દેશોમાં લગભગ કોરોનાના 640000 કેસ સામે આવ્યાં છે. જેમાં 10 દેશ એવા છે જેમાં 10,000થી વધુ કેસ જોવા મળ્યાં છે. તેમાંથી મોટાભાગના દેશો યુરોપના છે. ઈટાલીમાં હાલાત સૌથી ખરાબ છે. મંગળવારે આ દેશે કોરોનાના શિકાર લોકો માટે એક મિનિટનું મૌન પાળ્યું. સંક્રમણની કુલ સંખ્યા એક લાખ 10 હજારને પાર ગઈ છે. જેમાંથી લગભગ 13000ના મોત થઈ ચૂક્યા છે. 

જુઓ LIVE TV

જર્મનીમાં સ્થિતિ ભયાનક
જર્મનીમાં મંગળવારે સંક્રમિતોની સંખ્યા 61,913 થઈ થઈ. રોગ નિયંત્રણ અને રોકથામ માટે કામ કરનારી સરકારી એજન્સી અને અનુસંધાન સંસ્થાન, રોબર્ટ કોચ ઈન્સ્ટિટ્યૂટ (આરકેઆઈ)ના અધ્યક્ષ લોથર વિલેરે ચેતવણી આપી છે કે જર્મનીમાં મૃત્યુદર વધી જશે. 

આ દેશ સૌથી વધુ પ્રભાવિત
ઓસ્ટ્રિયામાં પણ કોરોનાના કેસ  ઝડપથી વધી રહ્યાં છે. ઈટાલી, સ્પેન, જર્મની, ફ્રાન્સ, બ્રિટન, સ્વિટ્ઝરલેન્ડ, બેલ્જિયમ, અને નેધરલેન્ડ બાદ ઓસ્ટ્રિયા 10000થી વધુ કોરોના દર્દીઓ સાથે દુનિયામાં નવમાં નંબરે પહોંચ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news