Coronavirus Latest Updates: WHOની ચેતવણી, ફરી ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ

શુક્રવારના અમેરિકા (United States)માં કોરોના વાયરસ (Coronavirus)ના સાત મિલિયન નો આંક પાર થયા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (World Health Organization)એ ચિંતા વ્યક્ત કરી છે. WHOએ ચેતવણી આપી છે કે, કોરોના વાયરસનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે. 

Coronavirus Latest Updates: WHOની ચેતવણી, ફરી ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ

નવી દિલ્હી: શુક્રવારના અમેરિકા (United States)માં કોરોના વાયરસ (Coronavirus)ના સાત મિલિયન નો આંક પાર થયા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (World Health Organization)એ ચિંતા વ્યક્ત કરી છે. WHOએ ચેતવણી આપી છે કે, કોરોના વાયરસનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે. જો સંક્રમણ (Infection)ને રોકવાના ઉપાયો ઝડપથી કરવામાં આવશે નહીં તો કોરોના વાયરસના કારણે વૈશ્વિક મૃત્યુ દર (global death due to coronavirus) બમણો થઇ શકે છે.

20 લાખ લોકોનું થઇ શકે છે મોત
ડબ્લ્યૂએચઓના ઇમરજન્સી ડિરેક્ટર માઈકલ રેયન (emergencies director WHO Michael Ryan)એ કહ્યું, કોરોના વાયરસ આવ્યા બાદ અત્યાર સુધીમાં એક મિલિયન (10 લાખ) લોકોના મૃત્યુની પહેલાથી જ એક ભયાનક સંખ્યા છે અને આપણે તેને કંટ્રોલ કરવા માટે ધ્યાન આપવાની જરૂરીયાત છે. આ પહેલા કે આપણે બે મિલિયન (20 લાખ) પર પહોંચીએ. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું આપણે તે નંબર (બે મિલિયન)થી બચવા માટે સામૂહિક રીતે પ્રયાસ કરવા માટે તૈયાર છીએ?

યૂકેમાં અત્યાર સુધીના એક દિવસના સૌથી મોટા આંકડા
જોન્સ હોપકિંસ યુનિવર્સિટી (Johns Hopkins University)ના COVID-19 લાઇવ ટ્રેકર અનુસાર શુક્રવારના અમેરિકા કોરોના વાયરસથી 70 લાખ આંકડાને પાર કરી ગયું છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (United States)માં હવે કોરોના વાયરસ 7,005,746 કેસ છે. જે દુનિયામાં સૌથી વધારે છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 2,03,240 લોકોના મોત થયા છે.

બોરિસ જોહ્ન્સન સરકાર (Boris Johnson government)એ મંગળવારના કોરોનાના વધતા કેસનો સામનો કરવા માટે નવા પ્રતિબંધોની જાહેરતા કરી હતી. ત્યારબાદ શુક્રવારના UKમાં 6,874 નવા કોરોના વાયરસના કેસ એક દિવસમાં આવ્યા, જે મહામારીની શરૂઆત બાદ અત્યાર સુધીની સૌથી મોટી દૈનિક વૃદ્ધિ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news