Coronavirus: ભારતમાં કોરોના સંક્રમણ વધતા દુનિયા ચિંતાતૂર, આ દેશે લીધો મોટો નિર્ણય

ભારતમાં કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે હોંગકોંગે ભારતથી આવતી અને જતી ફ્લાઈટ્સ પર 20 એપ્રિલથી 3 મે સુધી રોક  લગાવી છે. હોંગકોંગ સરકારે આ નિર્ણય વધતા સંક્રમણના પગલે લીધો છે. આ મહિને વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટથી ગયેલા 50 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. 
Coronavirus: ભારતમાં કોરોના સંક્રમણ વધતા દુનિયા ચિંતાતૂર, આ દેશે લીધો મોટો નિર્ણય

હોંગકોંગ: ભારતમાં કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે હોંગકોંગે ભારતથી આવતી અને જતી ફ્લાઈટ્સ પર 20 એપ્રિલથી 3 મે સુધી રોક  લગાવી છે. હોંગકોંગ સરકારે આ નિર્ણય વધતા સંક્રમણના પગલે લીધો છે. આ મહિને વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટથી ગયેલા 50 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. 

પાકિસ્તાન અને ફિલિપાઈન્સની ફલાઈટ્સ ઉપર પણ રોક
હોંગકોંગની સરકારે ભારત ઉપરાંત પાકિસ્તાન અને ફિલિપાઈન્સથી ત્યાં આવતી ફ્લાઈટ્સ ઉપર પણ 20 એપ્રિલથી 3 મે સુધી રોક લગાવી છે. પાકિસ્તાન અને ફિલિપાઈન્સમાં પણ કોવિડ-19નું સંક્રમણ વધી રહ્યું છે. 

20 એપ્રિલ રાતે 12 વાગ્યાથી તમામ ફ્લાઈ્ટસ પર રોક
હોંગકોંગ સરકારે પોતાના નિવેદનમાં કહ્યું કે ભારત, પાકિસ્તાન અને ફિલિપાઈન્સથી આવનારી ફ્લાઈટ્સ પર રોક લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. 20 એપ્રિલ રાતે 12 વાગ્યાથી 14 દિવસ માટે આ દેશોની તમામ પેસેન્જર ફ્લાઈટ્સને હોંગકોંગમાં ઉતરવાથી રોકવામાં આવશે. 

હોંગકોંગ જનારા મુસાફરોએ આરટી પીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી
હોંગકોંગના નિયમો મુજબ ત્યાં જવાના વધુમાં વધુ 72 કલાક પહલા તમામ મુસાફરોએ આરટીપીસીઆર ટેસ્ટ (RT-PCR Test) કરાવીને કોવિડ-19 નિગેટિવ રિપોર્ટ દેખાડવો જરૂરી છે. 

આ અગાઉ રવિ વારે હોંગકોંગ સરકારે મુંબઈથી હોંગકોંગ વચ્ચે ચાલનારી વિસ્તારા ફ્લાઈટ્સની તમામ ઉડાણને બે મે સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય વિસ્તારાની મુંબઈ-હોંગકોંગ ફ્લાઈટથી પહોંચેલા 3 લોકો રવિવારે કોરોના સંક્રમિત નીકળ્યા બાદ લેવાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news