Amitabh Bachchan ની જોવાની ક્ષમતા જતી તો નથી રહીને? જાણો જ્યારે લોકોને એવું લાગ્યું પછી શું થયું


મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એ પોતાનો એક ફોટો શેર કરતા એક રસપ્રદ ઘટના શેર કરી.

Amitabh Bachchan ની જોવાની ક્ષમતા જતી તો નથી રહીને? જાણો જ્યારે લોકોને એવું લાગ્યું પછી શું થયું

ઝી બ્યૂરો, અમદાવાદઃ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ને શનિવારે પોતાના તડકાવાળા ચશ્મામાં રેટ્રો સ્વેગર ફોટો પોસ્ટ કર્યો. તેમણે લખ્યું કે આ એ દિવસો હતા જ્યારે ચશ્મા માત્ર ફોટો ખેંચાવા માટે  લગાવતા હતા. એ દિવસોમાં ચશ્મા પહેરવા પ્રચલનમાં ન હતા. આ સમયમાં કેટલાક લોકોને એવું લાગ્યું હતું કે મારી આંખોની જોવા માટેની ક્ષમતા જતી રહી છે.

ફોટા સાથે સંભળાવ્યો કિસ્સો
અમિતાભ બચ્ચને (Amitabh Bachchan)  ઇન્સ્ટાગ્રામમાં ફોટા સાથે લખ્યું  'એ પણ શું દિવસો હતા જ્યારે સાર્વજનિક રૂપથી કે સાર્વજનિક સમારોહમાં આવા ચશ્મા પહેરેલો દેખાતો હતો. મને ચશ્મા પહેરવાનું પસંદ હતું અને હું પહેરતો હતો. લોકોને એવું લાગતું હતું કે મારી આંખોની જોવાની ક્ષમતા જતી રહી છે. પરંતુ...'

આ ફિલ્મોમાં મળશે જોવા
77 વર્ષના સુપરસ્ટાર પાસે આવતા મહિનાઓમાં ફિલ્મોની લાઈન લાગી છે. તે 'ઝુંડ', 'મર્ઈડે', 'અલવિદા', 'દ ઈન્ટર્ન' અને 'બ્રહ્માસ્ત્ર' માં જોવા મળશે. તેમની ફિલ્મ પ્રભાસ અને દીપિકા પાદુકોણની સાથે પણ આવવાની છે પરંતુ હજુ ફિલ્મનું નામ સામે આવ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news