Eco Friendly Mask: ફેંકી દીધેલા Mask માંથી ઉગશે છોડ, પર્યાવરણની થશે જાળવણી

કોરોના(corona virus)થી બચવા માટે (mask) અમોઘ ઉપાય છે. સતત (mask) પહેરી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. એવામાં (mask)નો નિકાલ કરવો સૌથી મોટી સમસ્યા છે. જેનો ઉપાય મેંગ્લોરના એક યુવકે ઈકો ફ્રેન્ડલી (mask) બનાવીને આપ્યો છે.

Eco Friendly Mask: ફેંકી દીધેલા Mask માંથી ઉગશે છોડ, પર્યાવરણની થશે જાળવણી

ઝી બ્યૂરો, અમદાવાદઃ (mask) એટલે કોરોના(corona virus)થી બચવાનો રામબાણ ઈલાજ. કોરોના(corona virus) કાળમાં જ્યાં (mask) પહેરવાનું ફરજિયાત છે ત્યારે તેના નિકાલ કરવાની ચિંતા પણ હોય છે. દુનિયાભરમાં (mask) ઉપયોગમાં લેવામાં હોવાથી તેનો નિકાલ એક પ્રકારે પ્રદૂષણનું કારણ બની શકે છે. પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે. જેના માટે હવે મેંગ્લોરના યુવકે ઈકો ફ્રેન્ડલી (mask) તૈયાર કર્યું છે. 

મેંગ્લોરના યુવકે બનાવેલું આ ઈકો ફ્રેન્ડલી (mask) ચર્ચાનો વિષય બન્યું છે. આ (mask) બનાવવા માટે કાગળ અને તુલસી-ટમેટાના બીજનો પણ ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઈકો ફ્રેન્ડલી (mask)ને ફેંક્યા બાદ પણ તે ઉપયોગી બને છે. અત્યારે બજારમાં જે (mask) મળી રહ્યા છે, તેના ઉપયોગ બાદ તેનો રિ-યુઝ થઈ શકતો નથી, પણ આ (mask) પર્યાવરણની જાળવણી માટે ખૂબ ઉપયોગી બની શકે તેમ છે. આ (mask)ની ખાસિયત એ છે કે, આ (mask)ને યોગ્ય જગ્યાએ ફેંક્યા બાદ તેમાંથી છોડ ઉગશે.

કોટન અને કાગળનો ઉપયોગ કરીને અનોખું (mask) બનાવાયું છે. જે પાણી અને જમીનના સંપર્કમાં આવ્યા બાદ (mask)માં રહેલા બીજને કારણે છોડ ઉગાડશે. હાલ આ યુવકે 400 જેટલા ઈકો ફ્રેન્ડલી (mask) બનાવ્યા છે.આ (mask)નો એક વાર ઉપયોગ કર્યા બાદ ફરી વાર (mask) તરીકે ઉપયોગ નથી કરવાનો પરંતું યોગ્ય જગ્યાએ તેને મૂકવાનું છે, જેથી ત્યાં છોડ ઉગી શકે.

ચેન્નઈ અને બેંગલુરુ સહિત વિવિધ સ્થળોથી કેટલાક લોકોએ આવા ઈકો ફ્રેન્ડલી (mask)ની માગ કરી છે અને (mask) ને પગલે આ યુવક પ્રોડક્શન પણ વધારી રહ્યો છે.આ ઉપરાંત આ યુવક ઈકો ફ્રેન્ડલી કપડા, ઈકો ફ્રેન્ડલી જ્વેલરી, વિવિધ બાસ્કેટ, ટૂથબ્રસ, પેન, વાસણો અને અન્ય ચીજ-વસ્તુઓ પણ બનાવી ચૂક્યો છે... યુવકે ઈકો ફ્રેન્ડલી તિરંગો પણ બનાવ્યો હતો. 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ માટે આ યુવક ઈકો ફ્રેન્ડલી ધ્વજ પણ બનાવે છે, જે ધ્વજનો ઉપયોગ પર્યાવરણ માટે થઈ ચૂક્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news