Coronavirus: ચીનમાં 139 નવા કેસ આવ્યા સામે, મૃત્યુ પામનારનો આંકડો 3000ને પાર

ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસને કારણે અત્યાર સુધી ચીનમાં કુલ 3012 લોકોના મોત થયા છે, જ્યારે 80,406 લોકોમાં તેના ચેપની પુષ્ટિ થઈ છે. બુધવારે કોરોના વાયરસના નવા 139 કેસ સામે આવ્યા છે. 
 

Coronavirus: ચીનમાં 139 નવા કેસ આવ્યા સામે, મૃત્યુ પામનારનો આંકડો 3000ને પાર

બેઇજિંગઃ ચીનમાં કોરોના વાયરસથી વધુ 31 લોકોના મોત થયા છે. ત્યારબાદ મૃત્યુ પામનારની સંખ્યા 3000ને પાર પહોંચી ગઈ છે. કુલ કન્ફર્મ મામલાની સંખ્યા 80,400થી વધુ છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે સાવચેતીમાં કોઈ પ્રકારની કમી ન કરવાની અપીલ કરતા કહ્યું કે, ચેપથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત વુહાનમાં સકારાત્મક પ્રગતિ છતાં સ્થિતિ હજુ પણ ગંભીર બનેલી છે. 

ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે ગુરૂવારે કહ્યું કે, બુધવારે કોરોના વાયરસના 139 નવા મામલા સામે આવ્યા છે અને 31 લોકોના મોત થયા છે. આયોગે કહ્યું કે, બુધવારે તેના ચેપના 143 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ગંભીર મામલાની સંખ્યા 464 ઘટીને 5,952 થઈ ગઈ છે. હજુ પણ આશંકા છે કે 522 લોકો આ ઘાટક વાયરસથી ચેપી છે. 

ચીનની મુખ્ય ભૂમિમાં બુધવારની રાત સુધી કોવિડ-19 (બીમારીનું સત્તાવાર નામ)ના કુલ 80409 મામલાની પુષ્ટિ થઈ છે. તેમાં 3012 તે લોકો પણ સામેલ છે જેનું આ વાયરસને કારણે મોત થયું છે અને 25352 દર્દીઓની સારવાર ચાલી રહી છે જ્યારે 52,045 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. બુધવારે રાત સુધી, બહારથી આવેલા 20 લોકોમાં કોરોના વાયરસનો ચેપ હોવાની સૂચના છે. 

સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ સમાચાર આવ્યા છે કે બુધવારે રાત સુધી હોંગકોંગમાં 104 મામલાની પુષ્ટિ થઈ છે અને બે લોકોના મોત થયા છે. મકાઉમાં 10 અને તાઇવાનમાં 42 લોકોની પુષ્ટિ થઈ છે. તાઇવાનમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ સિવાય હોંગકોંગમાં 43, મકાઉમાં નવ અને તાઇવાનમાં 12 દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news