પરીક્ષામાં નકલી વિદ્યાર્થી બેસાડવા માટે બનાવાતી નકલી રિસિપ્ટ, કૌભાંડ જોઇને ચોંકી ઉઠશો

દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ ચાલુ થઇ છે, ત્યારે પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓને બેસાડવા માટેનું નકલી રીસીપ્ટ બનાવવાના કૌભાંડનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસની ટુકડીએ ગત રાત્રીના રેડ કરી આધુનિક સાધનો સાથે નકલી રીસીપ્ટ સહીત ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે આ પ્રકરણમાં જૂનાગઢ ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર અને પુત્રી સામે ફરિયાદ દાખલ કરતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર રાજ્યમાં આજથી દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ શરુ થઇ છે, ત્યારે સબ સલામત હોવાના દાવા કરતા શિક્ષણ વિભાગને મોટી લપડાક મારે તેવું એક મોટું કૌભાંડ જૂનાગઢ પોલીસે ઝડપી પડ્યું છે.
પરીક્ષામાં નકલી વિદ્યાર્થી બેસાડવા માટે બનાવાતી નકલી રિસિપ્ટ, કૌભાંડ જોઇને ચોંકી ઉઠશો

હનિફ ખોખર/જૂનાગઢ: દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ ચાલુ થઇ છે, ત્યારે પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓને બેસાડવા માટેનું નકલી રીસીપ્ટ બનાવવાના કૌભાંડનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસની ટુકડીએ ગત રાત્રીના રેડ કરી આધુનિક સાધનો સાથે નકલી રીસીપ્ટ સહીત ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે આ પ્રકરણમાં જૂનાગઢ ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર અને પુત્રી સામે ફરિયાદ દાખલ કરતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર રાજ્યમાં આજથી દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ શરુ થઇ છે, ત્યારે સબ સલામત હોવાના દાવા કરતા શિક્ષણ વિભાગને મોટી લપડાક મારે તેવું એક મોટું કૌભાંડ જૂનાગઢ પોલીસે ઝડપી પડ્યું છે.

પરીક્ષામાં ડમી વિદ્યાર્થીને બેસાડવા માટે જૂનાગઢમાં એક ગિરોહ કામ કરી રહી હતી. વિદ્યાર્થીનોને નકલી રીસીપ્ટ બનાવી આપી પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓને બેસાડવા માટેના કૌભાંડની પોલીસને જાણ થતાં જ ગત રાત્રીના જૂનાગઢના દોલતપર વિસ્તારમાં એક મકાન ઉપર એસઓજી પોલીસના જવાનો ત્રાટક્યા હતા. 47 જેટલી નકલી રીસીપ્ટ, આધુનિક સાધનો સહિત ત્રણ આરોપીઓને ઝડપી પડ્યા હતા. જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે એક પ્રેસ કન્ફરન્સ યોજીને માહિતી આપતા જણાવ્યું હતું કે, કાવતરાખોર ત્રણ આરોપીઓ 44 વિદ્યાર્થીઓ સહીત કુલ 47 સામે ફોર્જરી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સૌરભ સિંઘે વધુમાં જણાવ્યું હતું કે ઝડપાયેલા આરોપીઓ વિદ્યાર્થીઓ પાસેથી ત્રણ હાજરથી લઈને 20 હાજર સુધીની રકમ લઈને નકલી રીસીપ્ટ બનાવી આપતા હતા. જોકે પોલીસ જયારે દરોડો પાડ્યો ત્યારે 44 વિદ્યાર્થીઓની જે નકલી રીસીપ્ટ ઝડપાઇ હતી તેમાં જૂનાગઢ ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર અને પુત્રી સામે ફરિયાદ દાખલ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પોલીસે અત્યારે મુખ્ય સૂત્રધાર જુનાગઢનો રહેવાસી રાજેશ ડાયા ગુજરાતી તેમજ કેશોદનો રણજિત ગઢવી અને બામણાસા ગામનો પ્રવીણ સોલંકી નામ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. જયારે બીજા 44 વિદ્યાર્થીઓ ફરાર હોવાનું જણાવ્યું છે, સિંઘે જણાવ્યું કે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને રાજકોટ જિલ્લાના વિદ્યાર્થીઓની નકલી રીસીપ્ટ મળી છે અને હવે પોલીસ વિવિધ દિશાઓમાં તાપસ ચલાવી રહી છે, કે કૌભાંડમાં કોઈ સરકારી કર્મચારી સંડોવાયેલો છે કે નહિ તેમજ અગાઉની પરીક્ષાઓમાં આ પ્રકારે કૌભાંડ આચર્યું હતું કે નહિ? વગેરે સવાલો સામે પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ભાવનગરના ખેડૂતે પોતાનું ખેતર ખુલ્લું મુકી દીધું પશુઓને ચરવા માટે ! કારણ છે દિલ ચીરી નાખે એવું
સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દેનાર આ નકલી રીસીપ્ટ કૌભાંડમાં પોલીસે જૂનાગઢ ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર અને પુત્રી સામે ફરિયાદ દાખલ કાર્ય પછી તે અંગે આગળ કોઈજ વાત કરી નથી. પોલીસના છાપ સમયે ઝડપાયેલ ડુપ્લીકેટ રસીદોને બતાવી નથી એટલે ક્યાંકને ક્યાંક આ પ્રકરણ ને જાણી જોઈને દબાવવાનો પ્રયત્ન થઇ રહ્યો હોવાની શંકાઓ સેવાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news