ચીનમાં કોરોના તોડી નાંખશે છેલ્લા તમામ રેકોર્ડ, એક જ દિવસમાં પોઝિટીવ થઈ શકે છે 3 કરોડ 70 લાખ લોકો

Corona In China: અમેરિકાના મહામારી વિશેષજ્ઞે ચેતવણી આપી છેકે આવનારા 90 દિવસોમાં લગભગ 60 ટકા ચીનના લોકો કોરોનાની ઝપેટમાં આવી શકે છે. ચીનમાં જે રીતે કોરોનાનો બીએફ.7 વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે જે ઓમિક્રોનનો જ એક સબ વેરિયન્ટ છે.

ચીનમાં કોરોના તોડી નાંખશે છેલ્લા તમામ રેકોર્ડ, એક જ દિવસમાં પોઝિટીવ થઈ શકે છે 3 કરોડ 70 લાખ લોકો

બીજિંગ: ચીનમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. તેની વચ્ચે આખી દુનિયા માટે ડરામણા સમાચાર સામે આવ્યા છે. બ્લૂમબર્ગે સરકારના ટોચના સ્વાસ્થ્ય મેનેજમેન્ટના અનુમાનના હવાલાથી જણાવ્યું કે ચીનમાં લગભગ 37 મિલિયન એટલે 3 કરોડ 70 લાખ લોકો એક જ દિવસમાં કોરોનાથી સંક્રમિત બની શકે છે. ચીનમાં હાલમાં કોરોનાનો પ્રકોપ દુનિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રકોપ બનતો જોવા મળી રહ્યો છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગની બુધવારે થયેલી એક આંતરિક બેઠક અનુસાર ડિસેમ્બરના પહેલાં 20 દિવસમાં લગભગ 248 મિલિયન લોકો એટલે કે18 ટકાવસ્તીના લોકો વાયરસથી સંક્રમિત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. બ્લૂમબર્ગે જણાવ્યું કે જો સાચું છે તો સંક્રમણ દર જાન્યુઆરી 2022માં સ્થાપિત લગભગ 40 લાખના છેલ્લા રેકોર્ડને તોડી નાંખશે.

કોરોના પોઝિટિવ લોકો પણ કરી રહ્યા છે કામ
ફોર્ચ્યુને જણાવ્યું કે ચીનના  અધિકારી અને કંપનીઓ અર્થવ્યવસ્થાને ચાલુ રાખવા માટે કોવિડ પોઝિટીવ લોકોને કામ પર પાછા ફરવાનું કહે છે. જેના પછી કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. જેજિયાંગ પ્રાંતના અધિકારીઓએ રવિવારે જાહેરાત કરી હતી કે જેમના રિપોર્ટ પોઝિટીવ છે. તે કામ પર પાછા આવી શકે છે. જ્યાં સુધી તેમનામાં બીજા કોઈ લક્ષણ જોવા ન મળે. પછી સોમવારે ચીનના મુખ્ય શહેરોમાંથી એક અને મુખ્ય મેન્યુફ્રેક્ચરિંગ કેન્દ્ર ચોંગકિંગ છે. અહીંયા હળવા  લક્ષણોવાળા લોકોને પરીક્ષણ વિના ઓફિસ બોલાવ્યા છે.

કોરોના દર્દીઓને કામ પર પાછા આવવાનો આદેશ
એક દિવસ પછી બીજિંગ શહેરના અધિકારીઓએ કહ્યું કે હોમ આઈસોલેશનમાં રહેનારા કોવિડ-પોઝિટીવ દર્દી પરીક્ષણ વિના કામ પર પાછા ફરી શકે છે. જ્યાં સુધી તેમને તાવ જેવા લક્ષણો ન જોવા મળે. ફોર્ચ્યુને જણાવ્યું કે આ પહેલાં હોમ આઈસોલેશનમાંથી બહાર આવવા માટે નેગેટિવ ટેસ્ટની જરૂરિયાત રહેતી હતી. ફેક્ટરીઓ પણ પોતાના કર્મચારીઓને કોરોનાની લહેર માટે તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે.

ફેક્ટરીઓમાં મોકલવામાં આવી દવાઓની ટ્રક
12 ડિસેમ્બરે ઈલેક્ટ્રિક-કાર નિર્માતા નિયોના અધ્યક્ષ કિન લિહોંગે પત્રકારોને જણાવ્યું હતું કે કંપનીએ સારી રીતે થવા માટે દવાઓ અને ઉપકરણોના ટ્રક કારખાનામાં મોકલ્યા હતા. કેટલાંક નિર્માતા ક્લોઝ્ડ-લૂપ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યાં કર્મચારી કડક નિયંત્રણની સાથે સાઈટ પર રહે છે. જેથી સંક્રમણને  દૂર રાખી શકાય. ફોર્ચ્યુને જણાવ્યું કે ટેસ્લા જેવી કંપનીઓેએ આ પ્રણાલીનો ઉપયોગ પહેલાની કોરોનાની લહેર અને લોકડાઉન દરમિયાન ફેક્ટરી લાઈનને ચાલુ રાખવા માટે કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news