Study: દુનિયાભરમાં 10 હજારથી વધુ વાયરસ ફેલાયેલા છે, જાણો ભારત માટે શું છે ચિંતાનું કારણ

જો તમને પણ એમ થતું હોય કે આ તો સતત નવા નવા વાયરસ સામે આવતા જ રહે છે તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રિસર્ચર્સે તેની પાછળનું કારણ શોધી નાખ્યું છે.

Study: દુનિયાભરમાં 10 હજારથી વધુ વાયરસ ફેલાયેલા છે, જાણો ભારત માટે શું છે ચિંતાનું કારણ

નવી દિલ્હી: જો તમને પણ એમ થતું હોય કે આ તો સતત નવા નવા વાયરસ સામે આવતા જ રહે છે તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રિસર્ચર્સે તેની પાછળનું કારણ શોધી નાખ્યું છે. જળવાયુ પરિવર્તનના કારણે જાનવરોએ ઠંડી જગ્યાએ તરફ જવું પડશે જ્યાં તેમનો સામનો પહેલીવાર કોઈ અન્ય પ્રજાતિ સામે થશે અને આ કારણસર માણસોને પ્રભાવિત કરનારા નવા નવા વાયરસનું જોખમ વધશે. 

રિસર્ચર્સે ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે હાલના સમયમાં ઓછામાં ઓછા 10,000 વાયરસ ગૂપચૂપ જાનવરોમાં ફેલાયેલા છે અને આ વાયરસમાં માણસોના શરીરને ભેદવાની પણ ક્ષમતા રહેલી છે. તે મોટાભાગે જંગલોમાં મળી આવતા જાનવરોમાં જોવા મળે છે. 

જર્નલ નેચરમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ જેમ જેમ તાપમાન વધી રહ્યું છે તેમ તેમ જાનવરોએ પોતાની સ્થાયી જગ્યા છોડવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. જેના કારણે તેમનું પહેલીવાર અન્ય પ્રજાતિઓ સાથે મળવાનું થશે. જો આમ જ ચાલતું રહ્યું તો 2070 સુધીમાં જાનવરોમાં 15 હજારથી વધુ નવા વાયરસ આવી શકે છે. 

જાર્જટાઉન યુનિવર્સિટીના રોગ વિશેષજ્ઞ અને અધ્યયનના મુખ્ય લેખક ગ્રેગરી અલ્બરીનું કહેવું છે કે અમે બીમારીઓના સામે આવવાની સ્થિતિ મુદ્દે એક તંત્ર તૈયાર કર્યું છે. જે ભવિષ્યમાં જાનવરોની વસ્તીના સ્વાસ્થ્ય માટે જોખમ સાબિત થઈ શકે છે. આ જોખમ આગળ જઈને ક્યાંકને ક્યાંક આપણા સ્વાસ્થ્ય માટે પણ જોખમ સાબિત થશે. 

આ અભ્યાસને પૂરો કરવા માટે લગભગ 5 વર્ષનો સમય લાગ્યો જેમાં 3,139 જાનવરોની પ્રજાતિઓ પર અભ્યાસ કરાયો. રિસર્ચર્સે જળવાયુ પરિવર્તનને ધ્યાનમાં રાખતા બદલાતા હાલાત, અને તે સમયે જાનવરોની ગતિવિધિઓ જોવાની કોશિશ કરી. રિસર્ચર્સે એ પણ જાણકારી મેળવવાની કોશિશ કરી કે કેવી રીતે વાયરલ સંક્રમણ માણસોને પ્રભાવિત કરશે. 

રિસર્ચર્સે જાણ્યું કે જાનવરો વચ્ચે નવા સંબંધ બમણી તાકાતથી પ્રભાવિત કરશે ખાસ કરીને તે જગ્યાઓ પર જ્યાં તેઓ પહેલીવાર કોઈ અન્ય પ્રજાતિને મળશે પરંતુ આ બધુ આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયામાં વધુ જોવા મળશે. 

આ દેશો પર સૌથી વધુ જોખમ
રિસર્ચર્સનું કહેવું છે કે જળવાયુ પરિવર્તનના કારણે વધુ વસ્તીવાળા વિસ્તારોમાં પણ કેટલાક જાનવરો વચ્ચે પહેલીવાર સંપર્ક થશે. જ્યાંના લોકો કેટલાક વાયરસ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હશે. આથી આ વિસ્તારોમાં આ વાયરસના ફેલાવવાનું જોખમ સૌથી વધુ હશે. 

રિસર્ચમાં જાણવા મળ્યું કે સાહેલ, ઈથોપિયન હાઈલેન્ડ અને રિફ્ટ વેલી, ભારત, પૂર્વી ચીન, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને યુરોપના કેટલાક વસ્તીવાળા શહેર પણ આ વાયરસના ફેલાવવાના પ્રમુખ કેન્દ્ર બની શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news