ભારતની 'ડિજિટલ સ્ટ્રાઈક'થી ચીન પરેશાન, ડ્રેગને સ્વીકાર્યું- એપ પ્રતિબંધથી થશે અબજો ડોલરનું નુકસાન!
પૂર્વ લદાખમાં સરહદ પર તણાવ અને ચીનની દગાખોરી બાદ ભારતે ચીનની 59 એપ્સને દેશની સુરક્ષા સામે જોખમ ગણાવીને બેન કરી દીધી. ભારતના આ પગલાંથી ચીન ધૂંધવાયું અને ભારતને પરિણામો ભોગવવાની પોકળ ધમકી આપતું રહ્યું. એટલે સુધી કહી દીધુ કે તેનાથી ચીનની અર્થવ્યવસ્થા પર કોઈ અસર નહીં પડે. જો કે, હવે તેણે સ્વીકારવું પડ્યું છે કે ભારતમાં પ્રતિબંધ મૂકાવવાથી ટિકટોક એપની પેરેન્ટ કંપનીને અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે.
Trending Photos
બેઈજિંગ: પૂર્વ લદાખમાં સરહદ પર તણાવ અને ચીનની દગાખોરી બાદ ભારતે ચીનની 59 એપ્સને દેશની સુરક્ષા સામે જોખમ ગણાવીને બેન કરી દીધી. ભારતના આ પગલાંથી ચીન ધૂંધવાયું અને ભારતને પરિણામો ભોગવવાની પોકળ ધમકી આપતું રહ્યું. એટલે સુધી કહી દીધુ કે તેનાથી ચીનની અર્થવ્યવસ્થા પર કોઈ અસર નહીં પડે. જો કે, હવે તેણે સ્વીકારવું પડ્યું છે કે ભારતમાં પ્રતિબંધ મૂકાવવાથી ટિકટોક એપની પેરેન્ટ કંપનીને અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે.
6 અબજ ડોલરનું થઈ શકે છે નુકસાન
ચીનના પ્રોપગેન્ડા અખબાર ગ્લોબલ ટાઈમ્સે ટ્વીટ કરીને કહ્યું કે ગત મહિને લદાખમાં સરહદ પર સંઘર્ષ થયા બાદ ભારત સરકારે ચીનની 59 એપને બેન કરતા Tik Tokની પેરેન્ટ કંપની ByteDanceને 6 અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે. ફક્ત એક એપ પર બેન મૂકાતા જો આટલા નુકસાનનો અંદાજો લગાવવામાં આવતો હોય તો 59 એપ પ્રતિબંધ મૂકાતા ચીનને કેટલો મોટો આર્થિક ફટકો પડશે તે સમજી શકાય.
The loss of Chinese internet company ByteDance – mother company of Tik Tok — could be as high as $6 billion after Indian government banned 59 Chinese apps including #TikTok, following deadly border clash between Indian and Chinese troops last month: source https://t.co/4nyXX8iP5Z pic.twitter.com/RyghiI05iS
— Global Times (@globaltimesnews) July 1, 2020
ચીન માટે મોટું માર્કેટ રહ્યું છે ભારત
ગ્લોબલ ટાઈમ્સ ભારતના નિર્ણયને લઈને સતત પ્રહારો કરી રહ્યું છે. તેણે કહ્યું કે ભારતમાં ચીની પ્રોડક્ટ બેન કરવાથી ભારતની અર્થવ્યવસ્થા પર જ અસર પડશે ચીન પર નહીં. જો કે તેણે સ્વીકારવું પડ્યું કે ચીની કંપનીઓ અને રોકાણકારો માટે ભારત એક મોટું માર્કેટ રહ્યું છે જેના પર છેલ્લા ત્રણ વર્ષમાં તેમની નજર રહી છે. આવામાં ભારતના આ પ્રતિકૂળ પગલાંની અસર ચીનની કંપનીઓ પર પડશે તે નક્કી છે.
આ કારણે ડરી રહ્યું છે ડ્રેગન
ડિજિટલ ઈકોનોમી પર નજર રાખતા વિશેષજ્ઞોનું કહેવું છે કે ચીની કંપનીઓ માટે સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે હવે ભારતના નિર્ણયને અનુસરીને દુનિયાના અન્ય દેશો પણ તે પ્રમાણે કરી શકે છે. અમેરિકી કંપની ગૂગલ અને ફેસબુક ઉપરાંત ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક દેશ એવા બજા હતાં જ્યાં ચીની કંપનીઓ પોતાના દેશ ઉપરાંત સફળતા માટે દાવ લગાવી રહી હતી. ચીન વિક્સિત થયા બાદ આ કંપનીઓએ બીજા દેશોમાં રોકાણ કર્યું અથવા તો સેવાઓ શરૂ કરી.
જુઓ LIVE TV
ઊંડે સુધી પગપેસારો કરી ચૂક્યુ હતું ટિકટોક
એક અંદાજા મુજબ ભારતમાં વર્ષ 2019માં ટોપ 200 એપમાં 38 ટકા ચીનની એપ હતી. વર્ષ 2018માં ચીની એપ ભારતથી આગળ હતી. ભારતમાં વર્ષ 2019માં ભારતીય લોકોએ 5.5 અબજ કલાક ટિકટોક પર પસાર કર્યો. તે વર્ષ 2018ની સરખામણીમાં લગભગ 5 ઘણો વધારે છે. આ ટિકટોકની મૂળ કંપની ByteDance માટે ખુબ મહત્વનું છે જે બહુ જલદી આઈપીઓ લાવવા જઈ રહી છે. બાયટેડેન્સ પાસે હેલો એપ પણ છે જે દુનિયાની સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ (100 અબજ ડોલર) છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે