PM Modi-Biden Meeting: ભારત પર આ મુદ્દે ઓળઘોળ થઈ ગયું પાડોશી ચીન, તજજ્ઞોએ શું કહ્યું તે ખાસ જાણો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે થયેલી વર્ચ્યુઅલ બેઠક પર આખી દુનિયાની નજર હતી. આપણું પાડોશી ચીન પણ બાજ નજર રાખીને બેઠું હતું. હવે આ બેઠક અંગે તેણે પોતાનો મત વ્યક્ત કર્યો છે.
Trending Photos
બેઈજિંગ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે થયેલી વર્ચ્યુઅલ બેઠક પર આખી દુનિયાની નજર હતી. આપણું પાડોશી ચીન પણ બાજ નજર રાખીને બેઠું હતું. હવે આ બેઠક અંગે તેણે પોતાનો મત વ્યક્ત કર્યો છે. નોંધપાત્ર વાત એ છે કે ચીન પણ આખરે ભારતના વખાણ કરતા પોતાની જાતને રોકી શક્યું નહીં.
ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સે છાપેલા એક લેખમાં કહેવાયું છે કે અમેરિકાએ ભારતને રશિયા વિરુદ્ધ ઊભું કરવાની તમામ કોશિશો કરી પરંતુ સફળ થયું નહીં. બેઠકમાં પીએમ મોદીએ પોતાનું તટસ્થ વલણ રજુ કર્યું અને રશિયા-યુક્રેન વચ્ચે શાંતિની વાતને દોહરાવી. લેખમાં લખાયું છે કે ચીની પર્યવેક્ષકોનું માનવું છે કે ભારત પોતાની રણનીતિક સ્વાયત્તતા અને અમેરિકી વિશ્વસનિયતા પર ચિંતાઓને જોતે આ મુદ્દે સરળતાથી ઝૂકશે નહીં. બંને પક્ષો જોડાણ જાળવી રાખશે અને ઈન્ડો-પેસેફિક સ્ટ્રેટેજી તેમની વાતચીતના પ્રમુખ કારણોમાંથી એક છે. પરંતુ ભારત અને અમેરિકાની પોત પોતાની અલગ આશાઓ છે, ભારત આ ક્ષેત્રમાં અમેરિકાના મોહરા તરીકે કામ કરશે નહીં.
ભારતનું સ્ટેન્ડ તેના માટે ફાયદાકારક!
સિંધુઆ વિશ્વવિદ્યાલયના રાષ્ટ્રીય રણનીતિ સંસ્થાનમાં અનુસંધાન વિભાગના ડાઈરેક્ટર કિયાન ફેંગે કહ્યું કે યુએસ પ્રેસિડેન્ટ બાઈડેન ભારતના વલણને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ ભારત પોતાની રણનીતિક સ્વાયત્તતા જોતા યુક્રેન મુદ્દે પોતાની તટસ્થ સ્થિતિ બદલશે નહીં જે દેશ માટે ફાયદાકારક છે.
કિયાને એમ પણ કહ્યું કે અમેરિકા અને ભારત પહેલેથી નજીક આવી ચૂક્યા છે પરંતુ ભારતનું પોતાનું રણનીતિક સ્ટેન્ડ છે જે યુક્રેન સંકટમાં સ્પષ્ટ થઈ ગયું છે. ભારત જાપાન કે ઓસ્ટ્રેલિયાની જેમ કામ કરશે નહીં. જેનો અર્થ એ છે કે અમેરિકા ભારતનો એક ટુલ તરીકે ઉપયોગ કરી શકશે નહીં.
આ બાજુ ચાઈના ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં એશિયા-પેસિફિક સ્ટડીઝ વિભાગના પ્રમુખ લેન જિયાનક્સ્યૂનું કહેવું છે કે અમેરિકા ઈચ્છે છે કે ભારત રશિયા વિરુદ્ધના તેના અભિયાનનો ભાગ બને અને તે માટે તેના સહયોગીઓ ઓસ્ટ્રેલિયા, જાપાન, અને યુકે સહિત દેશોએ પોતાના અધિકારીઓને ભારત મોકલ્યા. બાઈડેને પોતે ભારતના પીએમ સાથે વાત કરી પરંતુ કોઈ ખાસ ફાયદો થયો નહીં.
તેમણે વધુમાં કહ્યું કે અમેરિકા ભારતને પોતાની પડખે લાવવા માટે કોઈ આકર્ષક રજૂઆત કરે તે સંભાવનાથી ઈન્કાર કરી શકાય નહીં. પરંતુ ભારત સંપૂર્ણ રીતે અમેરિકા પર નિર્ભર રહેશે નહીં. લેને કહ્યું કે જ્યારે વાત ચીનની આવે છે ત્યારે ભારત અને અમેરિકાના રસ્તા અલગ છે. અમેરિકા પોતાના વધુ પડતા દબાણવાળું વલણ છોડશે નહીં. જ્યારે ભારતને ચીન સાથે જોડાણ જાળવી રાખવાની આશા છે. કારણ કે બંને પાડોશી છે જેમને અલગ કરી શકાય નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે