ડ્રેગને લુચ્ચાઈ કરતા ભારતે બરાબર પાઠ ભણાવ્યો, ભડકેલા ચીને આપી 'પોકળ' ધમકી

ચીનની ખરાબ દાનત પર નિયંત્રણ લગાવતા જ્યારે ભારતે પોતાના એફડીઆઈના નિયમોને કડક બનાવ્યાં તો કોરોના કન્ટ્રી ચીન ભડકી ઉઠ્યું છે. ભારતનું આ પગલું ભારતનો અંગત મામલો અને અંગત નિર્ણય છે પરંતુ તેનાથી ચીનના ફાયદાને નુકસાન પહોંચ્યું છે જેનાથી ચીન લાલચોળ થઈને પોકળ ધમકીઓ આપવા પર ઉતરી આવ્યું છે. 

ડ્રેગને લુચ્ચાઈ કરતા ભારતે બરાબર પાઠ ભણાવ્યો, ભડકેલા ચીને આપી 'પોકળ' ધમકી

નવી દિલ્હી: ચીનની ખરાબ દાનત પર નિયંત્રણ લગાવતા જ્યારે ભારતે પોતાના એફડીઆઈના નિયમોને કડક બનાવ્યાં તો કોરોના કન્ટ્રી ચીન ભડકી ઉઠ્યું છે. ભારતનું આ પગલું ભારતનો અંગત મામલો અને અંગત નિર્ણય છે પરંતુ તેનાથી ચીનના ફાયદાને નુકસાન પહોંચ્યું છે જેનાથી ચીન લાલચોળ થઈને પોકળ ધમકીઓ આપવા પર ઉતરી આવ્યું છે. 

ચીને કહ્યું કે ભારતનું આ પગલું નીતિ વિરુદ્ધ
ભારતના FDI નિયમો કડક બનતા ચીનનું જે ખતરનાક ષડયંત્ર હતું તે દુનિયાની સામે આવી ગયું છે. ચીન કોરોના મહામારીની આડમાં તેનો ફાયદો ઉઠાવીને નબળી ભારતીય કંપનીઓને ટેકઓવર કરવાની ફિરાકમાં હતું. પરંતુ જ્યારે FDIના નિયમોમાં ફેરફાર આવ્યાં તો ચીને આપત્તિ વ્યક્ત કરી તો ભારતે તેના પર કોઈ પ્રતિક્રિયા ન આપી. ચીને કહ્યું કે આ ભારતનો આ નિર્ણય વ્યાપાર સંગઠનના સિદ્ધાંતો વિરુદ્ધનો છે. 

જૂના નિયમો મુજબ પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો/કંપનીઓએ જ સરકારની મંજૂરી લેવી પડતી હતી. ભારતની આ સમજદારીથી ભડકેલા ચીને ભારતને મેડિકલ આપૂર્તિ બંધ કરી દેવાની ધમકી આપી છે. 

જુઓ LIVE TV

ચીનના સરકારી અખબારી આપી ધમકી
ચીની સરકારે પોતાના ગ્લોબલ ટાઈમ્સના માધ્યમથી ભારતને ધમકી આપવાની કોશિશ કરી. ગ્લોબલ ટાઈમ્સે પોતાના દેશના કામદારોનો આભાર વ્યક્ત કરતા લખ્યું કે ચીન હવે આખી દુનિયામાં મેડિકલ સપ્લાય કરવામાં સક્ષમ છે. 

ભારત સરકારે આ વાતને નજર અંદાજ કરતા વિદેશી રોકાણના નિયમ કડક બનાવી દીધા છે. ભારતની મેડિકલ આપૂર્તિ ચીન પર નિર્ભર કરે છે આથી ભારતની આ જીદ તેના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. 
-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news