સીમા વિવાદ પર ચીનની નવી ચાલ, સરકાર મૌન, મીડિયાને કર્યું આગળ

લદ્દાખને લઇને શરૂ થયેલા ભારત-ચીન વિવાદ 25 દિવસ બાદ પણ ઉકેલાઇ શક્યો નથી. આ દરમિયાન સમાચાર એજન્સી PTIના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે કે બંને દેશ ભારે સામાન અને હથિયારો સાથે આગળ વધી રહ્યા છે. 

સીમા વિવાદ પર ચીનની નવી ચાલ, સરકાર મૌન, મીડિયાને કર્યું આગળ

નવી દિલ્હી/બીજિંગ: લદ્દાખને લઇને શરૂ થયેલા ભારત-ચીન વિવાદ 25 દિવસ બાદ પણ ઉકેલાઇ શક્યો નથી. આ દરમિયાન સમાચાર એજન્સી PTIના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે કે બંને દેશ ભારે સામાન અને હથિયારો સાથે આગળ વધી રહ્યા છે. તેમાં તોપ અને લડાકૂ વાહન પણ સામેલ છે, જેમને કથિત રીતે પાછળના અડ્ડાઓ પર લઇ જવામાં આવી રહ્યા છે જે પૂર્વી લદ્દાખમાં વિવાદીત વિસ્તારોની નજીક છે. 

આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે બંને પક્ષ ગતિરોધને ઉકેલવા માટે સૈન્ય અને કૂટનીતિક પ્રયત્ન કરી રહ્યા છે. આમ તો આ સંકટ અત્યાર સુધી ભારત અને ચીન બંને તરફથી સત્તાવાર રીતે વધુ કંઇ કહેવામાં આવ્યું નથી, પરંતુ ચીની મીડિયા સતત એવા સમાચારો પ્રકાશિત કરી રહ્યું છે, જેથી ઉશ્કેરવાની રણનીતિ કહી શકાય. 

ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર પીપુલ્સ ડેલી (People's Daily)ના ટેબલોઇડ ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સ (Global Times)માં પ્રકાશિત એક અહેવાલમાં ગલવાન ઘાટી (Galwan Valley )ને ફરી એકવાર ચીની વિસ્તાર ગણાવવામાં આવ્યો છે. એટલું જ નહી, રિપોર્ટમાં એ પણ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે ચીનની પાસે હથિયારોની કોઇ કમી નથી અને તે કોઇપણ સ્થિતિનો સામનો કરવા માટે પુરી રીતે તૈયાર છે.

પ્રકાશિત રિપોર્ટ કહે છે કે 'ચીનની પાસે હાઇ-એલ્ટિટૂડ હથિયારોને ખજાનો છે. ડોકલામ ગરિરોધ બાદ તેને પોતાની મારક ક્ષમતાનો વિસ્તાર કર્યો છે. તેમાં ટેંક, હેલિકોપ્ટર, ડ્રોન અને હોવિત્ઝરની સાથે-સાથે મોટાપાયે મારક હથિયારો સામેલ છે. કેટલાક હથિયારો ગત 1 એક્ટોબરના રોજ ચીનના રાષ્ટ્રીય દિવસ સૈન્ય પરેડમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.'

દાવો છોડવાના મૂડમાં નથી
ગ્લોબલ ટાઇમ્સએ ચીનના હથિયાર ક્ષમતાના વખાણ કર્યા છે, પરંતુ રિપોર્ટમાં તેનો ઉલ્લેખ નથી કે બીજિંગ સીમા પર ગોળા-બારૂદ જમા કરી રહ્યા છે. જોકે આ ઇશારો જરૂર કહે છે કે જરૂર પડતાં અતિઆધુનિક હથિયારોને દરેક સ્થિતિનો સામનો કરવા માટે તાત્કાલિક તૈયાન કરવામાં આવી શકે છે. ચીની મીડિયાના આ રણનીતિક કાવતરાથી સ્પષ્ટ થાય છે કે ડ્રેગન પોતાના ક્ષેત્રીય દાવોથી પાછળ હટવાના મૂડમાં બિલકૂલ નથી. 

કોરોનાની મહામારી છતાં પણ ચીન પોતાની હરકતોથી પડતી મુકતું નથી. ફક્ત ભારત જ નહી પરંતુ તે તમામ દેશો માટે ખતરો બની ગયું છે. તાજેતરમાં જ તેણે દક્ષિણ ચીન સાગરમાં એક વિયનામી બોટને ઠાર મારી હતી. આ ઉપરાંત મલેશિયા ઓફશોર ઓલી રિગ અને તાઇવાન માટે પણ પરેશાની બની ગયું છે. હોંગકોંગને સંપૂર્ણપણે કબજે કરવાના ઇરાદેથી નવી રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને મંજૂરી આપી દીધી છે. તો બીજી તરફ પાકિસ્તાનની સાથે પણ કામ કરી રહ્યું છે. તેને પાકિસ્તનાન કબજાવાળા કાશ્મીર (POK)માં બંધના નિર્માણમાં પાકને મદદનો વિશ્વાસ અપાવ્યો છે. 

આ વખતે પરિસ્થિતિ અલગ
ચીનના સીમા વિવાદના સમાચાર છેલ્લા કેટલકા દિવસની ચર્ચામાં છે. પરંતુ ભારત સરકાર આ વિષયમાં વધુ કંઇ કહેવાથી બચતી આવી છે. ગત અઠવાડિયે રક્ષામંત્રી રાજનાથ સિંહે ફક્ત એટલું જ કહ્યું હતું કે ભારત-ચીનની સેનાઓ પહેલાં પણ આમને-સામને આવી છે, પરંતુ આ વખતે સ્થિતિ થોડી અલગ છે. ચીની સૈનિક અત્યારે સામાન્ય રૂપથી થોડા આગળ આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news