મિત્ર પાકિસ્તાનની ડામાડોળ અર્થવ્યવસ્થાને સંભાળવા ચીને લીધુ મોટુ પગલું

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હાલ ખુબ ડામાડોળ જોવા મળી રહી છે. તેને યોગ્ય રસ્તે લાવવા માટે હવે લાગે છે કે ચીને જવાબદારી ઉઠાવી છે.

મિત્ર પાકિસ્તાનની ડામાડોળ અર્થવ્યવસ્થાને સંભાળવા ચીને લીધુ મોટુ પગલું

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હાલ ખુબ ડામાડોળ જોવા મળી રહી છે. તેને યોગ્ય રસ્તે લાવવા માટે હવે લાગે છે કે ચીને જવાબદારી ઉઠાવી છે. પાકિસ્તાનના સતત ઘટતા જતા વિદેશી મુદ્રા ભંડારને વધારવા માટે ચીને હવે 1 અબજ ડોલરની આર્થિક મદદ કરી છે. નાણામંત્રાલયમાં રહેલા બે સૂત્રોએ આ જાણકારી રોયટર્સને આપી છે.

તાજી મદદથી હવે ફરી એકવાર ઘટતા વિદેશી મુદ્રા ભંડારને બચાવવા માટે ચીન પર પાકિસ્તાનની નિર્ભરતા સ્પષ્ટપણે જોવા મળી રહી છે. મે 2017માં પાકિસ્તાન પાસે 16.4 અબજ ડોલર વિદેશી મુદ્રા ભંડાર હતું જે ગત સપ્તાહે ઘટીને 9.66 અબજ ડોલર રહી ગયું છે.

સૂત્રોએ જણાવ્યું કે આ કર્જ માટે બંને દેશો વચ્ચે મેથી વાતચીત ચાલી રહી હતી. પાકિસ્તાને ચીન પાસે 1 થી 2 અબજ ડોલર કર્જ માંગ્યુ હતું. ચીન તરફથી મળનારા કર્જના સવાલ પર નાણા મંત્રાલયના એક સૂત્રે કહ્યું કે આ તે અમને મળી ગયું છે. બીજા સૂત્રએ કહ્યું કે આ મામલો હવે પૂરો થઈ ગયો છે. જો કે નાણા મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

આ નવા કર્જથી પછી હવે જૂનમાં ખતમ થઈ રહેલા નાણાકીય વર્ષ દરમિયાન ચીન તરફથી પાકિસ્તાન પર 5 અબજ ડોલરનું દેવું થઈ ગયું છે. નાણા મંત્રાલયના દસ્તાવેજો મુજબ નાણાકીય વર્ષના પહેલા 10 મહિનાઓમાં ચીને પાકિસ્તાનને 1.5 અબજ ડોલર દ્વિપક્ષીય લોન આપી. મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે આ દરમિયાન પાકિસ્તાનને 2.9 અબજ ડોલર કોમર્શિયલ બેંકો તરફથી પણ લોન મળી છે. જેમાં મોટાભાગની ચીનની બેંકો તરફથી મળેલી છે.

અત્રે જણાવવાનું કે ચીન સતત 57 અબજ ડોલરના ખર્ચથી બની રહેલા ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરને સફળ બનાવવા માટે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મજબુતાઈ આપવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે ચીનની મદદ પાકિસ્તાન માટે પૂરતી નથી અને 25 જુલાઈના રોજ દેશની સામાન્ય ચૂંટણી બાદ નવા પ્રશાસને પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસેથી બીજુ બેલઆઉટ પેકેજ લેવું પડશે. આ અગાઉ વર્ષ 2013માં પાકિસ્તાનને બેલઆઉટ પેકેજ અપાયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news