ભારતથી Double Mutant કોરોના વેરિએન્ટ ચીન પહોંચતા ડ્રેગનના હોશ ઉડ્યા, આટલા લોકો સંક્રમિત

ભારતમાં કેર વર્તાવી રહેલો 'ડબલ મ્યૂટેન્ટ' કોરોના વાયરસ વેરિએન્ટ હવે ચીન પહોંચી ગયો છે. બેઈજિંગે આવા 18 નવા કેસની પુષ્ટિ કરી છે. જેમાં ગત મહિને નવી દિલ્હીથી ચીન પાછા ફરેલા તેના ત્રણ નાગરિક પણ સામેલ છે. ચાઈનીઝ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ સ્ટેટ મીડિયાને જણાવ્યું કે ભારતથી આવનારા મુસાફરો દ્વારા મોટા પાયે સંક્રમણ ફેલાવવાની આશંકા હતી. પરંતુ કડક નિયમો અને સ્ક્રિનિંગના પગલે ક્લસ્ટર ઈન્ફેક્શનના જોખમને ટાળવામાં આવ્યું. 
ભારતથી Double Mutant કોરોના વેરિએન્ટ ચીન પહોંચતા ડ્રેગનના હોશ ઉડ્યા, આટલા લોકો સંક્રમિત

બેઈજિંગ: ભારતમાં કેર વર્તાવી રહેલો 'ડબલ મ્યૂટેન્ટ' કોરોના વાયરસ વેરિએન્ટ હવે ચીન પહોંચી ગયો છે. બેઈજિંગે આવા 18 નવા કેસની પુષ્ટિ કરી છે. જેમાં ગત મહિને નવી દિલ્હીથી ચીન પાછા ફરેલા તેના ત્રણ નાગરિક પણ સામેલ છે. ચાઈનીઝ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ સ્ટેટ મીડિયાને જણાવ્યું કે ભારતથી આવનારા મુસાફરો દ્વારા મોટા પાયે સંક્રમણ ફેલાવવાની આશંકા હતી. પરંતુ કડક નિયમો અને સ્ક્રિનિંગના પગલે ક્લસ્ટર ઈન્ફેક્શનના જોખમને ટાળવામાં આવ્યું. 

કાઠમંડુના રસ્તે પહોંચ્યા ચીન
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ CDC ના સાપ્તાહિક પ્રકાશ CDC વીકલીમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં જ ત્રણ ચીની નાગરિકો ભારતથી કાઠમંડુના રસ્તે દક્ષિણ-પશ્ચિમી શહેર Chongqing પહોંચ્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ મુજબ તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણેય નાગરિકો ભારતના નોઈડા સ્થિત એક મોબાઈલ કંપનીમાં કામ કરે છે. 19 એપ્રિલના રોજ તેઓ કારથી દિલ્હી પહોંચ્યા અને ત્યાંથી કાઠમંડુની ફ્લાઈટ લીધી. 

ટેસ્ટમાં મળી આવ્યો Indian B.1.617.2
રિપોર્ટમાં કહેવાયું છે કે ચીની નાગરિકોએ કાઠમંડુની એક હોટલમાં બે દિવસ વિતાવ્યા અને ત્યારબાદ 12 એપ્રિલના રોજ ફ્લાઈટથી Chongqing માટે રવાના થયા. ત્યાં લેન્ડ કરતી વખતે તેમનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. જેમાં તેઓ કોરોના પોઝિટિવ નીકળ્યા. CDC નું કહેવું છે કે ટેસ્ટમાં એ વાત પણ સામે આવી છે કે ત્રણેય નાગરિકો ભારતના B.1.617.2 વેરિએન્ટથી સંક્રમિત છે. અહીં નોંધવા જેવી વાત એ છે કે સંક્રમણનો આ મામલો ગત મહિનાનો છે પરંતુ તેની જાણકારી બુધવારે આપવામાં આવી. 

કડક સ્ક્રિનિંગ પર ભાર
ન્યૂઝવીકલીના રિપોર્ટમાં કહેવાયું કે ચીનના ટ્વિટર કહેવાતા Weibo પર આ ખબર વાયરલ થઈ રહી છે. લોકોનું કહેવું છે કે કોરોનાના જોખમને ઓછું કરવા માટે સ્ક્રિનિંગ વધુ કડક બનાવવું જોઈએ અને ભારતથી આવતા લોકોના ક્વોરન્ટાઈન પર ભાર મૂકવો જોઈએ. અત્રે જણાવવાનું કે ભારત અને ચીન વચ્ચે કોમર્શિયલ અને સ્પેશિયલ ફ્લાઈટ્સ પર ગત વર્ષથી પ્રતિબંધ છે. 

Shanghai માં પણ મળ્યા કેસ
આ બાજુ દક્ષિણ ચીનના ઝેજિયાંગ પ્રાંત અને શાંઘાઈમાં ભારતના ડબલ મ્યૂટેન્ટ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. ગ્લોબલ ટાઈમ્સનો દાવો છે કે જે 18 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે તેમાંથી એક ભારતીય પણ સામેલ છે. અખબારે આગળ લખ્યું છે કે એસિમ્પોમેટિક ભારતીય પ્રવાસી પેરિસથી શાંઘાઈ પહોંચ્યો અને અહીંથી 30 એપ્રિલના રોજ ઝેજિયાંગ ગયો. જ્યારે શનિવારે ટેસ્ટ કરાયો તો તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 

અનેક શહેરોમાં પહોંચ્યો છે વેરિએન્ટ
CDC ના પ્રમુખ મહામારી વૈજ્ઞાનિક Wu Zunyou એ ગત ગુરુવારે કહ્યું હતું કે ભારતમાં કહેર વર્તાવી રહેલો કોરોના વેરિએન્ટ અમારા કેટલાક શહેરોમાં પણ ડિટેક્ટ કરાયો છે. જેનાથી દરેક જણ ચિંતિત છે. જો કે તેમણે શહેરોના નામનો ખુલાસો કર્યો નથી. નોંધનીય છે કે ચીનના કારણે જ કોરોના આખી દુનિયામાં ફેલાયો છે. અમેરિકા સહિત તમામ દેશ આ મહામારી માટે ચીનને જવાબદાર ગણે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news