સ્ટડી વિઝા પર કેનેડા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મોટો આંચકો આપતા સમાચાર, ખાસ વાંચો નહીં તો પસ્તાશો
સ્ટડી વિઝા પર કેનેડા જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ હવે કેનેડા જઈને અભ્યાસ કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેનેડા સરકારે ચૂપચાપ મોટો ઝટકો આપી દીધો છે.
Trending Photos
સ્ટડી વિઝા પર કેનેડા જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ હવે કેનેડા જઈને અભ્યાસ કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેનેડા સરકારે ચૂપચાપ મોટો ઝટકો આપી દીધો છે. કેનેડા સરકારે જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી 2024થી કેનેડા આવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નાણાકીય જીવન જરૂરિયાતો (cost-of-living requirements) બમણી કરવામાં આવશે. સમાચાર એજન્સી શિન્હુઆના રિપોર્ટ મુજબ ઈમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા મંત્રી માર્ક મિલરે એક સમાચાર વિજ્ઞપ્તિમાં કહ્યું છે કે અરજીકર્તાએ એ જોવું પડશે કે તેની પાસે ટ્યુશન અને મુસાફરી ખર્ચના પહેલા વર્ષ ઉપરાંત 20,635 કેનેડિયન ડોલર (લગભગ 15,181 અમેરિકી ડોલર) છે, જે લગભગ 12 લાખ 66 હજાર ભારતીય રૂપિયા છે.
ભણવા માટે કેનેડા આવતા વિદ્યાર્થીઓ માટે રહેવાના ખર્ચની જરૂરિયાત 2000ના દાયકાની શરૂઆતથી બદલાઈ નથી. તે વખતે તેને 10,000 કેનેડિયન ડોલર (લગભગ 7357 અમેરિકી ડોલર) નક્કી કરાયું હતું. એમ પણ કહેવામાં આવ્યું છે કે નાણાકીય જરૂરિયાત હાલ રહેવાના ખર્ચ મુજબ નથી જેના પરિણામસ્વરૂપે વિદ્યાર્થીઓ કેનેડા પહોંચે છે અને ખબર પડે છે કે તેમની પાસે તો પૂરતા પૈસા જ નથી.
આ નવા નિર્ણયથી ગુજરાતીઓ સહિત સમગ્ર દુનિયાના વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે કારણ કે હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ત્યાં રહેવા અને અભ્યાસ કરવા માટે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે. આ સાથે જ મજબૂત નાણાકીય બેકગ્રાઉન્ડ પણ દેખાડવું પડશે. કેનેડાના ઈમીગ્રેશન, રિફ્યૂજી અને સિટિઝનશીપ મંત્રી માર્ક મિલરે આ ફેરફારની જાહેરાત કરી છે.
મિલરે વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું સ્વાગત કરતા, એ સુનિશ્ચિત કરવું એ અમારી જવાબદારી છે કે જ્યારે વિદ્યાર્થીઓ અમારા દેશમાં આવે તો તેમને સમર્થન આપવામાં આવે. શિક્ષણ સંસ્થાન શૈક્ષણિક અનુભવના ભાગ રૂપે પૂરતી છાત્ર સહાયતા આપે છે. આંતરરાષ્ટ્રીય શિક્ષણ વાર્ષિક આર્થિક ગતિવિધિઓમાં 11 અબજ કેનેડિયન ડોલર (લગભગ 16 અબજ અમેરિકી ડોલર)થી વધુનું યોગદાન આપે છે જે કેનેડાના ઓટોપાર્ટ્સ, લાકડી કે વિમાનની નિકાસ કરતા વધુ છે, અને કેનેડામાં બે લાખથી વધુ નોકરીઓ પેદા કરે છે.
અત્રે જણાવવાનું કે અન્ય દેશોની સરખામણીમાં કેનેડામાં શિક્ષણ સસ્તુ હતું અને રહેવું ખાવું પીવું પણ સસ્તું હતું. કેનેડાની સૌથી મોટી યુનિવર્સિટી અમેરિકા અને યુરોપની ટોચની યુનિવર્સિટીઓની સરખામણીમાં અડધી ફી લે છે. કેનેડામાં અભ્યાસનો ખર્ચ પાઠ્યક્રમ પર નિર્ભર કરે છે. એ જ રીતે વાર્ષિક રહેવાનો ખર્ચ લગભગ એક લાખ રૂપિયા થતો હતો. અહીં વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે સાથે કામ પણ કરી શકે છે. પંરતુ હવે અહીં આવતા વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે