300 વર્ષ જુની ખુરશી લઈ ચુકી છે 63 લોકોનો ભોગ! જાણો મોતની ખુરશીની કંપાવી દે તેવી કહાની

300 વર્ષ જુની ખુરશી લઈ ચુકી છે 63 લોકોનો ભોગ! જાણો મોતની ખુરશીની કંપાવી દે તેવી કહાની...સૈન હની નામના ગામમાં થૉમસનું ઘર હતું. એર રાત્રે થૉમસ પોતાના ઘરે પહોંચ્યો તે સમયે ડેનિયલ ત્યાં હાજર હતો. ડેનિયલે થૉમસને કહ્યું કે તે, થૉમસના સ્વભાવથી પરેશાન છે. જેથી તે પોતાની દિકરી એલિઝાબેથને તેના ઘર લઈ જવા માગે છે. આ વાતથી થૉમસ ગુસ્સે ભરાયો અને તેને ડેનિયલને ઘરની બહાર કાઢી તે દારૂ પીવા લાગ્યો હતો.

300 વર્ષ જુની ખુરશી લઈ ચુકી છે 63 લોકોનો ભોગ! જાણો મોતની ખુરશીની કંપાવી દે તેવી કહાની

નવી દિલ્હીઃ આ દુનિયામાં ઘણી બધી રહસ્યમયી વસ્તુંઓ છે. જેનાથી સંબંધિત કિસ્સાઓ અને કહાનીઓ દુનિયાભરના લોકો વચ્ચે પ્રચલિત છે. તેમાંથી જ એક છે ઈંગ્લેન્ડના થર્સ્ક મ્યુઝીયમમાં રાખવામાં આવેલી બસ્બી સ્ટૂપ ચેરનો કિસ્સો. ખુર્શીનું નામ તેના માલિક થૉમસ બસ્બી પરથી રાખવામાં આવ્યું છે. કેહવામાં આવે છે કે ખુર્શીના માલિકની મૃત્યુ બાદ જે કોઈપણ આ ખુર્શી પર બેઠું તે કોઈના કોઈ કારણેથી મોતને ભેટ્યું. આ ખુર્શીએ અત્યારસુધી 63 લોકોનો ભોગ લઈ ચુકી છે.કોણ હતો થૉમસ બસ્બી? અને શું શ્રાપિત ખુર્શીની કહાની?
થૉમસ બસ્બી નામનો વ્યક્તિ 18મી સદીમાં ઈંગ્લેન્ડના કિર્બી વિસ્કે ગામમાં રહેતો હતો. તેને દારૂ પીવાની ટેવ હતી અને તે સ્વભાવે થોડો તીખો હતો. જ્યારે, વાતે વાતે તેને ગુસ્સો આવતો રહેતો. થૉમસનો ડેનિયલ નામના અપરાધી સાથે વ્યાપાર કરતો હતો. ડેનિયલ વ્યવસાયથી તસ્કર હતો. તેનું ઘર પહાડ પર હતું.
તે ઘર તેના વ્યાપાર માટે એકદમ પરફેક્ટ હતું. કેમ કે ઉંચ્ચાઈ પર હોવાથી કોઈ પણ તેના ઘરમાં જોઈ નોહતું શકતું. તેની એલિઝાબેથ નામની છોકરી હતી. તે દેખાવવામાં ખુબ જ સુંદર હતી અને ડેનિયલનો જીવ તેની દિકરીમાં હતો. વ્યાપારના કારણે થૉમસ અને એલિઝાબેથ મળતાં રહેતા હતા. જોત જોતામાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને તે બંને એકબીજા સાથે લગ્ન કરવા માગતા હતા. પણ ડેનિયલ તેના લગ્નના ખિલાફ હતો કેમ કે તે થૉમસના સ્વભાવને જાણતો હતો. એલિઝાબેથ ડેનિયલની વાત ના માની અને તેણે થૉમસ સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ થૉમસે એલિઝાબેથ સાથે મારઝૂડ શરૂ કરી દિધી. આ વાતથી ડેનિયલ પરેશાન રહેવા લાગ્યો હતો. જેના કારણે ડેનિયલ અને થૉમસ વચ્ચે લડાઈ થવા લાગી હતી.
સૈન હની નામના ગામમાં થૉમસનું ઘર હતું. એર રાત્રે થૉમસ પોતાના ઘરે પહોંચ્યો તે સમયે ડેનિયલ ત્યાં હાજર હતો. ડેનિયલે થૉમસને કહ્યું કે તે, થૉમસના સ્વભાવથી પરેશાન છે. જેથી તે પોતાની દિકરી એલિઝાબેથને તેના ઘર લઈ જવા માગે છે. આ વાતથી થૉમસ ગુસ્સે ભરાયો અને તેને ડેનિયલને ઘરની બહાર કાઢી તે દારૂ પીવા લાગ્યો હતો.
બાદમાં પીધેલી હાલતમાં થૉમસ ડેનિયલના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં તેણે હથોડા વડે ડેનિયલની હત્યા કરી નાખી હતી. પોતાના ગુનાને છુપાવવા થૉમસે ડેનિયલના શવને જંગલમાં સંતાડ્યો હતો. જ્યારે, ઘણા દિવસો સુધી ડેનિયલ ના દેખાયો તો તેની શોધખોળ શરૂ કરાઈ હતી. થોડા દિવસો બાદ ડેનિયલની લાશ જંગલમાંથી મળી આવી હતી. તમામનો શક થૉમસ પર હતો અને મુખ્ય સંદિગ્ધ થૉમસને 1702માં ફાંસીની સજા આપવામાં આવી હતી.થૉમસની અંતિમ ઈચ્છા?
ફાંસીની સજા પહેલાં થૉમસને તેની અંતિમ ઈચ્છા અંગે પુછવામાં આવ્યું હતું. તેણે જણાવ્યું કે તે પોતાની પસંદગીની ખુર્શી પર બેસીને છેલ્લી વખત ભોજન કરવા માગે છે. લોક માન્યતા મુજબ થૉમસે પોતાની મોત પહેલાં શ્રાપ આપતા કહ્યું હતું કે, જે પણ આ ખુર્શી પર બેસવાનો સાહસ કરશે, તેનું મૃત્યું થશે. લોકો માને છે કે આ કારણથી ખુર્શી શ્રાપિત થઈ છે અને હવે જે કોઈ પણ આ ખુર્શી પર બેસે છે તે મૃત્યુ પામે છે.ખુર્શીથી જોડાયેલા રહસ્યમય કિસ્સા..
1894માં એક પબમાં સફાઈકર્મી ભુલથી આ ખુર્શી સાથે અથડાઈ હતી. બીજા દિવસે એ પંખા સાથે લટકેલી મળી હતી. જેનાથી લોકોમાં ખુર્શીનો ખોફ પેદા થયો હતો. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કેટલાક સૈનિકો આ ખુર્શી પર બેઠા હતા. યુદ્ધમાં તેમાંથી એક પણ સૈનિક જીવતો બચ્યો ના હતો. જેનાથી લોકોનો વહમ વધુ મજબૂત થયો કે જે પણ કોઈ આ ખુર્શી નજીક ફરકે છે તેની સાથે કઈ ખોટું થાય છે. આજ સુધી ઘણા એવા મોતના કિસ્સા સામે આવ્યા જેમાં ક્યાંકને ક્યાંક વ્યક્તિ ખુર્શી સાથે જોડાયેલો હતો.હાલ ક્યાં છે આ શ્રાપિત ખુર્શી?
ખુર્શીના ખોફથી કંટાળીને પબના માલિકે આ ખુર્શીને 1978માં આ ખુર્શી થર્સ્ક મ્યુઝિયમને એક શર્તે આપી હતી. શર્ત એવી હતી કે, આ ખુર્શીને જમીનથી એટલી ઉપર રાખવામાં આવે કે કોઈ એના પર બેસી ના શકે. હવે ખુર્શી જમીનથી 2.5 મીટર ઉપર હવામાં લટકાવવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news