નવી કાર ખરીદવાનું કરી રહ્યા છો પ્લાનિંગ, તો આ છે ભારતમાં સૌથી વધુ વેચાતી કારોના નામ

મોટાભાગના લોકો કારની ખરીદી કરતા વખતે ખૂબ જ વિચાર કરતા હોય છે. જો તમે પણ કાર ખરીદવાનું વિચારો છો, કઈ કાર લેવી તેને લઈ અસમંજસમાં છો તો અહીં જાણી લો કે ભારતમાં કઈ કાર બેસ્ટ સેલિંગ કાર છે?

નવી કાર ખરીદવાનું કરી રહ્યા છો પ્લાનિંગ, તો આ છે ભારતમાં સૌથી વધુ વેચાતી કારોના નામ

નવી દિલ્હી: ભારત જેવા વિકાસશીલ દેશમાં મધ્યવર્ગીય પરિવાર માટે કારની ખરીદી કરવી મોટો નિર્ણય છે જેના કારણે લોકો કારની ખરીદી કરતા પહેલા ઘણો વિચાર કરતા હોય છે. જો તમે કાર ખરીદવાને લઈ અવઢવમાં છો તો આ સ્ટોરી વાંચીને તમારી ચિંતા ઓછી થઈ જશે. અહીં તમને બતાવી દઈએ કે ઓકટોબર 2021માં કઈ કારને સૌથી વધુ પસંદ કરવામાં આવી અને તેની ખરીદી કરવામાં આવી

1. MARUTI SUZUKI ALTO
ઓકટોબર 2021 મારુતિ સુઝુકી ઓલ્ટો (MARUTI SUZUKI ALTO) સૌથી વધુ વેચાણ થનારી કાર રહી. આ મહિનામાં ઓલ્ટોના 17, 389 યુનિટ્સ વેચાયા. આ કારની શરૂઆતી કિંમત 3.15 લાખ રૂપિયા છે. બેસ્ટ સેલિંગ કારની યાદીમાં આ કાર નંબર-1 છે.

2. MARUTI SUZUKI BALLENO
આ લિસ્ટમાં બીજી કારનું નામ છે મારુતિ સુઝુકી બલેનોનું છે. બલેનો આ લિસ્ટમાં 15,573 યુનિટ્સના વેચાણ સાથે બીજા નંબર પર રહી. હેચબેક સેગમેન્ટમાં આ કારને ખૂબ પસંદ કરવામાં આવી છે.

3. MARUTI SUZUKI ERTIGA
ત્રીજા સ્થાન પર પણ મારુતિ સુઝુકીનો જ દબદબો રહ્યો, ERTIGA MPVના 12,923 યુનિટ્સનું ગત મહિને વેચાણ થયું. આ કાર દેશની સૌથી લોકપ્રિય SUVમાંથી એક છે. આ કાર 1.5 લીટર K15 પેટ્રોલ એન્જિન સાથે આવે છે.

4. MARUTI SUZUKI WAGON R
વેગનઆર કાર પહેલેથી મધ્યમ વર્ગીય પરિવારની પસંદગીની કાર રહી છે. આ કારની શરૂઆતની કિંમત 4.93 લાખ રૂપિયા રહી છે. ઓકટોબર 2021માં 12,335 યુનિટ્સના વેચાણ સાથે આ કાર બેસ્ટસેલર કારની યાદીમાં ચોથા સ્થાને રહી છે.

5. HYUNDAI VENUE
Hyundai Venue આ લિસ્ટમાં પાંચમા નંબરે છે, અને તે લોકોમાં લોકપ્રિય બનવામાં સફળ રહી છે. ઓકટોબરમાં હ્યુન્ડાઈ વેન્યુ સૌથી વધુ વેચાણ થનારી નોન મારુતિ કાર રહી. ઓકટોબર 2021માં 10,554 યુનિટ્સનું વેચાણ કરવામાં આવ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news