હવે બ્રિટન પણ તેના કર્મચારીઓને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢશે, PM બોરિસ જોનસને કરી જાહેરાત
બ્રિટિશ પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં અફઘાનિસ્તાનમાં બ્રિટને જે કર્યું, તેના પર અમને ખુબ ગર્વ છે. હવે આ સમસ્યાનું મિલિટ્રી સમાધાન નથી.
Trending Photos
લંડનઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનની પકડ સતત મજબૂત થઈ રહી છે. આ સાથે તમામ દેશ ત્યાં પર પોતાના દૂતાવાસોને ખાલી કરી રહ્યાં છે. ભારત પોતાના નાગરિકોને અફઘાનિસ્તાનથી બહાર કાઢી રહ્યું છે. તમામ ભારતીય કંપનીઓને સરકાર તરફથી કહી દેવામાં આવ્યું છે કે તે જલદી ભારત પરત ફરે. તો બ્રિટને પણ આ દિશામાં પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. પ્રધાનમંત્રી બોરિસ જોનસને આ વાતની જાહેરાત કરી છે. તે હેઠળ અફઘાનિસ્તાનની લંડન એસેમ્બલીમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓને બહાર કાઢવામાં આવશે. આ સાથે તે અફઘાન નાગરિકોને પણ બ્રિટન ત્યાંથી બહાર કાઢશે જેણે બ્રિટિશ સેનાની મદદ કરી છે.
ઝડપથી બંધ થઈ રહ્યાં છે દૂતાવાસ
ઉલ્લેખનીય છે કે તાલિબાને દાવો કર્યો છે કે તેણએ અફઘાનિસ્તાનના 90 ટકા ભાગ પર કબજો કરી લીધો છે. સમાચારોમાં જાણવા મળ્યું કે તાલિબાન અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી 50 કિલોમીટર દૂર છે. તેવામાં મોટાભાગના દેશોએ અફઘાન સ્થિત દૂતાવાસ બંધ કરી દીધા છે. બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને આ વાતની જાહેરાત કરતા જણાવ્યું કે, આગામી થોડા દિવસમાં બ્રિટિશ એસેમ્બલીના કર્મચારીઓ અને અધિકારીઓને દેશ પરત બોલાવવામાં આવશે. તેમણે કહ્યું કે, આ સાથે તે અફઘાન નાગરિકોને પણ ત્યાંથી બહાર કાઢવામાં આવશે જેણે છેલ્લા 20 વર્ષમાં અમારી મદદ કરી છે. તે માટે અમે હોમ ઓફિસના કર્મચારીઓને ત્યાં મોકલી રહ્યાં છીએ.
સમસ્યાનું મિલિટ્રી સોલ્યૂશન નહીં
આ દરમિયાન બ્રિટિશ પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં અફઘાનિસ્તાનમાં બ્રિટને જે કર્યું, તેના પર અમને ખુબ ગર્વ છે. હવે આ સમસ્યાનું મિલિટ્રી સમાધાન નથી. પરંતુ આ બ્રિટિશ સૈન્ય દળોનો પ્રયાસ છે કે લાંબા સમયથી પશ્ચિમ પર અલકાયદાએ કોઈ હુમલો કર્યો નથી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અમેરિકાએ પણ તે અફઘાન નાગરિકોને અફઘાનિસ્તાનથી બહાર કાઢ્યા હતા, જેણે તેના સૈનિકોની મદદ કરી છે. તે માટે અમેરિકી સરકારે એક મુહિમ ચલાવી હતી.
તાલિબાનનો બે તૃતિયાંશ ભાગ પર કબ્જો
તાલિબાનનો અફઘાનિસ્તાનના બે તૃતિયાંશ ભાગ પર કબ્જો જામી ગયો છે અને સવાલ ઉઠી રહ્યા છે કે બ્રિટિશ સૈનિક હેલમંદમાં અમેરિકી સૈનિકોની 11 સપ્ટેમ્બર સુધી વાપસીની યોજના સુધી ત્યાં કેમ ન રહ્યા. ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને એપ્રિલમાં અમેરિકી સૈનિકોને અફઘાનિસ્તાનથી પાછા બોલાવવાની જાહેરાત કરી હતી. તેમના નિર્ણય બાદ બ્રિટન સહિત નાટો ગઠબંધનના દેશોએ પણ પોત પોતાના સૈનિકોની વાપસીની જાહેરાત કરી. બ્રિટનમાં કંઝર્વેટિવ પાર્ટીની પૂર્વની સરકારમાં રક્ષામંત્રી રહેલા અને અફઘાનિસ્તાનમાં સેવા આપી ચૂકેલા જોની મર્સરે કહ્યું કે બાઈડને મોટી ભૂલ કરી છે. પરંતુ બ્રિટને તેમનું અનુકરણ કરવું જોઈતું નહતું અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સહાયતા બળમાં નાટોના અન્ય દેશોની સાથે સહયોગ ભેગો કરવો જોઈતો હતો. મર્સરે કહ્યું કે આ વિચાર કે આપણે એકતરફી રીતે પગલું ભરી શકતા નહતા અને અફઘાન સુરક્ષા દળોનું સમર્થન કરી શકતા નહતા, તે યોગ્ય નથી. અફઘાનિસ્તાનની સુરક્ષાને સમર્થન કરવાની રાજનીતિક ઈચ્છાશક્તિ નહતી અને તે કારણે અનેક લોકોના જીવ જશે. આ મારા માટે ખુબ અપમાનજનક છે.
આ પણ વાંચોઃ MOSSADના આ ઓપરેશન બાદ ઈઝરાયલના પુર્વ PM નેતનયાહૂના ભાઈ શહિદ થયા હતા દુશમનોનો છુટી ગયો હતો પસીનો
US નું અનુકરણ કર્યા સિવાય કોઈ ચારો નથી
બ્રિટેનના રક્ષામંત્રી બેલ વાલેસે પણ અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે પરંતુ કહ્યું કે સરકાર પાસે અમેરિકાનું અનુકરણ કર્યા સિવાય કોઈ ચારો નહતો. વાલેસે દાવો કર્યો કે અફઘાનિસ્તાનમાં રહેલા ચાર હજાર બ્રિટિશ સૈનિકોને પાછા લાવવામાં મદદ માટે લગભગ 6000 સૈનિકોને મોકલવાનો નિર્ણય અફડાતફડીમાં તત્કાળ નથી લેવાયો. પરંતુ આ યોજના મહિનાઓ પહેલા બનાવવામાં આવી હતી. આ અગાઉ અમેરિકાએ ગુરુવારે કહ્યું કે તે અફઘાનિસ્તાનની મદદ કરવા અને કાબુલ સ્થિત અમેરિકી દૂતાવાસથી થોડા કર્મચારીઓને કાઢવા માટે 3000 વધારાના સૈનિકો મોકલી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે