Britain: કોર્ટનો નિર્ણય- યુવક ક્યારે અને કોની સાથે કરશે સેક્સ, પહેલા પોલીસને જણાવવું પડશે
બ્રિટન (Britain) ની એક કોર્ટે એક યુવક અંગે એવો ચુકાદો આપ્યો કે જાણીને દરેક જણ નવાઈ પામી ગયા. કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે યુવકે કોઈ મહિલા સાથે સેક્સ (Sex) ના 24 કલાક પહેલા પોલીસ અને તે મહિલા બંનેને જાણકારી આપવી પડશે.
Trending Photos
લંડન: બ્રિટન (Britain) ની એક કોર્ટે એક યુવક અંગે એવો ચુકાદો આપ્યો કે જાણીને દરેક જણ નવાઈ પામી ગયા. કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે યુવકે કોઈ મહિલા સાથે સેક્સ (Sex) ના 24 કલાક પહેલા પોલીસ અને તે મહિલા બંનેને જાણકારી આપવી પડશે. આ સાથે જ યુવકના કોઈ મહિલા સાથે બિનજરૂરી વાત કરવા ઉપર પણ રોક લગાવવામાં આવી છે.
39 વર્ષના યુવક ડીન ડાયર (Dean Dyer) પર શારીરિક હુમલા મામલે અનેક કેસ ચાલી રહ્યા છે. એક મહિલાએ યુવક પર આરોપ લગાવ્યો કે પાર્ટી દરમિયાન તેણે ખોટી રીતે સ્પર્શ કર્યો હતો અને વિરોધ કર્યો તો રેપ (Rape) ની ધમકી આપી હતી. જો કે અત્યાર સુધી કોઈ પણ શારીરિક અપરાધ અંગેનો ગુનો સાબિત થયો નથી.
ડેઈલી મેલના રિપોર્ટ મુજબ કોર્ટે યુવક વિરુદ્ધના આરોપો સાંભળ્યા બાદ તેને સેક્સ્યુઅલ રિસ્ટ્રેન્ટ ઓર્ડર (Sexual Restraint Order) પકડાવી દીધો. યુવક પર 14 વર્ષની એક તરુણી સાથે સંબંધ (Sex) બનાવવાની કોશિશ સહિતના શારીરિક અપરાધ સંબંધિત સાત આરોપ છે.
બ્રિટન ( Britain) ની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે એમ પણ કહ્યું કે રોજબરોજના કામ દરમિયાન યુવક ફક્ત એ જ મહિલાઓ સાથે વાત કરી શકે કે જેની સાથે વાત કરવી ખુબ જરૂરી હોય.
બ્રિટનમાં સેક્સ્યુઅલ રિસ્ટ્રેન્ટ ઓર્ડર એક સિવિલ ઓર્ડર હોય છે. સામાન્ય રીતે એવા લોકોને પકડાવવામાં આવે છે જેના પર દોષ સાબિત થયો નથી અને જેનાથી સોસાયટીની જોખમ સમજવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે