એક ટ્રેન પાટા પરથી ઉતરી, ત્યારે ટકરાઇ બીજી ટ્રેન, જુઓ ઘટના બાદની તસવીરો
પોલીસે એક નિવેદનમાં કહ્યું કે મોટાભાગના લોકો જે ઇજાગ્રસ્ત થયા છે, તે જાતે જ જતા રહ્યા છે. ડ્રાઇવર સહિત કેટલાક અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.
Trending Photos
લંડન: બ્રિટનના દક્ષિણી પશ્વિમી શહેર સેલિબ્રિટીમાં એક મોટો ટ્રેન અકસ્માત (Salisbury Train Accident)થયો છે અને બંને ટ્રેનોની પરસ્પર ટક્કર થઇ ગઇ. અધિકારીઓએ ઘટનાની જાણકારી આપતાં જણાવ્યું હતું કે સૈલિસબરીમાં ટનલથી નિકળતી વખતે એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ, ત્યારબાદ એક બીજી ટ્રેન તેની સાથે ટકરાઇ (Crash between Two Trains) ગઇ. અકસ્માતમાં ડઝન લોકો ઘાયલ થયા, જોકે કોઇનું મોત થયું નથી.
સિગ્નલમાં સમસ્યા સર્જાતા થયો મોટો અકસ્માત
નેટવર્ક રેલએ જણાવ્યું હતું કે લંડનના દક્ષિણ પશ્વિમમાં લગભગ 70 માઇલ (113 કિલોમીટર) ના અંતર પર સૈલિસબરી સ્ટેશન પાસે પહોંચતાં જ કોઇ વસ્તુ સાથે ટકરાતાં એક મુસાફર ટ્રેનના પાછળના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. ટ્રેન પાટા પરથી ઉતરતાં વિસ્તારના તમામ સિગ્નલ ઠપ્પ થઇ ગયા. જેના લીધે એક અન્ય ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત ટ્રેન સાથે ટકરાઇ ગઇ. ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે અને ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
ડ્રાઇવર સહિત કેટલાક અન્ય લોકો હોસ્પિટલમાં દાખલ
પોલીસે એક નિવેદનમાં કહ્યું કે મોટાભાગના લોકો જે ઇજાગ્રસ્ત થયા છે, તે જાતે જ જતા રહ્યા છે. ડ્રાઇવર સહિત કેટલાક અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે સૈલિસબરી સ્ટેશન પાસે ફાયર બ્રિગેડની ગાડીઓ અને એંબુલન્સ ઘટનાસ્થળે હાજર હતી. ડોરસેટ એન્ડ વિલ્ટશાયર ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસે કહ્યું કે તેનાથી લગભગ 100 લોકોને નિકાળવામાં મદદ કરી છે.
ઘટનામાં બચેલા મુસાફરોને સંભળાવી કહાની
મિરર રિપોર્ટ અનુસાર, સેલિસબરી ટ્રેન દુર્ઘટનાથી બચ્યા પછી મુસાફરોએ તે ભયાનક પળની કહાની સંભળાવી અને જણાવ્યું કે આ એક ભયાનક ટક્કર હતી. એક મુસાફરે જણાવ્યું કે અકસ્માત બાદ લોકોને આગળની તરફ ધક્કો લાગ્યો હતો અને ઘણા લોકોના માથામાં ઇજા પહોંચી છે. મેં આગની જ્વાળાઓ જોઇ અને ડરી ગયો. ટ્રેન 45 ડિગ્રી સુધી નમી ગઇ હતી અને બધી લાઇટ્સ બંધ થઇ ગઇ. અમને ખબર ન હતી કે અમે ક્યાં છીએ અને શું થયું છે. અમે બધા આશ્વર્યમાં છીએ.
ઘટનાની તપાસ
નેટવર્ક રેલએ કહ્યું કે ઘણા ઇજાગ્રસ્ત લોકો હોવાના સમચાર છે. ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે ઉપલબ્ધ છે. બ્રિટનની પરિવહન પોલીસે જણાવ્યું ક અકસ્માતમાં કોઇએ જીવ ગુમાવ્યો નથી. પોલીસના એક અધિકારીએ કહ્યું કે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ડોરસેટ અને વિલ્ટશાયર ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસ'એ કહ્યું કે ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. પરિવહન સચિવ ગ્રાન્ટ શાપ્સએ ટ્વિટ કરીને કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે