ગર્લફ્રેન્ડે એટલી જોર કિસ કરી કે ફાટી ગયો બોયફ્રેન્ડનો કાનનો પડદો, પછી...

Intense kissing: ચીનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવકને તેની ગર્લફ્રેન્ડને 'કિસ' કરવી ભારે પડી ગઇ છે. પ્રેમિકાએ એટલી જોરથી કિસ કરી કે પ્રેમીના કાનના પડદા ફાટી ગયા. જે બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

ગર્લફ્રેન્ડે એટલી જોર કિસ કરી કે ફાટી ગયો બોયફ્રેન્ડનો કાનનો પડદો, પછી...

Kissing side effects: ચીનમાં તેની એક પ્રેમીને પોતાની ગર્લફ્રેન્ડને કિસ કરવી એટલી મોંઘી સાબિત થઈ કે તેને હોસ્પિટલ લઈ જવો પડ્યો. જી હા, યુવકે તેની ગર્લફ્રેન્ડને લગભગ 10 મિનિટ સુધી કિસ કરી હતી. બંને વચ્ચે ચુંબન એટલું જોરદાર બની ગયું કે આમ કરતી વખતે યુવકના કાનનો પડદો ફાટી ગયો. તુરંત જ યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

જોકે ચીનમાં વેલેન્ટાઈન ડે 22 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચાઈનીઝ વેલેન્ટાઈન નિમિત્તે આ કપલ ઉજવણી કરવા ચીનના પૂર્વ ઝેજિયાંગ પ્રાંતના વેસ્ટ લેક પર પહોંચ્યું હતું. આ દરમિયાન જ્યારે બંનેએ એકબીજાને જોરથી કિસ કરી તો યુવકના કાનમાં કંઈક અજીબ અવાજ આવ્યો, જેના પછી તેની સાંભળવાની ક્ષમતા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ. હોસ્પિટલમાં લઈ જવા પર જાણવા મળ્યું કે તેના કાનનો પડદો ફાટી ગયો હતો.

કેવી રીતે સર્જાઇ આવી સ્થિતિ?
યુવકની સારવાર કરી રહેલા ડોક્ટરનું માનવું છે કે તેના સાજા થવામાં 2 મહિનાનો સમય લાગી શકે છે. મેડિકલ એક્સપર્ટના મતે કિસ કરતી વખતે આ સ્થિતિ ઘણી વખત થઈ શકે છે.

જોકે જ્યારે ગહનતા સાથે ચુંબન કરવામાં આવે છે, ત્યારે કાનની અંદર હવાના દબાણમાં ઝડપથી ફેરફાર થઈ શકે છે. એવામાં જ્યારે પાર્ટનર ઊંડો શ્વાસ લે છે, ત્યારે તે અસંતુલન બનાવી શકે છે, જેની સીધી અસર કાન પર પડે છે અને કાનનો પડદો પણ ફાટી શકે છે.

ચીનમાં પહેલાં પણ સામે આવ્યો હતો આવો વિચિત્ર કિસ્સો
જોકે ચીનમાં આ પહેલો કિસ્સો નથી. હાલમાં જ ચીનના દક્ષિણી ભાગમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. તે સમયે એક કપલ રૂમમાં બેસી ટીવી જોઈ રહ્યું હતું, ત્યારે તેમને કાનમાં કંઈક અનુભવવા લાગ્યું. બાદમાં જાણવા મળ્યું કે તેના કાનનો પડદો ફાટી ગયો હતો. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા.

હેલ્થ એક્સપર્ટના મતે માત્ર કિસ કરતી વખતે જ નહીં, કાનનો પડદો અચાનક ફાટવાના અન્ય ઘણા કારણો હોઈ શકે છે. આ કારણોમાં સ્કાય કે વોટર ડાઈવિંગ, ફ્લાઈંગ, લડાઈ અને રોડ એક્સિડન્ટનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news