Tomato Price Fall : ઘટી ગયા ટામેટા અને શાકભાજીના ભાવ, ટામેટાનો ભાવ ઉતરીને સીધો આટલો થયો

Tomato Price Fall Down : શાકભાજીના ભાવ ઘટતા ગૃહિણીઓને મળી આંશિક રાહત..ટામેટાના ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો થયા તો ડુંગળીના ભાવમાં આંશિક વધારો...
 

Tomato Price Fall : ઘટી ગયા ટામેટા અને શાકભાજીના ભાવ, ટામેટાનો ભાવ ઉતરીને સીધો આટલો થયો

Tomato Price આશ્કા જાની/અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી સમગ્ર રાજ્યમાં ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા હતા. લાલચોળ ટામેટાના ભાવ પણ લાલચોળ થયા હતા. ત્યારે હવે ટામેટાની બજારમાં ભાવ ઘટાડો નોંધાયો છે. એટલુ જ નહિ, અન્ય શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી ગયા હતા. ત્યારે તહેવારો સમયે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર છે. ન માત્ર ટામેટા, પરંતુ શાકભાજીના ભાવમાં પણ ઘટાડો થયો છે. 

ધરખમ ભાવ વધારા સામે ગૃહણીઓને આંશિક રાહત મળી છે. વરસાદનું જોર ઘટતા શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. આદું, ટામેટા જેના ભાવ અગાઉ મઘ્યમવર્ગના બજેટથી બહાર હતા, તેના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ 200 રૂપિયા કિલો મળતા ટામેટા હાલ 30-40 રૂપિયા કિલો પર પહોંચી ગયા છે.

  • ભીંડા 30 રૂપિયા કિલો
  • ગુવાર 50 -60 રૂપિયા કિલો
  • ફ્લાવર 60 રૂપિયા કિલો
  • ટિંડોળા 50 રૂપિયા કિલો (જો કે કંટોડા 100 રૂપિયા કિલો પહોંચ્યા હતા)
  • રીંગણાં 40 રૂપિયા કિલો
  • પરવળ 60 રૂપિયા કિલો
  • કોબીજ 40 રૂપિયા કિલો

જો કે હજી પણ આદુંના ભાવ હજી પણ વધુ છે. બજારમાં નવું આદુ આવતા 340 રૂપિયા કિલો મળતું આદુ હાલ 240 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. તો શાકભાજીમાં તડકો લાવતી ડુંગળીના ભાવ પણ વધુ છે. અન્ય શાકભાજીની સામે ડુંગળીના ભાવ વધુ છે. સામાન્ય રીતે 20-25 રૂપિયા કિલો મળતી હોય છે, પંરતું ડુંગળી હાલ માર્કેટમાં 30-40 રૂપિયા કિલો વેચાઈ રહી છે. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ટામેટા તથા શાકભાજીના વધતા ભાવે લોકોને રડાવ્યા હતા. ટામેટાના ભાવ કેટલાક જગ્યાએ 220 રૂપિયે કિલો પર પહોંચી ગયા હતા. તો ક્યાંક 160 કિલોની આસપાસ વેચાતા હતા. પરંતુ હવે માર્કેટ બદલાયું છે. ટામેટાના ભાવ ડાઉન થયા છે. સાથે જ અન્ય શાકભાજીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. માર્કેટમાં હવે મોટી સંખ્યામાં ટામેટા આવી રહ્યાં છે. જેથી ટામેટાની ખરીદી પણ વધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news