ચીન અને પાકિસ્તાન હવે નહીં કરી શકે ભારતની સરહદમાં ઘૂસણખોરી, જાણો શું છે ભારતનો સીક્રેટ પ્લાન
BROનો પાયો 7 મે 1960ના રોજ નાંખવામાં આવ્યો હતો. અને તેને શરૂ કરવાનો ઉદ્દેશ્ય દેશની બોર્ડરને સુરક્ષિત કરવાનો છે. સાથે જ આ વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવાનો હતો જે દેશના નિર્જન વિસ્તારમાં હતો. જેમ કે ઉત્તરી ભાગ અને દેશના નોર્થ-ઈસ્ટ રાજ્ય.
Trending Photos
નવી દિલ્હીઃ તમે હાલના સમયમાં ચીન સરહદ હોય કે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ. દરેક જગ્યાએ તમે સરસ મજાના રસ્તા અને બ્રિજ જોયા હશે. તમને મનમાં એમ થતું હશે કે પહાડો અને નદીઓ પસાર થતી હોય તેવી જગ્યાએ કેવી રીતે રસ્તા બનાવવામાં આવતાં હશે. તો તમારા આ સવાલનો જવાબ છે BRO. BRO એટલે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન. જે ગમે તેવી વિકટ જગ્યાએ, વિકટ પરિસ્થિતિમાં ભારતીય સેના માટે રોડ-રસ્તા અને બ્રિજનું નિર્માણ કરે છે. તેનું તાજું ઉદાહરણ છે રક્ષા મંત્રી રાજનાથ સિંહે તાજેતરમાં કરેલાં 12 રોડનું ઉદ્ધાટન. જેને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન તરફથી તૈયાર કરવામાં આવ્યા છે. આ બધા રસ્તાઓ સ્ટ્રેટેજિક રીતે ભારત માટે બહુ જ મહત્વપૂર્ણ છે. બધા રસ્તાઓ ભારતના ઉત્તરી અને પૂર્વી બોર્ડર વિસ્તારમાં છે. જે રસ્તાઓનું ઉદ્ધાટન થયું છે તેમાં અરુણાચલ પ્રદેશ, એક લદાખ અને એક જમ્મુ કાશ્મીરમાં છે. રક્ષા મંત્રીએ 20 કિલોમીટર લાંબી ડબલ લેનવાળા રસ્તાનું ઉદ્ધાટન કર્યું છે. જે લખીમપુર વિસ્તારમાં છે. આ રસ્તાને કિમિન-પોતિન રોડ નામ આપવામાં આવ્યો છે.
11,000 કરોડનું બજેટ:
ગુરુવારે વધુ એક રોડના ઉદ્ધાટનની સાથે જ વધુ એક રેકોર્ડ BROના નામે નોંધાઈ ગયો છે. જે રસ્તાઓનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. તેમને રક્ષા મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક્ટ ઈસ્ટ પોલિસીનો મહત્વનો ભાગ ગણાવ્યો છે. રક્ષા મંત્રીએ જાણકારી આપી કે BROના બજેટને વર્ષ 2013થી અનેક ગણું વધારવામાં આવ્યું છે. આજે તેનું બજેટ 11,000 કરોડ સુધી પહોંચી ગયું છે. BROએ વર્ષ 2014થી બોર્ડર વિસ્તારમાં 4800 કિલોમીટર લાંબા રસ્તાનું નિર્માણ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
1960માં BROનો પાયો નંખાયો:
BROનો પાયો 7 મે 1960ના રોજ નાંખવામાં આવ્યો હતો. અને તેને શરૂ કરવાનો ઉદ્દેશ્ય દેશની બોર્ડરને સુરક્ષિત કરવાનો છે. સાથે જ આ વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવાનો હતો જે દેશના નિર્જન વિસ્તારમાં હતો. જેમ કે ઉત્તરી ભાગ અને દેશના નોર્થ-ઈસ્ટ રાજ્ય. પ્રોજેક્ટ્સને ઝડપથી પૂરી કરી શકાય અને સહયોગને સુનિશ્વિત કરી શકાય. તેના માટે ભારત સરકારે બોર્ડર રોડ્સ ડેવલપમેન્ટ બોર્ડને શરૂ કર્યું. બોર્ડના ચેરમેન પ્રધાનમંત્રી હોય છે અને રક્ષા મંત્રી તેના ડેપ્યૂટી ચેરમેન હોય છે.
2015થી રક્ષા મંત્રાલયનો ભાગ:
આજે આ સમયે બોર્ડની પાસે આર્થિક અને ભારત સરકારની બીજી શક્તિઓ પણ છે. તેના બોર્ડમાં સેના અને વાયુસેનાના પ્રમુખ, એન્જિનિયર ઈન ચીફ, ડાયરેક્ટર જનરલ બોર્ડ રોડ્સ્ જેવા અધિકારી હોય છે. બોર્ડના સેક્રેટરીની શક્તિઓ ભારત સરકારના સેક્રેટરી બરોબર હોય છે. BROના સંચાલક DGBR હોય છે અને સેનાના લેફ્ટનન્ટ જનરલ રેન્કના અધિકારી તેને સંભાળે છે. વર્ષ 2015થી BRO, રક્ષા મંત્રાલય અંતર્ગત ચાલે છે. જેથી બોર્ડરના સંપર્કને વધારી શકાય. તેની પહેલાં BRO મિનિસ્ટ્રી ઓફ સરફેસ ટ્રાન્સપોર્ટમાં હતું. જે રોડ અને રાજમાર્ગ મંત્રાલયનો ભાગ છે.
ભારતની બહાર પણ છે પ્રોજેક્ટસ:
BROમાં જનરલ રિઝર્વ એન્જિનિયર ફોર્સ પણ હોય છે. અને તેમાં પસંદ કરવામાં આવતાં ઓફિસરની પસંદગી ઈન્ડિયન એન્જિનિયરીંગ સર્વિસિઝ દ્વારા થાય છે. દર વર્ષે યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન તરફથી તેની પરીક્ષા લેવામાં આવે છે. કેટલાંક ઓફિસર્સ સેનાની એન્જિનિયરીંગ કોર તરફથી પસંદ કરવામાં આવે છે. BRO માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભૂતાન, મ્યાનમાર, તઝાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ પ્રોજેક્ટને ઓપરેટ કરી રહી છે. આ સમયે BRO પાસે 18 પ્રોજેક્ટ છે. જેને અનેક ભાગમાં વહેંચવામાં આવ્યા છે. BRO માત્ર સ્થાનિક મજૂરોને જ પ્રાથમિકતા આપે છે. અને કોઈપણ મજૂર 179 દિવસથી વધારે રહેશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે