અહીં છેલ્લાં 70 વર્ષથી નથી થયું કોઈનું મૃત્યુ! આ ધરતી પર કોણે રોકી રાખ્યો છે લોકોનો જીવ? જાણો રહસ્ય
Trending Photos
નવી દિલ્લીઃ ભારત સહિત દુનિયાભરમાં એવી ઘણી અનોખી જગ્યાઓ છે જેના વિશે જાણીને લોકો વિશ્વાસ નહીં કરે. એક એવી જગ્યા છે જેના વિશે જાણીને તમે ચોંકી જશો. આવો અમે તમને આ અનોખા સ્થળ વિશે જણાવીએ, જ્યાં 70 વર્ષમાં એકપણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું. તમને આ સાંભળવામાં અજીબ લાગશે, પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું છે. હવે તમે વિચારશો કે ત્યાં કોઈ રહેતું નથી, પણ એવું નથી કે લોકો ત્યાં રહે છે. પરંતુ 70 વર્ષમાં આ અનોખા સ્થળે કોઈનું મૃત્યુ થયું નથી. આવો જાણીએ આ ખાસ જગ્યા વિશે...
આ અનોખી જગ્યા નોર્વેમાં છે. અહીં ઘણી સુંદર જગ્યાઓ છે, જેના કારણે તે વિશ્વના પ્રખ્યાત પર્યટન સ્થળોમાં સામેલ છે. નોર્વેની આ જગ્યાનું નામ લોંગ ઈયરબેન છે. આ જગ્યાએ કોઈનું મૃત્યુ થઈ શકે નહીં. આનું કારણ જાણીને તમારા મનમાં પ્રશ્ન થશે કે આવું કેમ?
નોર્વેને મિડનાઈટ સન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દેશમાં મે મહિનાથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી. અહીં સતત 76 દિવસનો દિવસ રહે છે અને રાત નથી હોતી. અહીંના સ્વાલબાર્ડમાં પણ 10 એપ્રિલથી 23 ઓગસ્ટ સુધી સૂર્યાસ્ત થતો નથી. અહીંના લોંગ ઈયરબેનમાં પ્રશાસને એક કાયદો બનાવ્યો છે, જેના કારણે અહીં લોકો મરી શકતા નથી. અહીં મનુષ્યના મૃત્યુ પર પ્રતિબંધ છે.
જાણો શું છે કાયદો-
નોર્વેના ઉત્તર ધ્રુવમાં સ્થિત લોંગ ઈયરબેનમાં આખું વર્ષ સખત ઠંડી પડે છે, જેના કારણે અહીં મૃતદેહ સડતો નથી. જેના કારણે પ્રશાસને અહીં મનુષ્યોના મોત પર પ્રતિબંધ લગાવી દીધો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ શહેરમાં 70 વર્ષથી કોઈનું મૃત્યુ થયું નથી.
શહેરમાં 100 વર્ષ પહેલા મૃત્યુ થયું હતું-
આ અનોખા શહેરમાં ખ્રિસ્તી ધર્મના લોકો વધુ રહે છે. વર્ષ 1917માં અહીં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જે ઈન્ફલ્યુએન્ઝાથી પીડિત હતો. માણસના શરીરને લોંગ ઇયરબેનમાં દફનાવવામાં આવ્યું હતું, પરંતુ તેના શરીરમાં હજુ પણ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે. આ કારણે પ્રશાસને અહીં કોઈના મૃત્યુ પર પ્રતિબંધ લગાવી દીધો છે જેથી કરીને શહેરને કોઈપણ રોગચાળાથી બચાવી શકાય.
આ શહેરની વસ્તી 2000 જેટલી છે. અહીં કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને પ્લેન દ્વારા બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. ત્યારપછી તે જ જગ્યાએ મૃત્યુ બાદ તે વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે