બાંગ્લાદેશની PM હસીનાનો આરોપ, બોલી 'ખાલિયા જિયાએ રચ્યું હતું મને મારવાનું કાવતરું'

બાંગ્લાદેશ (Bangladesh)ની પ્રધાનમંત્રી શેખ હસીના (Sheikh Hasina) એ શુક્રવારે કહ્યું કે બીએનપી નેતા ખાલિદા જિયા અને તેમના મોટા પુત્ર તારીક રહમાન ઢાકામાં 2004ના થયેલા ગ્રેનેડ હુમલામાં તેમને મારવા ઇચ્છતા છે.

બાંગ્લાદેશની PM હસીનાનો આરોપ, બોલી 'ખાલિયા જિયાએ રચ્યું હતું મને મારવાનું કાવતરું'

ઢાકા: બાંગ્લાદેશ (Bangladesh)ની પ્રધાનમંત્રી શેખ હસીના (Sheikh Hasina) એ શુક્રવારે કહ્યું કે બીએનપી નેતા ખાલિદા જિયા અને તેમના મોટા પુત્ર તારીક રહમાન ઢાકામાં 2004ના થયેલા ગ્રેનેડ હુમલામાં તેમને મારવા ઇચ્છતા છે. હસીનાનું આ નિવેદન 21 ઓગસ્ટ 2004ને થયેલા હુમલાની 16મી વરસીના અવસર લોકોને સંબોધિત કરતાં આવ્યું હતું. હુમલો ઢાકાના બંગબંધુ એવન્યૂમાં આવામી લીગ દ્વારા આયોજિત આતંકવાદી-રોધી રૈલીમાં કરવામાં આવ્યું હતું. 

આ હુમલામાં 24 લોકોના મોત થયા હતા. જેમાં મહિલા આવામી લીગની તત્કાલીન અધ્યક્ષ અને દિવંગત રાષ્ટ્રપતિ જિલ્લુર રહમાનની પત્ની ઇવી પણ સામેલ હતી. હુમલામાં 500થી વધુ લોકો ઘાયલ થયા હતા. 

તેમણે કહ્યું કે 'ખાલિયા જિયા અને તેનો મોટો પુત્ર તારીક રહેમાન બંગબંધુ એવન્યૂમાં ગ્રેનેડ હુમલામાં મને મારવા માંગતા હતા. આ રેલી સિલહટમાં તત્કાલીન બ્રિટિશ ઉચ્ચાયોગમાં બોમ્બ હુમલા અને દેશમાં અન્ય 500થી વધુ જગ્યાઓ પર હુમલાના વિરોધમાં આયોજિત કરવામાં આવી રહી હતી. હું તેમનો મુખ્ય ટાર્ગેટ હતી. 

હસીનાએ કહ્યું કે 'બોમ્બ હુમલા પહેલાં તેમને કહ્યું હતું કે આવામી લીગ 100 વર્ષો માટે સત્તામાં આવવા માટે સક્ષમ નહી હોય. 

પ્રધાનમંત્રીએ આરોપ લગાવતાં કહ્યું કે હત્યાઓ કરવાની તેમની આદત છે કારણ કે દેશની આઝાદી અને લિબરેશન વોર સ્પ્રિટમાં વિશ્વાસ ધરાવતા નથી. સત્તા તેમના માટે ભ્રષ્ટાચાર દ્વારા પૈસા કમાવવાનું ઓજાર છે. 

2004ના જઘન્ય હુમલાને યાદ કરતાં હસીનાએ કહ્યું કે તત્કાલીન બીએનપી-જમાત સરકારે આતંકવાદીઓને એકત્રિત કર્યા અને આ પ્રકારે હુમલા માટે ટ્રેનિંગ આપી. તેમણે આતંકવાદીઓને વિદેશ ભાગી જવાની સુવિધા પુરી પાડી. 

તેમણે કહ્યું કે 'તત્કાલીન બીએનપી-જમાત સરકારને લાગ્યું કે હું ગ્રેનેડ હુમલામાં મરી જઇશ. પરંતુ જ્યારે ખબર પડી છે કે હું બચી તો તેમણે આતંકવાદીઓને અહીંથી ભાગવાની પરવાનગી આપી. હુમલા બાદ પોલીસે ટીયર ગેસ છોડ્યા અને આવામી લીગના નેતાઓ અને કાર્યકર્તાઓને બચાવવાના બદલે તેમના પર લાઠીચાર્જ કર્યો.

ન્યૂઝ એજન્સી IANS ના અનુસાર હસીનાએ કહ્યું કે 'અહીં સુધી કે બીએનપી-જમાત સમર્થિત ડોક્ટરોને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ન કરી અને સાથે જ કોઇ પીડિતને બંગબંધુ મુજીબુર મેડિકલ યુનિવર્સિટીમાં જવાની પરવાનગી આપવામાં આવી નહી કારણ કે તેને બંધ કરી દેવામાં આવી હતી. 

હુમલામાં તત્કાલિન વિપક્ષી નેતા હસીના માંડ-માંડ બચી હતી પરંતુ તેમની સાંભળવાની ક્ષમતા પર અસર પડી હતી. શુક્રવારે આ ઉપરાંત 1971, 1975 અને 2004 માં મૃત્યું પામેલા લોકોની યાદવમાં એક મિનિટ મૌન પાળ્યું. આવામી લીગના મહાસચિવ ઉબૈદુલ કદારે બેઠકમાં સ્વાગત ભાષણ કર્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news