રશિયાથી ગોવા આવી રહેલા વિમાન અંગે સુરક્ષા અલર્ટ, ઉઝ્બેકિસ્તાન ડાયવર્ટ કરાઈ ફ્લાઈટ
રશિયાથી ગોવા આવી રહેલા ચાર્ટર્ડ પ્લેનની સુરક્ષા અલર્ટ જારી કરવામાં આવી. ત્યારબાદ ફ્લાઈટને ઉઝ્બેકિસ્તાન ડાયવર્ટ કરી દેવાઈ છે. મળતી માહિતી મુજબ ફ્લાઈટમાં 2 બાળકો અને 7 ક્રુ સહિત કુલ 238 લોકો સવાર છે. રશિયાના પેરમ ઈન્ટરનેશનલ એરપોર્ટથી અઝૂર એરલાઈન્સના પ્લેને ગોવા માટે ઉડાણ ભરી હતી.
Trending Photos
રશિયાથી ગોવા આવી રહેલા ચાર્ટર્ડ પ્લેનની સુરક્ષા અલર્ટ જારી કરવામાં આવી. ત્યારબાદ ફ્લાઈટને ઉઝ્બેકિસ્તાન ડાયવર્ટ કરી દેવાઈ છે. મળતી માહિતી મુજબ ફ્લાઈટમાં 2 બાળકો અને 7 ક્રુ સહિત કુલ 238 લોકો સવાર છે. રશિયાના પેરમ ઈન્ટરનેશનલ એરપોર્ટથી અઝૂર એરલાઈન્સના પ્લેને ગોવા માટે ઉડાણ ભરી હતી. પરંતુ અધવચ્ચે જ તેને સુરક્ષા સંબંધિત અલર્ટ જાહેર કરવામાં આવી. ત્યારબાદ અફરાતફરીમાં ફ્લાઈટને ઉઝ્બેકિસ્તાન માટે ડાયવર્ટ કરવામાં આવી.
અત્રે જણાવવાનું કે 11 દિવસમાં રશિયન એરલાઈન્સ અઝૂરની ફ્લાઈટ સાથે આ બીજી ઘટના છે. આ અગાઉ 9 જાન્યુઆરીની રાતે પણ મોસ્કોથી ગોવા જઈ રહેલી અઝૂર એરલાઈનની ફ્લાઈટનું ગુજરાતના જામનગર ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. હકીકતમાં વિમાનમાં બોમ્બ હોવાની ખબર ગોવાના એર ટ્રાફિક કંટ્રોલને ઈમેઈલ દ્વારા માહિતી મળી હતી. ગોવા એર ટ્રાફિક કંટ્રોલે ઈમેઈલને ગંભીરતાથી લેતા તરત જ વિમાનના પાઈલટનો સંપર્ક કર્યો અને ફ્લાઈટ પાસેના એરપોર્ટ પર લેન્ડ કરાવવાનું કહ્યું.
An Azur Air chartered flight from Russia’s Perm International Airport to Goa received a security threat. Following this, the flight was diverted to Uzbekistan. A total of 238 passengers, including 2 infants, and 7 crew are onboard: Airport Sources pic.twitter.com/2JKe9bWeO8
— ANI (@ANI) January 21, 2023
ત્યારબાદ એટીસીએ વિમાનના પાઈલટને જામનગર સ્થિત ભારતીય વાયુસેનાના એરબેસ પર વિમાનના ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનો નિર્દેશ આપ્યો. આ એરપોર્ટથી બસ એક જ પેસેન્જર ફ્લાઈટનું સંચાલન થાય છે અને તે પણ સવારના સમયે. મળતી માહિતી મુજબ આ વિમાને 9 જાન્યુઆરીએ બપોરે 12 વાગે મોસ્કોથી ગોવા માટે ઉડાણ ભરી હતી. વિમાનમાં 236 મુસાફરો સહિત 244 લોકો સવાર હતા. જેમાં 8 ક્રુ સભ્યો પણ સામેલ હતા. જો કે તપાસમાં ફ્લાઈટમાંથી કશું શંકાસ્પદ મળ્યું નહીં. ત્યારબાદ ફ્લાઈટ ગોવા માટે રવાના થઈ ગઈ હતી.
જુઓ લાઈવ ટીવી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે