તાજી હવાનો વેપલો કરે છે આ ખેડૂત, ખેતરમાં શ્વાસ લેવાનો ચાર્જ 1 કલાકના 2500 રૂપિયા

Fresh Air for 2500 Rupees Per Hour in Thailand: એવું કહેવાય છે કે કોઈ કામ નાનું હોતું નથી. જે કામથી તમારા પરિવારનો ખર્ચો નીકળે તે મોટું અને સૌથી સારું હોય છે. ઈન્ટરનેટે દુનિયા બદલી નાખી છે તો કામ કરવાના તરીકા પણ બદલાઈ ગયા છે. આજકાલ તો એક કે બે નહીં પરંતુ ઓનલાઈન ઘણા બિઝનેસ છે જે તમે ઘરે બેઠા સરળતાથી શરૂ કરી શકો છો. 

ખેડૂતનો ગજબનો બિઝનેસ આઈડિયા
ડેઈલી સ્ટારમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ કોરોના મહામારીમાંથી પાઠ ભણતા થાઈલેન્ડના એક ખેડૂતે આફતમાંથી અવસર શોધ્યો છે. આ ખેડૂત પોતાના ખેતરમાં લોકો પાસેથી એક કલાક રોકાવવા બદલ 2500 રૂપિયા વસૂલી રહ્યો છે. ખેડૂતનો આ બિઝનેસ આઈડિયા કઈક એવો છે કે કે તે શુદ્ધ હવા વેચી રહ્યો છે. આ  ખેડૂતે કલાક ધાનના ખેતરમાં હવા ખાવાના અને શ્વાસ લેવાનું પેકેજ લોકો સામે રજૂ કર્યું છે. 

તાજી હવાનો વેપલો
52 વર્ષના આ ખેડૂતની પાસે Hellfire Pass એરિયામાં ખુબ પ્રોપર્ટી છે જે શિમલા અને મનાલી જેવી સુંદર છે. અહીં તે અનાજ પકવે છે. આ ખેતીકામની સાથે સાથે તેણે પોતાના ખેતરમાં કેમ્પિંગ એરિયા પણ બનાવ્યો છે. હવે ખેડૂતનો એવો દાવો છે કે આ એકમાત્ર જગ્યા છે જ્યાં દેશભરમાં સૌથી તાજી અને શુદ્ધ હવા મળે છે. આવામાં લોકોને પોતાના કેમ્પમાં એક કલાક રહેવા માટે 1000 baht એટલે કે ભારતીય ચલણમાં લગભગ 2500 રૂપિયા ચાર્જ કરે છે. એક કલાકના પેકેજમાં તમે લંચ કે ડિનર પણ કરી શકો છો. હવે તમારી મરજી કે તમારે અહીં કેટલું રોકાવું છે. 

હિટ થયો છે આઈડિયા
એશિયન લાઈફ સોશિયલ વેલફેર ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના સેક્રેટરી દુસિતનો આ આઈડિયા ખુબ લોકપ્રિય થઈ રહ્યો છે. દુસિત પોતાના ખેતરમાં આવનારા બાળકો અને દિવ્યાંગો પાસેથી પૈસા લેતો નથી. એટલું જ નહીં તે આજુબાજુના શહેરોમાંથી આવતા સ્થાનિકો પાસેથી પણ વધારાનો ચાર્જ વસૂલાતો નથી. 

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news