શું Tesla અને Twitter નો થવાનો છે વિલય? એલન મસ્કે આપ્યા સંકેત

Elon Musk Tweet: શું ટેસ્લા અને ટ્વિટરનો વિલય થવાનો છે? વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કના એક ટ્વીટથી આ સંકેત મળી રહ્યો છે. તેના ટ્વીટે ફરી હલચલ મચાવી દીધી છે. 
 

શું Tesla અને Twitter નો થવાનો છે વિલય? એલન મસ્કે આપ્યા સંકેત

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કને કોણ જાણતું નથી. તે સોશિયલ મીડિયામાં હંમેશા ચર્ચાનો વિષય રહે છે. મસ્કને માત્ર તે વાત ખાસ બનાવતી નથી કે તે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ છે, પરંતુ તેની સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ વાયરલ થતી રહે છે. ટ્વિટર સાથે એલન મસ્કનો પ્રેમ કોઈથી છુપાયેલો નથી. 

તે વાત તો દુનિયાની સામે છે કે એલન મસ્કે ટ્વિટરની સાથે પોતાની ડીલને કેન્સલ કરી દીધી છે. અત્યાર સુધી તો તે માહિતી છે કે એલન મસ્કે ટ્વિટર ખરીદ્યું નથી. પરંતુ 30 જુલાઈએ તેમના દ્વારા કરવામાં આવેલા એક ટ્વીટે ફરી લોકોને વિચારમાં મુકી દીધા છે. 

એલન મસ્કે ટ્વીટ કર્યુ- 'ટેસ્લા + ટ્વિટર= 'ટ્વિઝ્લર' હવે એલન મસ્કના આ ટ્વીટનો શું અર્થ કાઢવામાં આવે? ઘણા લોકોને લાગી રહ્યું છે કે જલદી ટેસ્લા અને ટ્વિટરનો વિલય તવાનો છે. કારણ કે મસ્કના આ ટ્વીટથી તો તેવા સંકેત મળી રહ્યાં છે. પરંતુ હજુ સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. 

— Elon Musk (@elonmusk) July 30, 2022

17 ઓક્ટોબરથી શરૂ થશે ટ્રાયલ
ઉલ્લેખનીય છે કે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરે 44 બિલિયન ડોલરના સોદાને રદ્દ કરવાને લઈને વિશ્વના ધનીક વ્યક્તિ મસ્ક વિરુદ્ધ કાયદાકીય રસ્તો અપનાવ્યો છે. હવે બંને વચ્ચે કાયદાકીય લડાઈ 17 ઓક્ટોબરથી શરૂ થશે. અમેરિકી ન્યાયાધીશે આ હાઈ પ્રોફાઇલ કેસની ટ્રાયલની તારીખ નક્કી કરી છે. 

કેમ રદ્દ થઈ ડીલ?
તમને જણાવી દઈએ કે ટેસ્લાના માલિક એલન મસ્કે ટ્વિટરને ખરીદવા માટે 44 બિલિયન ડોલરની રજૂઆત કરી હતી, પરંતુ બાદમાં આ ડીલને રદ્દ કરી દેવામાં આવી. તેમણે કારણ આપ્યું કે ટ્વિટર પર મોટી માત્રામાં સ્પૈમ કે બોટ્સ એકાઉન્ટ છે, જેની જાણકારી તેમને આપવામાં આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news