Sapiosexual lawyer: આટલી સુંદર મહિલાને ડેટિંગ માટે નથી મળતો પુરુષ, લીધો એડલ્ટ કન્ટેન્ટનો સહારો

Sapiosexual lawyer: આ સુંદર મહિલાનું કહેવું છે કે તે સુંદર હોવાની સાથે સાથે 'સેપિયોસેક્સ્યુઅલ' છે. જેના લીધે તેને ડેટિંગ માટે પુરુષો મળતા નથી. જાણો આખરે શું છે આ  સેપિયોસેક્સ્યુઅલ....જેને લીધે સુંદરીને નથી મળતા ડેટિંગ માટે પુરુષો. 

Sapiosexual lawyer: આટલી સુંદર મહિલાને ડેટિંગ માટે નથી મળતો પુરુષ, લીધો એડલ્ટ કન્ટેન્ટનો સહારો

Sapiosexual lawyer problem: દુનિયામાં અલગ અલગ કારણોસર અનેક લોકો કુંવારાં રહી જાય છે. કોઈને સાચો પ્રેમ મળતો નથી જ્યારે કોઈની સામે કોઈને કોઈ મુશ્કેલીઓ આવી જાય છે. એટલે કે કોઈને કોઈ કારણસર આવા લાકોને યોગ્ય લાઈફ પાર્ટનર મળતા નથી. જો કે આ દુનિયા એકથી એક ચડિયાતા વિચિત્ર લોકોથી ભરેલી પડી છે. આવામાં સાઉદીના એક વ્યક્તિએ યોગ્ય લાઈફ પાર્ટનરની શોધમાં લગ્નોની અડધી સેન્ચ્યુરી મારી દીધી પરંતુ અહીં તો વાત એ સુંદર મહિલા વકીલની છે જેણે પોતાની પરેશાનીઓ વિશે સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ લખી કે  જેના કારણે તે રાતોરાત ચર્ચામાં આવી ગઈ. વાત જાણે એમ છે કે આ મહિલાનું કહેવું છે કે સફળ અને કરોડપતિ હોવા છતાં ડેટ કરવા માટે  તેને એક યોગ્ય મેલ પાર્ટનર મળતો નથી. 

કેમ નથી મળતો સાથી?
બ્રિટિશ ન્યૂઝ વેબસાઈટ ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ ડેનિસ રોકા નામની આ મહિલા વકીલનું કહેવું છે કે તેની સાથે આવું એટલા માટે છે કારણ કે તે ખુબ જ સુંદર હોવાની સાથે સાથે સેપિયોસેક્સ્યુઅલ (Sapiosexual) છે. સેપિયોસેક્સ્યુઅલ એટલે કે તે ફક્ત ઈન્ટેલિજન્ટ પુરુષો પ્રત્યે જ આકર્ષિત થાય છે. આ કારણે તેને ડેટિંગ માટે પુરુષો મળતા નથી. 

એડલ્ટ વેબસાઈટનો લીધો સહારો
ડેનિસનું કહેવું છે કે લોકો તેને બસ ચીટ કરવા માંગે છે. સુંદર હોવાની સાથે સાથે ઈન્ટેલિજેન્ટ હોવું તેના સિંગલ રહેવાનું સૌથી મોટું કારણ છે. ડેનિસે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, લોકો પહેલા મારી પ્રોફાઈલ અને ફોટા જોઈને વાતચીત શરૂ કરે છે, મે મારા બાયોમાં કેટલીક વસ્તુઓ છૂપાવી છે. પરંતુ જેવી તેમને તે વસ્તુ ખબર પડે છે કે વકીલ હોવાની સાથે સાથે બિન્દાસ અને ઈન્ટેલિજન્ટ છું એટલે ખોટી દાનત ધરાવનારા પુરુષો તેનાથી અંતર જાળવવા લાગે છે. જ્યારે સમાજના શરીફો વચ્ચે મને સાચો પાર્ટનર ન મળ્યો તો મે એડલ્ટ સાઈટ ઓનલીફેન્સનો સહારો લીધો. પરંતુ ત્યાં પણ મને નિરાશા મળી. જો કે હું આ સાઈટથી સારી એવી કમાણી કરી લઉ છું. 

આવો પુરુષ જોઈએ
ડેનિસે જણાવ્યું કે તેને એક એવો પુરુષ જોઈએ છે કે જે તેની જેમ મગજનો તેજ હોય. તેને દેશ અને દુનિયાની જાણકારી અને સમજ હોય. જેથી કરીને તેની સાથે બેસીને તે ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરી શકે. ડેનિસની આ પોસ્ટ પર લોકોના રિએક્શન આવી રહ્યા છે. પરંતુ તેને સાચો જીવનસાથી ક્યારે મળશે તેના વિશે તે હજુ પણ કોઈ અનુમાન લગાવી શકી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news