Edmore Meteorite: જેને પથ્થર સમજ્યો તે તો કિંમતી ખજાનો નીકળ્યો, રાતોરાત ખેડૂતનું ભાગ્ય પલટાઈ ગયું
Edmore Meteorite Research: તમે કોઈ વસ્તુને માત્ર પથ્થર સમજીને તેનો ઉપયોગ કરી રહ્યા હોવ અને જ્યારે તમને ખબર પડે કે આ પથ્થર તો ખુબ જ કિંમતી છે તો ચોંકી જાઓ...બરાબર ને?
Trending Photos
Edmore Meteorite Research: તમે કોઈ વસ્તુને માત્ર પથ્થર સમજીને તેનો ઉપયોગ કરી રહ્યા હોવ અને જ્યારે તમને ખબર પડે કે આ પથ્થર તો ખુબ જ કિંમતી છે તો ચોંકી જાઓ...બરાબર ને? 80 વર્ષ પહેલા અમેરિકાના મિશિગનમાં ઉલ્કાપિંડનો એક એવો જ ટુકડો ખેતરમાં પડ્યો હતો. જેનું વજન આશરે 10 કિલોગ્રામ જેટલું હતું. 2018માં મિશિગન યુનિવર્સિટીના રિસર્ચર્સે જ્યારે આ અંગે અભ્યાસ બાદ જાણકારી આપી તો સામાન્ય લોકોની સાથે સાથે વિજ્ઞાન જગત પણ ચોંકી ગયું.
કિંમતી ઉલ્કાપિંડ નીકળ્યો પથ્થર
મિશિગન યુનિવર્સિટીના મોના સિરબેસ્કૂ જણાવે છે કે તેઓ કોઈ પણ આશંકા વગર એ કહી શકે છે કે આ પથ્થર ખુબ જ કિંમતી છે. આ તેમના જીવનની સૌથી મૂલ્યવાન ચીજ છે જેની કિંમત અમૂલ્ય છે. ડેવિડ જર્ક નાના એક વ્યક્તિએ મોનાને કહ્યું હતું કે શું તેઓ આ પથ્થર વિશે અભ્યાસ કરી શકે છે. શું આ પથ્થર ક્યાંક ઉલ્કાપિંડ તો નથી. મોના કહે છે કે તે પથ્થરની તપાસ માટે તેને એક નિશ્ચિત સમયગાળા પર આગ્રહ થતો હતો. લગભગ 18 વર્ષ સુધી આ જવાબ રહ્યો કે તે ઉલ્કાપિંડ નથી. હવે જ્યારે તે પથ્થર વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો તો જાણવા મળ્યું કે તે માત્ર ઉલ્કાપિંડ જ નહીં પરંતુ ખુબ જ કિંમતી ઉલ્કાપિંડ છે. તે પથ્થરને એડમોર નામ આપવામાં આવ્યું છે. જેમાં આયર્ન ખાસ કરીને નિકલની માત્ર વિચાર કરતા ઘણી વધુ છે. આ ઉલ્કાપિંડમાં 12 ટકા નિકલ છે. હવે આ પથ્થ માઝુરેકના કબજામાં કેવી રીતે આવ્યો તે પણ એક રસપ્રદ કહાની છે.
રસપ્રદ કહાની
સિરબેસ્કુના જણાવ્યાં મુજબ જ્યારે માઝૂરેકે 1988માં એડમોરને મિશિગનમાં એક ખેતર ખરીદ્યું હતું ત્યારે માલિકે તે સંપત્તિને ચારે બાજુથી દેખાડી હતી અને જોવા મળ્યું કે શેડના દરવાજાને ખોલવા માટે એક મોટા, અજીબ દેખાતા પથ્થરનો ઉપયોગ થઈ રહ્યો હતો. જ્યારે માઝૂરેકે માલિકને પૂછ્યું તો તેણે જણાવ્યું કે તે વાસ્તવમાં એક ઉલ્કાપિંડ હતો. તે વ્યક્તિએ વધુમાં કહ્યું કે 1930ના દાયકામાં તેણે અને તેના પિતાએ રાતે તેમની સંપત્તિ પર ઉલ્કાપિંડ પડતો જોયો હતો અને જ્યારે તે ટકરાયો તો ખુબ જ મોટો અવાજ આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે