USA: શાળામાં વિદ્યાર્થીએ 5 મિનિટમાં 15 થી 20 રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કરતા 3 વિદ્યાર્થીઓના મોત, અનેક ઘાયલ

મિશિગન (Michigan) ના ગ્રામીણ વિસ્તારમાં એક હાઈ સ્કૂલમાં મંગળવારે 15 વર્ષના એક વિદ્યાર્થીએ કથિત રીતે અંધાધૂંધ ફાયરિંગ કર્યું.

USA: શાળામાં વિદ્યાર્થીએ 5 મિનિટમાં 15 થી 20 રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કરતા 3 વિદ્યાર્થીઓના મોત, અનેક ઘાયલ

વોશિંગ્ટન: મિશિગન (Michigan) ના ગ્રામીણ વિસ્તારમાં એક હાઈ સ્કૂલમાં મંગળવારે 15 વર્ષના એક વિદ્યાર્થીએ કથિત રીતે અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં 3 વિદ્યાર્થીઓના મોત થયા છે ઓકલેન્ડ કાઉન્ટી શેરિફ કાર્યાલય (Oakland County Sheriff's Office) એ એક નિવેદનમાં જણાવ્યું કે ઓક્સફોર્ડ હાઈ સ્કૂલમાં બપોર બાદ થયેલા હુમલામાં એક શિક્ષક સહિત 8 અન્ય લોકો ઘાયલ થઈ ગયા. પોલીસે વિદ્યાર્થીની અટકાયત કરી છે. આરોપી બીજા વર્ષના વિદ્યાર્થીની એક હેન્ડગન પણ જપ્ત કરી  લેવાઈ છે. જો કે ડેટ્રોઈટથી લગભગ 40 માઈલ (65 કિમી) ઉત્તરમાં એક નાના શહેર ઓક્સફોર્ડમાં હુમલા અંગે હજુ કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. 

શેરિફના કાર્યાલયે જણાવ્યું કે આરોપીની ધરપકડ દરમિયાન તેણે કોઈ વિરોધ કર્યો નહીં અને સંદિગ્ધે એક વકીલની માગણી પણ કરી છે. અરેસ્ટ થયા બાદ કોઈ નિવેદન આપ્યું નથી. અંડરશેરિફ માઈકલ મેકકેબેએ કહ્યું કે આ ખુબ દુ:ખદ સ્થિતિ છે. હાલ અમને ત્રણ મૃતદેહો મળ્યા છે. કહેવાય છે મૃતકો વિદ્યાર્થી છે. આ ઘટના બાદ માતા પિતા આ બનાવને લઈને ખુબ હેરાન પરેશાન છે. 

— AFP News Agency (@AFP) November 30, 2021

પાંચ મિનિટમાં 15-20 રાઉન્ડ ફાયરિંગ
પોલીસે જણાવ્યું કે તેમને મંગળવારે બપોર બાદ કોલથી જાણકારી મળી. આરોપીએ પાંચ મિનિટમાં સેમી ઓટોમેટિક હેન્ડગનથી લગભગ પંદરથી વીસ રાઉન્ડ ફાયરિંગ કર્યું. પોલીસે કહ્યું કે પહેલા 911 કોલની પાંચ મિનિટની અંદર સંદિગ્ધને પકડી લેવાયો હતો. 

મિનેસોટાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડેનને શુટિંગ અંગે જણાવવામાં આવ્યું હતું. તેમણે દુખ વ્યક્ત કરતા અકલ્પનીય દુખ સહનારા પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news