ચીને દુનિયામાં છોડ્યો કોરોના વાયરસ: અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર

અમેરિકા (America)ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) રોબર્ટ ઓ બ્રાયને રવિવારે કહ્યું કે ચીને વિશ્વભરમાં ઘાતક કોરોના વાયરસ (Coronavirus) છોડ્યો છે અને બીજિંગએ તેને છુપાવવાનો પ્રયત્ન મોટા સ્તર પર કર્યો છે. 

ચીને દુનિયામાં છોડ્યો કોરોના વાયરસ: અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર

વોશિંગ્ટન: અમેરિકા (America)ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) રોબર્ટ ઓ બ્રાયને રવિવારે કહ્યું કે ચીને વિશ્વભરમાં ઘાતક કોરોના વાયરસ (Coronavirus) છોડ્યો છે અને બીજિંગએ તેને છુપાવવાનો પ્રયત્ન મોટા સ્તર પર કર્યો છે. 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ વારંવાર સંદેહ વ્યક્ત કર્યો છે કે વુહાનમાં પહેલીવાર મળી આવેલ કોરોના વાયરસ ચીની કોઇ પ્રયોગશાળામાંથી નિકળ્યો હતો. 

સીબીએસ ન્યૂઝના ટોકશો 'ફેસ ધ નેશન'માં ઓ બ્રાયને કહ્યું કે 'આ ચીન દ્વારા છોડવામાં આવ્યો હતો. તેને છુપાવવામાં આવ્યો હતો અને કોઇ દિવસ તેને એચબીઓ પર તે પ્રકારે બતાવવામાં આવશે ચેર્નોબિલ બતાવવામાં આવ્યો હતો.'

પૂછવામાં આવ્યું કે ચીનની સરકાર પર આરોપ લગાવી રહ્યા છે અથવા સ્થાનિક અધિકારીઓ પર તો ઓ બ્રાયનએ કહ્યું કે 'અમને ખબર નથી કારણ કે તેમણે તમામ પત્રકારોને બહાર કાઢી દીધા અને તે તપાસકર્તાઓને અંદર નહી આવવા દઇએ. 

તેમણે કહ્યું કે 'તેનાથી ફરક પડતો નથી આ સ્થાનિક અધિકારીઓનું કામ હતું કે કોમ્યુનિસ્ટ પાર્ટીનું. તેને છુપાવવામાં આવ્યો છે અને અમે તેના મૂળ સુધી જઇશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news