ડોનાલ્ડ ટ્રમ્પ વિશે અમેરિકામાં વિપક્ષને સતાવી રહ્યો છે આ એક ડર, ક્યાંક જતા જતા...
અમેરિકી સેનેટના સ્પીકર નેન્સી પેલોસીએ મિલેટ્રી ચીફને ચેતવ્યા છે કે ટ્રમ્પથી ન્યૂક્લિયર કોડ દૂર રાખવામાં આવે.
Trending Photos
નવી દિલ્હી: અમેરિકા (America) માં બરાબર 10 દિવસ બાદ નવા રાષ્ટ્રપતિ જો બાઈડેન (joe biden)નો શપથગ્રહણ સમારોહ આયોજિત થવાનો છે અને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ની વિદાય થવાની છે. હાલમાં અમેરિકાની કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસવા માટે ભીડને ઉક્સાવવાના મામલે જો ટ્રમ્પ તત્કાળ રાજીનામું નહીં આપે તો સદન તેમને હટાવવા માટે મહાભિયોગ લાવવા સંબંધિત પ્રક્રિયા આગળ વધારશે.
પરમાણુ હુમલો કરી શકે છે ટ્રમ્પ?
અમેરિકી સેનેટના સ્પીકર નેન્સી પેલોસીએ મિલેટ્રી ચીફને ચેતવ્યા છે કે ટ્રમ્પથી ન્યૂક્લિયર કોડ દૂર રાખવામાં આવે. જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન માર્ક મિલી સાથે નેન્સીએ વાત કરી અને કહ્યું કે ન્યૂક્લિયર કોડથી ટ્રમ્પને દૂર રાખવા અંગે ચર્ચા કરે.
નેન્સી પેલોસીએ ચેતવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા માટે સૈન્ય યુદ્ધના હાલાત પેદા કરી શકે છે. પેલોસ્કીએ ડેમોક્રેટિક સાંસદોને પત્ર લખીને જાણકારી આપી છે કે, 'આજે સવારે મે જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન માર્ક મિલી સાથે વાત કરી અને કહ્યું કે તેઓ તે સાવધાનીઓ પર ચર્ચા કરે જેનાથી એક સનકી રાષ્ટ્રપતિને સૈન્ય યુદ્ધ છેડવા કે લોન્ચ કોડ હાંસલ કરીને પરમાણુ હુમલો કરવાથી રોકી શકાય.'
પૂર્વ રક્ષામંત્રી વિલિયમ પેરીની અપીલ
અમેરિકાના પૂર્વ રક્ષામંત્રી વિલિયમ પેરીએ નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેનને સંબોધિત કરતા કહ્યું કે ન્યૂક્લિયર હેન્ડલિંગ સિસ્ટમને બદલવાની ભલામણ કરી છે. વિલિયમે બાઈડેનને અપીલ કરી છે કે એકલા રાષ્ટ્રપતિના હાથમાં પરમાણુ બોમ્બનો કંટ્રોલ આપવો બિનજરૂરી અને ખુબ જ ખતરનાક છે. પેરીએ સૂચન કર્યું છે કે પરમાણુ બોમ્બના ઉપયોગ માટે કોંગ્રેસમાં એક કમિટી બને, જેની મંજૂરી પણ જરૂરી હોય.
વિલિયમ પેરી 1994થી 1998 સુધી અમેરિકાના રક્ષામંત્રી હતા અને તેમણે પરમાણુ બોમ્બ માટે ભગવાનની જેમ રાષ્ટ્રપતિને તાકાત આપવાને બિનલોકશાહી ગણાવ્યું. અમેરિકી રાષ્ટ્રપતિની સાથે ચાલનારો સુરક્ષા કાફલો પોતાની સાથે એક બ્રીફકેસ લઈને ચાલે છે જેને ફૂટબોલ કહે છે. જેમાં ન્યૂક્લિયર કોડ હોય છે. ફૂટબો દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ દુનિયાના કોઈ પણ ખૂણે હોય તો પણ પરમાણુ હુમલાના આદેશ આપી શકે છે.
વિલિયમે ચેતવ્યા કે ટ્રમ્પને કોઈને પૂછવાની જરૂર નથી અને તેઓ કાં તો એક કે પછી સેંકડો પરમાણુ બોમ્બ લોન્ચ કરી શકે છે. હિરોશીમા અને નાગાસાકીમાં પરમાણુ હુમલા બાદ રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેને (Harry truman) નક્કી કર્યું હતું કે પરમાણુ બોમ્બ માટેનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે હોવો જોઈએ, સેના પાસે નહીં.
બાઈડેનને જલદી કાર્યવાહીની આશા
બીજી બાજુ પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડેને કાર્યવાહીની આશા વ્યક્ત કરી છે. તેમને સાંસદો પાસેથી એવી આશા જરૂર છે કે આ દિશામાં તેમના પદગ્રહણ પહેલા જલદી કોઈ નિર્ણય લેવામાં આવે. બાઈડેને કહ્યું કે 'મારા 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ કરતા પહેલા હોય કે બાદમાં, એ કોંગ્રેસે નક્કી કરવાનું છે, પરંતુ મારું માનવું છે કે તેમને જેમ બને તેમ જલદી રાષ્ટ્રપતિ કાર્યાલયથી બહાર કરવા જોઈએ.'
ડોનાલ્ડ ટ્રમ્પને કેટલાક ડેમોક્રેટ્સે સાઈકોપેથ કહ્યા છે અને સોશિયલ મીડિયા પર કહેવાઈ રહ્યું છે કે તે સનકી ટ્વીટ કરી શકતા નથી પરંતુ પરમાણુ બોમ્બ ચલાવી શકે છે. બીજી બાજુ એક વધુ સનકી છે કિમ જોંગ જે અમેરિકાને જાની દુશ્મન ગણાવી ચૂક્યા છે અને ધમકી આપે છે કે તે પણ પરમાણુ બોમ્બ બનાવશે. સવાલ ઉઠે છે કે શું આ બે સનકીઓ વચ્ચે માણસ અને આ ગ્રહ પોતાના અસ્તિત્વના સૌથી મોટા સંકટથી પસાર થઈ રહ્યા છે?
જો કે ટ્રમ્પે હાલ એવા કોઈ સંકેત આપ્યા નથી કે તેઓ કોઈ પ્રકારનું યુદ્ધ કરી શકે છે કે પછી દુશ્મન દેશો વિરુદ્ધ પરમાણુ યુદ્ધ છેડી શકે છે. પરંતુ પોતાના તેવરોના કારણે અને સમર્થકોના હિંસક પ્રદર્શન બાદ, ટ્રમ્પ રિપબ્લિકન સાંસદોનું પણ સમર્થન ગુમાવી રહ્યા છે. તેનાથી એટલું તો નક્કી ગણાઈ રહ્યું છે કે 20 જાન્યુઆરી પહેલા કાં તો ટ્રમ્પને સેનેટના દબાણમાં પદથી રાજનામું આપવું પડશે અથવા તો પછી તેમણે પોતાના વિરુદ્ધ બીજા મહાભિયોગનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે