નેપાળને નાસ્તિક બનાવવાનો પ્રયાસ : અમેરિકી ષડયંત્રનો થયો પર્દાફાશ, ખંધા અમેરિકાનો ટાર્ગેટ ભારત

Atheism in nepal: નેપાળમાં 80 ટકાથી વધુ લોકો હિન્દુ ધર્મમાં માને છે. પરંતુ અમેરિકા નેપાળમાં હિન્દુ ધર્મને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા નેપાળને એક નાસ્તિક દેશ બનાવવા માગે છે. એવો દેશ કે જે ન તો કોઈ ધર્મને માનતો હોય કે ન પછી કોઈ ભગવાનને... 

નેપાળને નાસ્તિક બનાવવાનો પ્રયાસ : અમેરિકી ષડયંત્રનો થયો પર્દાફાશ, ખંધા અમેરિકાનો ટાર્ગેટ ભારત

Hindu Rashtra Nepal: રશિયાના મોસ્કોમાં હુમલો થયો તેના તાર સીધેસીધા અમેરિકા સાથ જોડાઈ રહ્યા છે.. હુમલા પહેલા અમેરિકાએ આ અંગે ચેતવણી પણ આપી હતી. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, રશિયા પર આ હુમલો પાકિસ્તાનમાં શરણ લેતા ISIS-Kએ અમેરિકાના આદેશ પર કર્યો હતો. પરંતુ તમે એ જાણીને ચોંકી ઉઠશો કે અમેરિકા ભારતના વધુ એક પાડોશી દેશનો ઉપયોગ ભારતને જ બરબાદ કરવા માટે કરી રહ્યું છે. 

અમેરિકા પુરી તાકાત સાથે નેપાળ દેશની પાછળ પડ્યું છે. નેપાળ પર અમેરિકા ષડયંત્રના આ ખુલાસાએ વિશ્વભરને હચમચાવી દીધું છે. હવે જો અમેરિકા ન રોકાયું તો નેપાળ વિશ્વના નકશા પરથી ગાયબ થઈ જશે. સમગ્ર દુનિયા જાણે છે કે, નેપાળ એક હિન્દુ બહુમતી ધરાવતો દેશ છે. નેપાળમાં 80 ટકાથી વધુ લોકો હિન્દુ ધર્મમાં માને છે. પરંતુ અમેરિકા નેપાળમાં હિન્દુ ધર્મને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા નેપાળને એક નાસ્તિક દેશ બનાવવા માગે છે. એવો દેશ કે જે ન તો કોઈ ધર્મને માનતો હોય કે ન પછી કોઈ ભગવાનને... 

મહત્વનું છે કે, થોડા સમયથી નેપાળમાં ફરી હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માગ તેજ બની ગઈ છે. તેવા સમયે ખુલાસો થયો છે કે, બાઈડન સરકારે નેપાળથી હિન્દુ ધર્મને મિટાવવા માટે 50 હજાર ડોલરથી વધુ રૂપિયા ખર્ચ કરી દીધા છે. અમેરિકા નેપાળના લોકોને નાસ્તિક બનાવવા માટે પાણીની જેમ રૂપિયા વાપરી રહ્યું છે.. આ આરોપ અન્ય કોઈએ નહીં પરંતુ અમેરિકાની રિપબ્લિકન પાર્ટીએ લગાવ્યો છે. જોકે આ ખુલાસો થતા અમેરિકી સરકારે સમગ્ર બાબતને એક જુઠ્ઠાણુ ગણાવી હતી.. રિપબ્લિકન પાર્ટીના એક અધિકારીએ ડેમોક્રેટિક પાર્ટીને સવાલ કર્યો હતો કે, અમને ખબર પડી છે કે, અમેરિકાએ નેપાળમાં નાસ્તિકતાને પ્રોત્સાહન આપવા માટે મોટો ખર્ચ કર્યા છે. રિપબ્લિકન પાર્ટીના અધિકારીનું જ નિવેદન સાંભળીયે.... 

રિપબ્લિકન પાર્ટીનો આ આરોપ ચોંકાવનારો છે.. કહેવાઈ રહ્યું છે કે, નેપાળમાં લોકોને લિબરલ બનવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. નેપાળની સ્કૂલ અને કોલેજમાં વામપંથી લોકોનું પ્રભુત્વ વધી ગયું છે.   જે નેપાળી વિદ્યાર્થીઓને હિન્દુ ધર્મથી નફરત કરવાનું શિખવાડી રહ્યા છે. નેપાળના લોકોને કહેવાઈ રહ્યું છે કે, નાસ્તિક હોવું વધારે યોગ્ય છે. જો અમેરિકાનું આ ષડયંત્ર સફળ થઈ ગયું તો નેપાળનું અસ્તિત્વ જ નહીં બચે.. ચીન પહેલા જ નેપાળને દેવાના જાળમાં ફસાવી ચુક્યું છે અને હવે અમેરિકા નેપાળની સંસ્કૃતિને મિટાવવા માગે છે. જો નેપાળમાં નાસ્તિકતા વધી તો ભારત માટે પણ સંકટ વધી જશે.

 હાલ તો ભારત અને નેપાળમાં સારા સંબંધ છે. પરંતુ જો નેપાળ નાસ્તિક દેશ બની ગયો તો તેનો ઉપયોગ ભારત વિરુદ્ધ જ કરાશે. આમ તો નેપાળ જેવું ષડયંત્ર ભારતમાં પણ ચાલી રહ્યું છે. ભારતમાં પણ હિન્દુ ધર્મને બદનામ કરવાના સતત પ્રયાસો ચાલું છે. સનાતનને ખતમ કરવાની વાતો થાય છે. પરંતુ મોદી સરકારે દેશને વિકાસની સાથે સાથે ફરી ધાર્મિક ચેતના સાથે જોડી દીધો છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે તે સાબિત પણ કરી બતાવ્યું. જો કોઈ દેશનો ધાર્મિક આધાર જ ખતમ કરી દેવાય તો તે દેશ બરબાદ થઈ જાય. નેપાળમાં કંઈક આવું જ કરવાનો પ્રયાસ અમેરિકા કરી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news