અમેરિકાએ ચીન પર ફરી ચલાવ્યું ચાબુક, હવે આ મામલાને લઇ લગાવ્યો પ્રતિબંધ
અમેરિકા (America)એ શિનજિયાંગમાં માનવાધિકાર ઉલ્લઘન મામલે ચીન પર પ્રતિબંધ લગાવ્યો છે. ટ્રંપ (Donald Trump) પ્રશાસને જાતીય અને ધાર્મિક લઘુમતીઓની સામે માનવાધિકાર ઉલ્લઘન માટે ચીનના પશ્ચિમ શિનજિયાંગ ક્ષેત્રમાં ત્યાના અર્ધસૈનિક સંગઠનના પ્રમુખ અને તેના કમાન્ડર પર BAN લગાવી દીધો છે
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકા (America)એ શિનજિયાંગમાં માનવાધિકાર ઉલ્લઘન મામલે ચીન પર પ્રતિબંધ લગાવ્યો છે. ટ્રંપ (Donald Trump) પ્રશાસને જાતીય અને ધાર્મિક લઘુમતીઓની સામે માનવાધિકાર ઉલ્લઘન માટે ચીનના પશ્ચિમ શિનજિયાંગ ક્ષેત્રમાં ત્યાના અર્ધસૈનિક સંગઠનના પ્રમુખ અને તેના કમાન્ડર પર BAN લગાવી દીધો છે. આ પ્રતિબંધની જાહેરાત ટ્રંપ સરકારના વિદેશ અને નાણા વિભાગ દ્વારા કરવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે, પ્રતિંબધ કર્યા બાદ અમેરિકામાં બેન સંગઠન અને વ્યક્તિઓની કોઇપણ સંપત્તિ જોડી શકાય છે. એટલું જ નહીં અમેરિકાના નાગરિકોની સાથે તેમના વ્યાપાર કરી શકતા નથી. અમેરિકાએ શિનજિયાંગ production corp, તેના કમાન્ડર પર ધાર્મિક અત્યાચારને લઇ પ્રતિબંધ લગાવ્યો છે.
વ્હાઇટ હાઉસના એક અધિકારીના નિવેદનમાં અમેરિકાએ કોરોના વાયરસના કારણે માં સ્થાનિક સરકારની ચૂંટણી સ્થગિત કરવાની નિંદા કરી. હોંગકોંગે તેના પર વળતો પ્રહાર કરતા નિશાન સાધ્યું અને કહ્યું, અમેરિકા તરફથી ચૂંટણીમાં વિંલબને લઇને ટિકા કરવી એવા સમયમાં કે જ્યારે એક દિવસ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે જાતે નવેમ્બરમાં યોજાનારી અમેરિકાની ચૂંટણીને ટાળવાની વાત કરી હતી.
નાણા મંત્રી સ્ટીવન મ્નુચિને એક નિવેદનમાં કહ્યું, અમેરિકા શિનજિયાંગ તથા દુનિયાભરમાં માનવાધિકારોનુ ઉલ્લંઘન કર્તાઓની જવાબદાર ઠેરવવા માટે તેની નાણાકીય શક્તિનો સંપૂર્ણ ઉપયોગ કરવા પ્રતિબદ્ધ છે. વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ કહ્યું કે, બે અધિકારીઓ કમાન્ડર પેંગ જિયારૂઈ અને પૂર્વ કમિશ્નર સુન જિનલોંગ પર પણ અમેરિકાના વીઝા પર પ્રતિબંધ લગાવ્યો છે. ટ્રંપ પ્રશાસન પહેલાથી જ શિનજિયાંગ અને અન્ય અધિકારીઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે