TikTok બાદ હવે આ ચીની કંપની પર તોળાયું જોખમ!, ટ્રમ્પના એક નિવેદનથી ચીનના ધબકારા વધ્યા
Trending Photos
વોશિંગ્ટન: ટિકટોક (Tiktok) પર પ્રતિબંધ મૂકાયા બાદ અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) હવે નવું નિવેદન આપીને ચીન (China) ના ધબકારા વધારી દીધા છે. ટ્રમ્પે શનિવારે કહ્યું કે તે અલીબાબા જેવી ચીની ટેક જાયન્ટ કંપનીઓ પર દબાણ વધારી શકે છે. પોતાની રૂટીન પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સરકાર અલીબાબા જેવી ચીની સ્વામિત્વવાળી કેટલીક વધુ કંપનીઓ પર સકંજો કસવા જઈ રહી છે.
ટ્રમ્પે કહ્યું કે ઠીક છે!, અમે કેટલીક વધુ સંભાવનાઓ શોધી રહ્યા છીએ અને હાં એવું બની શકે છે. શોર્ટ વીડિયો એપ ટિકટોકને અમેરિકામાં બેન કરવાનો આદેશ બહાર પાડીને પહેલેથી ટ્રમ્પે ટેક્નોલોજી ક્ષેત્રની ચીની કંપનીઓ વિરુદ્ધ મોરચો ખોલી નાખેલો છે.
ડેટા સિક્યુરિટીનું બહાનું
ટ્રમ્પે ટિકટોકની પેરેન્ટિંગ કંપની બાઈટડાન્સ (ByteDance)ને 90 દિવસની અંદર અમેરિકાથી ટિકટોકનો કારોબાર સમેટી લેવાનું ફરમાન સંભળાવ્યું હતું. પોતાના રાષ્ટ્રપતિ કાર્યકાળની શરૂઆતતી અત્યાર સુધીમાં ટ્રમ્પે અમેરિકા સાથે ચીનના વેપારી સંબધો સંપૂર્ણ રીતે પલટી નાખેલા છે. આ બાજુ કોરોના મહામારીને લઈને ટ્રમ્પે શરૂઆતથી જ ચીન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવેલું છે.
ટ્રમ્પ અલગ અલગ મંચ પર અનેકવાર કહી ચૂક્યા છે કે ચીને ગત વર્ષ વુહાનમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે યોગ્ય રીતે કામ કર્યું નથી. અને આ જ કારણે એક વાયરસ મહામારી બનીને આખી દુનિયા માટે મોટી ત્રાસદી બની ગયો. નોંધનીય છે કે ચીન હંમેશાથી પોતાના પર લાગેલા આવા આરોપોને ફગાવતું આવ્યું છે. ત્યારબાદથી જાણે કે ટ્રમ્પ દરેક ચીની ચીજ પર પ્રતિબંધ લગાવવા માટે આતુર જોવા મળી રહ્યાં છે.
ચીન પર જાસૂસીનો આરોપ
આ અગાઉ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીનની મોટી કંપની હુઆવેઈ (huawei) પર જાસૂસીનો આરોપ લગાવીને અમેરિકામાં ચીનના 5જી અને હુઆવેઈ પર નિશાન સાધ્યું હતું. આ બાજુ યુરોપના પણ અનેક દેશોએ આ કંપની પાસેથી 5Gની ટેક્નોલોજી અને ઉપકરણ ખરીદવા પર રોક લગાવવાની જાહેરાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે