Viral Video માં દેખાઈ મોટી બેદરકારી, કોરોનાના દર્દીઓનું ભોજન કચરાની ગાડીમાં લઈ જવાયું
એક સ્થાનિક જાગૃત નાગરિકે આ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે
Trending Photos
ચેતન પટેલ/સુરત :હાલ સુરતવાસીઓ બે મુસીબતોનો સામનો કરી રહ્યાં છે. એક તરફ કોરોના અને બીજી તરફ વરસાદી આફત. ત્યારે આવામાં સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. ભાઠેના વિસ્તારમાં કોવિડ કેરના દર્દીઓને ભોજન કચરાની ગાડીમાં ડિલિવરી કરવામાં આવી રહી છે. એક બાજુ અત્યંત ગંધ મારતો કચરો, તો બીજી બાજુ એ જ ટ્રેક્ટરમાં દર્દીઓનું ભોજન મૂકવામાં આવ્યું છે. એક સ્થાનિક જાગૃત નાગરિકે આ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
સુરતનો આ વીડિયો અત્યંત ચોંકાવનારો છે. કારણ કે, કોરોના દર્દીઓની સારવાર માટે બહુ જ સુરક્ષા રાખવામાં આવે છે. નાનામાં નાની બાબતોનું પણ ધ્યાન રાખવાનું હોય છે. આવામાં સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક તરફ કચરાની ગાડી છે, અને બીજી તરફ ફૂડ મૂકેલા કેટલાક ડબ્બા છે. આ તમામ ડબ્બામાં કોરોનાના દર્દી માટેનો ખોરાક છે. સુરત મહાનગરપાલિકા દર્દીઓનું કેવુ ધ્યાન રાખી રહ્યું છે તે આ વીડિયોમાં જોઈ શકાય છે. શું પાલિકા પાસે એવી કોઈ ગાડી નથી જેમાં દર્દીઓ માટે ફૂડ લાવી શકાય. શું પાલિકા પાસે કચરાની ગાડી જ છે, જેમાંથી તેઓ સામાન લાવી શકે. આવા અનેક સવાલો આ વીડિયો પરથી પેદા થાય છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં સુરતમાં 166 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 4 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. સુરતના કતારગામ ઝોનમાં સૌથી વધુ 44 કેસ નોંધાયા છે.
ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....
અમદાવાદની કેન્સર પીડિત મહિલાનું ડ્રાઈવ થ્રુ બેસણું, સ્વજનોએ કારમાં જ બેસીને શ્રદ્ધાંજલિ આપી
..તો આવી બનશે લોકોનું, આજે ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યૂસેક પાણી છોડાશે
વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર, વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીરે ધીરે ઘટાડો
દક્ષિણના નેતા સીઆર પાટીલનો સૌરાષ્ટ્રમાં પહેલો રાજકીય પ્રવાસ સંગઠનમાં કેવા બદલાવ લાવશે?
હાથ પકડીને રસ્તો પાર કરી રહેલા 3 યુવકો જોતજોતામાં તણાયા, ડૂબતો વીડિયો થયો કેદ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે