Elon Musk On Twitter Board: ટ્વિટરમાં ભાગીદારી ખરીદ્યા બાદ એલન મસ્ક કંપનીના બોર્ડમાં થયા સામેલ

Elon Musk On Twitter Board: એલન મસ્કને ટ્વિટરના બોર્ડમાં સામેલ કરી લેવામાં આવ્યા છે. ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે તેની જાણકારી આપી છે. 

Elon Musk On Twitter Board: ટ્વિટરમાં ભાગીદારી ખરીદ્યા બાદ એલન મસ્ક કંપનીના બોર્ડમાં થયા સામેલ

નવી દિલ્હીઃ ટેસ્લાના સીઈઓ એલન મસ્કને ટ્વિટરના બોર્ડમાં સામેલ કરી લેવામાં આવ્યા છે. ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે તેની જાણકારી આપી છે. 4 એપ્રિલે સમાચાર આવ્યા હતા કે એલન મસ્કે ટ્વિટરમાં 9.2 ટકાની ભાગીદારી ખરીદી છે અને તે કંપનીના સૌથી મોટા શેરધારક બની ગયા છે, તેના આગામી દિવસે તેમને બોર્ડમાં સામેલ કરી લેવામાં આવ્યા છે. 

ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે એક ટ્વીટમાં કહ્યુ, 'હું તે જણાવવા માટે ઉત્સાહિત છું કે અમે અમારા બોર્ડમાં એલન મસ્કની નિમણૂક કરવા જઈ રહ્યાં છીએ. હાલના સપ્તાહમાં એલન સાથે વાતચીતના માધ્યમથી, તે અમારા માટે સ્પષ્ટ થઈ ગયું કે મસ્ક અમારા બોર્ડ માટે ખુબ વેલ્યૂ લઈને આવશે.' તે એક ભાવુક આસ્તિક અને સેવાના મોટા આલોચક બંને છે, જે ટ્વિટર અને તેના બોર્ડરૂમમાં ખરેખર તે જોઈતું હતું. તમારૂ સ્વાગત છે એલન!

— Parag Agrawal (@paraga) April 5, 2022

એલન મસ્કે માઇક્રોબ્લોગિંગ સાઇટ કંપનીમાં ભાગીદારી ખરીદવાના સમાચાર બાદ ટ્વિટરના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. ટ્વિટરના શેર 27 ટકાના વધારા સાથે 49.97 ડોલર પર જઈને બંધ થયા છે. ટ્વિટરનું માર્કેટ કેપ 8.39 અબજ ડોલરથી વધીને 39.3 અબજ ડોલર થઈ ગયું છે. 

— Elon Musk (@elonmusk) April 5, 2022

હકીકતમાં સોમવારે સમાચાર આવ્યા હતા કે યુએસ એસઈસી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશન) ફાઇલિંગ અનુસાર, ટેસ્લા અને સ્પેસએક્સના સંસ્થાપક એલન મસ્કે 14 માર્ચ, 2022 સુધી ટ્વિટર ઇંકમાં 3 અબજ ડોલરમાં 9.2 ટકાની નિષ્ક્રિય ભાગીદારી ખરીદવાની સૂચના આપી છે. ટ્વિટર ઇંકે ફાઇલિંગમાં કહ્યું કે, એલન મસ્કની પાસે પોતાની વ્યક્તિગત ક્ષમતામાં સામાન્ય સ્ટોકના 73,486,938 શેર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news