ભારતના દબાણ આગળ ઝૂક્યું પાકિસ્તાન, કરવું પડ્યું આ કામ 

કરતારપુર કોરિડોરને જેમ બને તેમ જલદી પૂરો કરવા અને શ્રદ્ધાળુઓની અવરજવર મુદ્દે ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે રવિવારે (14 જુલાઈ 2019)ના રોજ ફરીથી એકવાર બેઠક યોજવવાની છે.

ભારતના દબાણ આગળ ઝૂક્યું પાકિસ્તાન, કરવું પડ્યું આ કામ 

ઈસ્લામાબાદ: કરતારપુર કોરિડોરને જેમ બને તેમ જલદી પૂરો કરવા અને શ્રદ્ધાળુઓની અવરજવર મુદ્દે ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે રવિવારે (14 જુલાઈ 2019)ના રોજ ફરીથી એકવાર બેઠક યોજવવાની છે. આ બેઠક અગાઉ પાકિસ્તાને ખાલિસ્તાન સમર્થક આતંકી ગોપાલ ચાવલાને પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીમાંથી હટાવ્યો છે. ગોપાલ સિંહ ચાવલલા હવે કરતારુપર કોરિડોર કમિટીનો સભ્ય નથી. પાકિસ્તાનના શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને નગર કિર્તનમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે.  25 જુલાઈના રોજ નનકાના સાહિબમાં કિર્તન છે. 

ભારત કરતારપુર કોરિડોરનું નિર્માણ જલદી થાય તેમ ઈચ્છે છે. 31 ઓક્ટોબર અગાઉ કામ પૂરું થાય તેવો ઈરાદો છે. બીજા તબક્કાની વાતચીતમાં શ્રદ્ધાળુઓની સુવિધાઓ પર વાત થઈ શકે છે. અત્રે જણાવવાનું કે કરતારપુર કોરિડોર કમિટીમાં ગોપાલસિંહ ચાવલાને સામેલ કરવા મુદ્દે ભારતે ખુબ નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે ભારતે ગત વખતે આ બેઠકને રદ્દ પણ કરી હતી. ત્યારબાદ રવિવારે અટારી-વાઘા બોર્ડર પર શરૂ થનારી આ બેઠક અગાઉ પાકિસ્તાન સરકારે ગોપાલ સિંહ ચાવલાને કમિટીમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે. 

જુઓ LIVE TV

ગોપાલ સિંહ ચાવલા પાકિસ્તાનમાં બેઠેલો ભારતનો દુશ્મન છે. પાકિસ્તાનમાં તેના સંબંધ આતંકી હાફિઝ સઈદ અને જૈશના ચીફ મસૂદ અઝહર સાથે છે. પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ(ISI) ઓફિસરોનો તે  ખાસ માણસ ગણાય છે. નોંધનીય છે કે કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુ જ્યારે પાકિસ્તાનના પ્રવાસે ગયા હતાં ત્યારે તેમની ગોપાલ ચાવલા સાથેની તસવીર બહાર આવતા ખુબ  વિવાદ થયો હતો. 

ગુરુનાનક દેવજીના 550માં પ્રકાશપર્વની તૈયારીઓ ઝડપથી થવા લાગી છે. નનકાના સાહિબમાં 25 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય નગર કિર્તન કાઢવામાં આવશે. શીખોના પ્રથમ ગુરુ શ્રી ગુરુનાનક દેવજીના 550માં પ્રકાશપર્વના ઉત્સવની તૈયારીઓ દેશ અને દુનિયામાં જોરશોરથી થઈ રહી છે. 

પાકિસ્તાનના નનકાના સાહિબ જ્યાં આ મહાન સંતનો જન્મ થયો હતો, ત્યાંથી 25 જુલાઈના રોજ એક આંતરરાષ્ટ્રીય નગર કિર્તન કાઢવામાં આવનાર છે. જે અટારીથી થઈને ભારત પહોંચશે અને સુલ્તાનપુર લોધીમાં તેનું સમાપન થશે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન કમિટીએ આ કાર્યક્રમમાં સામેલ થવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પણ આમંત્રણ આપ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news